________________
૧૩૪
શારદા સાગર
माणुसत्तं भवे मूलं लाभो देवगइ भवे । मूलच्छेएण जीवाणं, नरगतिरिक्खत्तणं धुवं ।।
ઉત્ત. સૂ. અ. ૭, ગાથા ૧૬ જે મનુષ્ય અહીં આવીને ભોગવિલાસમાં મસ્ત રહે છે, ધર્મકરણી કરતો નથી, તે મનુષ્યભવ હારીને નરક તિર્યંચ ગતિમાં જાય છે ને ત્યાં મહાન દુઃખ ભેગવે છે. તે મૂળગી મૂડી હારી જવા બરાબર છે. જે વિશેષ કંઈ નથી કરતે પણ મનુષ્ય મરીને મનુષ્ય થાય એવા કાર્યો કરે છે તે મૂળગી મૂડી સાચવવા બરાબર છે અને જે મનુષ્ય અહીં આવીને દાન દે, શીયળ પાળે, તપ કરે ને શુભ ભાવના ભાવે છે તે આત્મા મેક્ષ અથવા દેવલેકમાં જાય છે. તે મૂળગી મૂડીમાં વધારો કરવા બરાબર છે. બેલે, હવે તમારે શું કરવું છે? મૂડીમાં વૃદ્ધિ કરવી છે ને? કઈ મૂડી વધારવી છે? આત્માની કે પુદગલની ! પુગલની મૂડી તો ઘણું વધારી. હવે આત્મિક મૂડી વધારવાને પુરૂષાર્થ કરે, હવે પૈસા કરતા પરમેશ્વર વહાલા કરે ને સંતાન કરતાં સંત વહાલા કરે.
અહીં શ્રેણીક રાજાને મગધ દેશના રાજ્ય અને સંપત્તિ કરતાં સંત વહાલા લાગ્યા છે. સંતને જોઈને તે શું બોલે છે - મારા હૈયાના હાર, મારી સાંભળો પુકાર,
જો તમને નહિ પામું તે મારું જીવું જશે બેકાર-મારા દેવ ઘણાં છે જગમાં, માંગી મિલ્કત મુજને એ આપે, રાજી એને કહી દઉં તે કક્કે મારા કાપે મારી મનીષા તે એ છે. જેણે જીત્યા છે રાગદ્વેષના વિકાર,
એ પરમાત્મા ચરઘુકમળમાં મારે કરે સ્વીકાર--મારા હૈયાના. રાજા શ્રેણક કહે છે તે મારા લાડીલા સંત! મેં દુનિયામાં ઘણાં સંત જોયા ને દેવ પણ જોયા, પરંતુ તમને જોઈને મને જે આકર્ષણ થાય છે તેવું કયારેય નથી થયું. તમને છેડીને મને કયાંય જવું ગમતું નથી. માનતુંગાચાર્ય પ્રભુને પ્રાર્થના કરતાં શું બેલ્યા છે. '
दृष्टवा भवन्तमनीमेषविलोकनीयं, नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । ... पीत्वापय शशीकरद्युति दुग्धसिन्धो, क्षारं जलं जलनिधरेशीतुंकइच्छेत् ? ' હે મારા નાથ! તને એક વાર અનિમેષ દૃષ્ટિથી જોઈ લીધા પછી મનુષ્યની આંખે બીજે કયાંય ઠતી નથી. ક્ષીર સમુદ્રના મીઠા અને શીતળ નિર્મળ પાણી પીધા પછી લવણ સમુદ્રનું ખારું પાણી પીવાને કણ ઈચ્છે? કેઈ નહિ. સર્ચલાઈટને પ્રકાશ જોયા પછી 'કેડીયાને પ્રકાશ ગમતું નથી. તેમ હે પ્રભુ! તારું મુખડું જોયા પછી મને દુનિયાના બધા દે ઝાંખા લાગે છે.