SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૧૩ કામ ઓછું થયું ને ત્રીજું, મારી ભૂલ થઈ છે એ વાતની કઈને જાણ નહિ થાય એવી ભાવનાપૂર્વક કડવી તુંબીનું શાક તેણે મુનિને વહેરાવી દીધું. બંધુઓ! આ જીવને માન કેટલું છે. માન ખાતર માનવી કેટલું પાપ કરે છે. સપ તે મનુષ્યને કરડી જાય છે પણ ગળી જતું નથી, પણ અજગર આખા મનુષ્યને ગળી જાય છે. તેમ અભિમાન રૂપી અજગર મનુષ્યના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ રૂપી ગુણોને ગળી જાય છે ને ભવાંતરમાં જીવને ભ્રમણ કરાવે છે. માન એ મીઠું ઝેર છે. તમે આવી ભૂલ કદી ન કરશે. ધર્મરૂચી અણગારને અભિગ્રડ હતું કે મને પાત્રમાં જે પહેલું મળે તેનાથી મારે પારણું કરવું. સર્વ પ્રથમ આ કડવી તુંબડીનું શાક મળ્યું. તે લઈને ગુરૂ પાસે આવ્યા. ગરૂ ખૂબ જ્ઞાની હતા. આહાર જોતાંની સાથે સમજી ગયા કે આ આહાર ઝેરી છે. અમારા પ્રભુને કાયદો કે સરસ છે! તમને ભૂખ લાગે તે તરત ખાઈ લો. અમારે ત્યાં શિષ્યોને ગમે તેટલી ભૂખ લાગી હોય પણ ગુરૂની આજ્ઞા વિના ન ખવાય. ગૌચરી કરીને આવે, ગુરૂને બધે આહાર બતાવે કે કયાંથી શું લાવ્યા? કોને ત્યાં અસૂઝતું થયું. પછી ઈરિયાવહી પડિકકમે ગૌચરીમાં કઈ દેષ લાગ્યા હોય તેનું નિવારણ કરવા બીજા શ્રમણ સૂત્રને કાઉસગ્ન કરે. ધમ્મ મંગલની પાંચ ગાથાની સ્વાધ્યાય કરે, ગુરૂ આજ્ઞા થાય ત્યારે ગૌચરી વાપરે. ધર્મરૂચી અણગાર ગૌચરી લઈને આવ્યા પછી ગુરૂને બતાવે છે. આહાર લઈ ગુરૂ પાસે જઈ, વિનય સહિત એ દેખાડે રે ગુરૂજી કહે નિર્દોષ સ્થાને, પરઠવજો મુનિ યત્નાએ કડવી તુંબીના આહાર થકી, મૃત્યુના ખેળે મૂકાશે રે... ધર્મશેષ.... આહાર જઈને કરૂણાવંત ગુરૂજી બેલ્યા કે તમે આ આહાર વાપરશે તે તમારે વિનાશ થશે. માટે જ્યાં નિર્જીવ ભૂમિ હોય અને જ્યાં એક પણ જીવની હિંસા ન થાય ત્યાં જઈને તમે આ આહાર પરડવી આવે. સંતને માસખમણનું પારણું છે. પિતે જાતે ગોચરી કરીને આવ્યા છે ને પરડવવા જવાની આજ્ઞા પણ પિતાને કરી. ગુરૂદેવની આજ્ઞા થતાં તપસ્વીને ખૂબ આનંદ થશે કે હું કે ભાગ્યશાળી છું કે ગુરૂ આજ્ઞા રૂપ આજે મને ભકિત મળી છે. પિતાને ભાગ્યશાળી માની રહેલ મુનિ હવે શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - પવનકુમાર અને અંજના રતનપુર પહોંચી ગયા. અંજનાની સાથે એક વસંતમાલા સખી હતી. પ્રદ્યા રાજાએ પુત્રવધૂ અંજનાને સાત માળને ભવ્ય મહેલ આવાસ માટે અર્પણ કર્યો. મહેલ એ સુંદર કે જાણે સ્વર્ગલેકનું વિમાન ! અનેક દાસદાસીઓથી અને રાજકુળની વૃદ્ધાઓ, યૌવનાઓ અને બાળાઓની અવરજવરથી મહેલ ગાજી ઉઠશે. જેણે જેણે અંજનાને જોઈ તેણે તેણે અંજનાની પ્રશંસાના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy