SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૪૪ ફૂલ પથારી તમે સુવેને ભાઈ તમારે રઝળે છે, મેવા મીઠાઈ તમારે ત્યાં એ બાલુડા ટળે છે. ઊડી કેમ ના જાયે નિદ્રા તમારી, મીઠી વાનગી કે બને ને અકારી, સુખમાં ડૂબેલા મનને મના, તમેને મળ્યું એને બધાનું બનાવે, વચન સુણ્યા જે વીર પ્રભુના ફેગટ જેજે જાય ના...સહારા... તમે રોજ એરકંડીશન રૂમમાં પોચી ગાદીમાં પિઢે છે, એરકંડીશન ગાડીમાં ફરે છે. રોજ માલ મલીદ ને મેવા-મીઠાઈ ઉડાવે છે, રોજ ત્રણ શાક ને ત્રણ ફરસાણ તે ઓછામાં ઓછા જોઈએ. આ ખાતી વખતે તમને તમારા સ્વધમી બંધુઓની યાદ આવે છે? કે જે ઝૂંપડીમાં વસ્યા છે, જેને પહેરવા કપડાં નથી ને ખાવા અન્ન નથી તેમનું શું થતું હશે? એ વિચારે તમારી ઊંઘ કેમ ઊડી જતી નથી ! જે તમારી સંપત્તિને તમે બધાની માને તે જરૂર વિચાર આવે પણ તમે તમારી સંપત્તિ મારી પોતાની માની છે. શેઠ હાર પાછો લેવાની ના પાડે છે પણ યુવાન પરાણે પાછો આપે છે. છેવટે શેઠ તે હારને સ્વમીની સેવામાં બક્ષીસ કરી દે છે. અને પિતાના જીવનને સ્વધર્મીની સેવામાં ધન્ય માને છે. આવનાર એક વખતને ગરીબ યુવાન લાખોપતિ બની જાય છે છતાં પોતે અભિમાન કરતું નથી. પિતાની લક્ષ્મીને ધમની સેવામાં સદુપયોગ કરી જીવન જીવવામાં આનંદ માને છે. જેણે જીવનની સાચી ઘડી ઓળખી છે તે માનવ સુખ અને દુઃખમાં સમતોલ રહી શકે છે. જેમ શેઠે સ્વધર્મીભાઈઓની સેવામાં પોતાનું જીવન ધન્ય માન્યું તેમ તમને પણ તમારા પુણ્યોદયથી મળ્યું છે તેને સદ્દવ્યય કરી તમારા દુઃખી બંધુઓના આંસુ લૂછજો. શેઠે પેલા યુવાનને દસ હજાર રૂપિયા આપ્યા તે તે સુખી બની ગયે. દેવી લક્ષ્મી જ્યાં જાય ત્યાં માનવને શાંતિ આપે છે તેમ જ્યાં સંતપુરુષના પગલા થાય છે ત્યાં આનંદ આનંદ પ્રસરે છે. અહીંયા શ્રેણીક રાજા મુનિને જોઈને આનંદ પામ્યા છે. તેમનામાં રહેલા ગુણે જઈને ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. મુનિને વંદન કેવી રીતે કર્યું? “નાફરમાસ, વંઢિ વદિપુછે ” ઘણાં માણસો દૂરથી વંદન કરે છે ને ઘણું એકદમ નજીક આવીને કરે છે. ત્યારે શ્રેણીક મહારાજા અતિ દૂર નહિ ને અતિ નજીક નહિ, મુનિની કઈ જાતની અશાતના ન થાય તે રીતે નિસ્વાર્થ ભાવથી વંદન કરે છે. આજે તે કંઇક શ્રાવકે સંતના ચરણને સ્પર્શ કરતા હોય તે મનમાં એવી ભાવના ભરી હોય છે કે સંતને હાથ મારા ઉપર પડે તો હું સુખી થઈ જાઉં. વંદન કરતાં પણ અંતરમાં ભૌતિક સુખની ભાવના ભરી હોય છે. વંદન કરતા એ ભાવ લાવે કે ધન્ય છે આ મુનિવર ! એમણે ઘરબાર, કંચન, કામિની બધું ત્યાગી દીધું? હું એમના જેવો ક્યારે થઈશ? તો તમારા કર્મબંધન તૂટી જશે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy