________________
શારદા સાગર
દીપક આંખા થતા જાય છે. જ્યાં સુધી દ્વીપક જલે છે ત્યાં સુધી કમાણી કરી લેા. કાલના ભરાસે ધર્મના વાયદો કરનાર માનવી ખરેખર પેાતાનું ભાન ભૂલ્યા છે. કારણ કે જે દિવસે અને રાત્રીએ જીવનમાંથી જાય છે તે ફરીને પાછી આવતી નથી. માટે ધર્મની કમાણી કરવાની જે તક મળી છે તે ગુમાવી દેશે તે પછી પસ્તાવું પડશે. નાણાં કમાવાની તક આવે છે. ત્યારે વિવેકપૂર્વક કામ કરીને કમાણી કરી લે છે તેમ આત્માની કમાણી કરવાની તક આવે ત્યારે પણ સાવધાન બનીને કામ કરી લેવું જોઇએ.
૧૪૯
જીવા આત્મિક સુખ કેમ પ્રાપ્ત કરે તે માટે ભગવતે કેટલી કરૂણા કરી છે! પ્રભુએ ધર્મની સ્થાપના કરી ધર્મની પ્રરૂપણા કરી. ઉદ્ઘાષણા કરી અને સંસારમાં દુઃખી થતા જીવાના ઉદ્ધાર કરવા ને મેહનિદ્રામાં સૂતેલાને જગાડવા સતાને ધર્મના સદેશવાહક બનાવ્યા. સતા આગમના તત્ત્વાનું મંથન કરી તમને નિત્ય નવું નવું નવનીત પીરસે છે. સતા તમને જિનવાણી સમજાવે ત્યારે વ્યાખ્યાનમાં આગળ બેસીને તહેત વચન” “જી સાહેબ, જી સાહેબ” કરે છે ને ઉપાશ્રયમાંથી બહાર ગયા. એટલે ધર્મને ઉપાશ્રયમાં મૂકી દે છે, કેમ ખરાખર છે ને ? વ્યાખ્યાન સાંભળીને રીઢા થઈ ગયા છે. જેમ ખુમ વરસાદ પડે ત્યારે તમે રેઇન કાટ પહેરી છે. રેઇન કેાટ પહેરી લીધા પછી ગમે તેટલે વરસાદ પડે તે પણ તમે ભીંજાવ ખરા ? ના. તે રીતે ઉપાશ્રયે આવીને વ્યાખ્યાન સાંભળવા તા બેસી ગયા પણ માહ-મમતાના એવા રેઇન કોટ પહેરીને આવ્યા છે કે સતા વીતરાગ વાણીને ગમે તેટલે ધોધમાર વરસાદ વરસાવે પણ તમારૂં હૈયું ક્યાંથી ભીંજાય? પથ્થર ઉપરથી ગમે તેટલું પાણી વહી જાય પણ પથ્થરતા કારા ને કારા રહે છે તેમ ગમે તેટલું સાંભળે! તે પણ હૈયું કાર્` ને કરૂ હ્યું છે. કેમ ખરૂ ને ? મનુષ્યભવ આમને આમ ચાલ્યું જાય છે. મનુષ્ય જન્મની મહત્તા સમજવા માટે શાસ્ત્રવાણીનું શ્રવણ કરવાનું છે.
ઉત્તરા ધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન અનાથી નિગ્રંથના અધિકાર ચાલે છે. શ્રેણીક રાજા મુનિને જોઇને વિસ્મય પામી ગયા કે શું આ મુનિ છે!
तस्स पाएउ वन्दित्ता, काऊण य पयाहिणं । नाई दूरमणासन्ने, पंजलि पडिपुच्छइ ॥
ઉત્ત.'સ. અ. ૨૦, ગાથા ૭.
શ્રેણીક રાજા મુનિના ગુણા જોઈને તેમના ચરણમાં નમી પડયા. એમના મનમાં એક વાત ઠસી ગઈ કે આ સાચા ગુરૂ છે. દુનિયામાં સતા ઘણાં જોયા પણ આ મુનિના જેવા નહિ. મધુ! તમે ગુરૂ કરે તે જોઇને કરો જ્યાં ને ત્યાં ઝૂકી ન પડશે. જે સ'સાર સાગરથી તારે તે સાચા ગુરૂ છે.
સદ્ગુરૂના સમાગમ એટલે ધર્મને બતાવનાર સર્ચલાઇટ જ્યાંસુધી જીવને સંતના