SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શારદા સાગર પતિનું મુખ અંજનાએ જોયું નથી. દિલમાં દુખનો પાર ન રહ્યો. ખૂબ રડે છે. ઝુરાપો કરે છે. હે નાથ! મારો શું વાંક-ગુન્હો છે? આપ એટલું તો મને કહે. એક વખત તે આ દાસીને દર્શન દે. પણ પવન આવે. તે એનું રૂદન સાંભળે ને! જેમ શાર્પ કાંચળી છેડીને ચાલ્યો જાય, ફરીને તેના સામું ન જુવે તે રીતે પવનજીએ પરણને અંજનાનો ત્યાગ કર્યો. ફરીને કદી તેના મહેલે આવ્યા નથી. તેની સંભાળ લીધી નથી. આવા દુઃખના સમયે તેના દિલનો વિસામે હોય તો એક વસંતમાલા સિવાય બીજું કેઈ ન હતું. અંજના રડે છે, ઝૂરે છે. ત્યારે વસંતમાલા તેને આશ્વાસન આપતી. દશ-પંદર દિવસ થયા પણ પવનજી મહેલે પધાર્યા નહિ ત્યારે પિતાની પ્રિય સખી વસંતમાલાને કહે છે બહેન! આ ઊંચા પ્રકારની કિંમતી સુખડી લાવ્યા છીએ તે તું લઈને જા. પવનજી ભલે ન આવ્યા પણ તું આ મીઠાઈ લઈને જા. મારા સ્વામીનાથ ખાશે તો ય મને આનંદ થશે. પીયરથી આવી રે સુખડી, વસંતમાલાકર મેકલી સેય તે, લઈ કરી સ્વામી આગળ ધરી, ગાવંતા ગાંધર્વને દીધી છે તે તે વસ્ત્રાભરણુ જે મોક૯યા, જાણું મારા સ્વામીનું શભશે અંગ તે, વસ્ત્ર ફેડી કટકા કરી, આભરણ લઈ આપ્યા છે માતંગ તો. સતી રે શિમણું અંજના સતી અંજનાએ મોકલેલી વસ્તુ ગયાને દઇ દીધી” –સેનાના રત્નજડિત વાળમાં અનેક પ્રકારની ઉત્તમ મીઠાઈઓ ભરીને વસંતમાલાને પવનજીને આપવા મલી. પવનજી તેમના મિત્ર સાથે ગાનતાનમાં મસ્ત હતા. વસંતમાલાએ પ્રણામ કરી મીઠાઈને થાળ પવનજીના ચરણે ધર્યો. વસંતમાલા અંજનાની સખી છે, તે લઈને આવી છે એટલે અંજનાએ મેકલી હશે તેથી પવનજીને ખૂબ કૈધ આવી ગયે. મીઠાઈનું એક બટકું પણ પિતે ન ખાધું પણ પેલા ગીત ગાનારાને એકેક બટકું વહેંચી દીધું. આ જે વસંતમાલાને ખૂબ દુઃખ થયું. અંજના પાસે આવીને બધી વાત કરી ત્યારે અંજના કહે છે એમને મીઠાઈ નહિ ભાવતી હોય અને એ તે ખૂબ દયાળુ છે. એમ સમજે કે મને તો મળે છે પણ આ બિચારા ગરીબ માણસોને આવી મીઠાઈ કોણ ખવડાવે એટલે આપી હશે. હવે તું આ કિંમતી વસ્ત્ર અને દાગીનાની બેગ ભરેલી છે તેમાંથી તું સારા મારા વચ્ચે અને દાગીના લઈને જા. જરૂર મારા પતિ તેનો સ્વીકાર કરશે. અંજનાની આજ્ઞા થતાં વસંતમાલા વસ્ત્રાભૂષણને લઈને ગઈ ને પવનકુમારના ચરણે ધર્યાં. પણ પવનને જ્યાં અંજનાનું નામ સાંભળવું ગમતું નથી ત્યાં તેની મોકલેલી ચીજે કયાંથી ગમે? હાથમાં લઈને જોયું પણ નહિ કે કેવા મૂલ્યવાન વચ્ચે અને દાગીના છે. વચ્ચેના ફાડી ફાડીને ટુકડે ટુકડા કરીને ફેંકી દીધા. જ્યાં વસેના ટુકડા થયા ત્યાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy