SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬, શારદા સાગર લાવી આપે તો કહેશે કે કમાવાની ત્રેવડ નથી. આવા પ્રેમમાં છવ ઘણી વાર લપટાયે. માટે હવે આત્મા સાથે પ્રેમ કરો. સ્વ સાથે પ્રેમ કરવાથી સંસાર તાપના-ઉકળાટ શમી જાય છે–ને આત્માને શીતળતા મળે છે. સ્વ પરનું અને જડ-ચેતન્યનું ભાન થાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની લહેજત આવે છે ત્યારે કર્મના ભૂકકે ભૂકકા થઈ જાય છે. જુઓ, મહારાજા શ્રેણકે એક મહાન યેગીને મંડિકક્ષ બાગમાં વૃક્ષ નીચે ધ્યાનાવસ્થામાં બેઠેલા જોયા ત્યારે સાધુનું ઉત્કૃષ્ટ અને અનુપમ રૂપ દેખીને શ્રેણીક રાજાને ઘણું આશ્ચર્ય થયું. કોઈ વિશિષ્ટ પ્રકારની વસ્તુ કે વાત જે કદી દેખી કે સાંભળી ન હોય તે દેખવા કે સાંભળવાથી આશ્ચર્ય થાય છે. પણ સામાન્ય વરતુ કે વાત દેખવા કે સાંભળવાથી આશ્ચર્ય થતું નથી. તેમ આ મુનિનું રૂપ જે સાધારણ હેત તે રાજા શ્રેણીકને આશ્ચર્ય ન થાત. કારણ કે પિતે ખૂબ સૌદર્યવાન હતા. એમના રૂપને દેખીને કેટલીક સાધ્વીઓ ચેલણ રાણીના ભાગ્યની આવે સુંદર પતિ મળવા બદલ પ્રશંસા કરતી હતી. આવા રાજા મુનિના રૂપને જોઈને આશ્ચર્ય પામવા લાગ્યા, તેથી એ વાત સ્પષ્ટ થાય છે કે એ મુનિ અનુપમ સુંદર હતા. રાજા શ્રેણીક આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યા કે હું આ બગીચામાં ઘણી વખત આવ્યો છું, પણ આજે આ મુનિના પ્રભાવથી બાગ જેટલો મનોહર થઈ ગયે છે તેટલે મનહર આજ સુધી કદી નહોતે. તેથી માલૂમ પડે છે કે જે પ્રમાણે ચંદ્ર તારાઓને તેજસ્વી બનાવે છે અને ચંદ્રમાએ આપેલા પ્રકાશથી તારાઓને સમૂહ પણ પ્રકાશિત બને છે. તે પ્રમાણે આ મુનિરાજ પણ બાગમાં રહેલા વૃક્ષાદિને સૌન્દર્ય આપી રહ્યા છે અને મુનિએ આપેલા સૌંદર્યથી બાગ પણ રમ્ય અને મનહર બની ગયો છે. આ મુનિના રૂપની તુલના કરવા દેવે અને ઈન્દ્રો સમર્થ નથી. એટલે મુનિના રૂપથી આશ્ચર્યચકિત બનેલા રાજા શ્રેણીક મનમાં કહેવા લાગ્યા :- “ગઢ વાળો ગોરવું, કહો સોમવારે વહો વંતી મહો મુન્ની, કહો મોરે અસંકાયા ” અહો ! આ આર્યને વર્ણ કે છે? રૂપ કેવું છે. કેવી સરળતા ને શીતળતા છે! કેવી ક્ષમા છે ! કેવી નિર્લોભતા છે! અને ભેગેથી કેવી નિસ્પૃહતા છે! આર્ય કોને કહેવાય? ત્યાગવા લાયક બૂરા કામને ત્યાગીને જે એ કાર્યોથી બચવા પામ્યા હોય તેને આર્ય કહેવામાં આવે છે. વળી જે ત્યાગવા યોગ્ય વિષયના બૂરા કાર્યોને ત્યાગી તે બૂરા કાર્યોથી જે બચતો રહે છે તેને તે વિષયના આર્ય કહે છે. જેમ કે ધર્મ આર્ય સમાજ આર્ય આદિ. રાજા શ્રેણકે એ મુનિને આર્ય માન્યા. તેથી એ સ્પષ્ટ થાય છે કે રાજા શ્રેણીક જાણતા હતા કે ભેગ-લોભ-કષાય, વિશ્વાસઘાત આદિ દુર્વિષયો ત્યાગવા ગ્ય છે અને તેથી શ્રેણીક રાજા એ દુર્વિષયને ત્યાગનાર પ્રત્યે માનની દષ્ટિથી જોતા હતા. - વર્ણને અર્થ રંગ છે. રંગમાં પણ આકર્ષણ હોય છે. સાચે રંગ હદયને પિતાના તરફ ખેંચી લે છે. મનુષ્યને સારો યા નરસ રંગ શરીરના કાળા ધેાળાના ભેદથી નથી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy