SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૪૭ ના વ્યાખ્યાને ને. - શ્રાવણ સુદ ૪ને રવિવાર તા. ૧૦-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! છે અનતજ્ઞાની, પરોપકારી, વિશ્વવંદ્ય પરમાત્માએ અનંતકાળથી આ સંસારમાં અથડાતા અને દુઃખ પામતા ના ઉદ્ધાર માટે ફરમાન કર્યું કે હે આત્મન ! રત્નચિંતામણી સમાન આ માનવભવ પ્રાપ્ત થ તે સહેલી વાત નથી. ઘણી દુર્લભ છે. જીવે સ્વપ્નમાં ધાર્યું ન હતું કે મનુષ્યભવ મળશે છતાં મળી ગયું. તેમાં મુખ્ય કારણ શું? જીવે પૂર્વભવમાં એવું સુકૃત્ય કર્યું હશે તેના પ્રતાપે આ મનુષ્ય ભવ મળે છે, નદીમાં રહેલા વાંકાચૂકા પથ્થરો પાણીના પ્રવાહમાં વહેતા એકબીજા સાથે અથડાતા એકદમ ગેળ બની જાય છે. તેમ આપણો આત્મા પણ કર્મોના મોજાથી સંસારમાં અનેક ભવ રખડતા, અનેક પ્રકારના કષ્ટ સહન કરતો, અકામ નિજ કરતે, કર્મના ભારથી હળવે બની જાય છે, અને પેલા નદીના પથ્થરની જેમ તેનામાં કંઈક ગ્યતા પ્રગટતી જાય છે. એટલે ધીમે ધીમે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય આદિમાં જન્મ ધારણ કરતે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. કંઈ એકદમ સીધી મનુષ્યભવની પ્રાપ્તિ થતી નથી. - ચાર પ્રકારે જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. પગઇ ભદયાએ, પગઈ વિણિયાએ સાણુકેશિયાએ, અમચ્છરિયાએ. પ્રકૃિત્તને ભદ્રિક હય, વિનીત હય, અનુકપાવંત હોય ને અભિમાન રહિત હોય. આ ચાર પ્રકારે જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે, આ ચારમાંથી કાંઈક ગુણ પ્રાપ્ત કર્યો હશે ત્યારે માનવભવ પ્રાપ્ત થયો છે, આ ઉત્તમ માનવ ભવ પ્રાપ્ત કરીને કંઈ બેસી રહેવાનું નથી. જે આ ધર્મારાધના કરવાના અમૂલ્ય સમયમાં પ્રમાદની પથારીમાં પડ્યા રહેશે, સંસારના માજશેખમાં અટવાઈ જશે, સત્તા, સંપત્તિ-સ્ત્રી-સ્વજન અને સદનના મેહમાં લપેટાઈ જશે તે મનુષ્ય જન્મ પામીને જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રાપ્ત કરી શકશે નહિ. અત્યારે તમે જે સુખ જોગવી રહ્યા છે તે પૂર્વભવની કમાણી છે, પણ આવતા ભવ માટે શું કમાણી કરે છે? ધર્મારાધના આદિથી જે કમાણી કરશે તેનાથી ભવ સુધરશે. જે તમારે પરભવ સુધારે હોય તે પ્રમાદની પથારી છોડીને બેઠા થઈ જાવ. બેઠા થયા છે તે હવે પુરૂષાર્થની પગદંડીએ પ્રયાણ કરે. અને જે પુરૂષાર્થની પગદંડી પર ચાલી રહ્યા છે તો વિચાર કરે કે જે પુરૂષાર્થ હું કરી ર છું તે સાચું છે કે ખે છે? આ જે નહિ સમજાય તો રત્નચિંતામણી સમાન મનુષ્યભવને હારીને ચતુર્ગતિના ચકકરમાં ભમણ કરવું પડશે. - બંધુઓ ! જરા વિચાર કરે, આમ તે ખાવું-પીવું બધી ક્રિયાઓ તિર્યંચ પણ મનુષ્યની જેમ કરે છે છતાં જ્ઞાનીઓએ મનુષ્ય જન્મની વિશેષતા શા માટે બતાવી છે?
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy