SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૧૧૧ દરેક સમયે સમતાભાવ રાખે છે. તે એમ સમજે છે કે કોઇ મને ગાળ દે તે તેમાં મારુ શું ગયું? આ તે બધુ નામને છે ને? નામ કના યથી મળેલું શરીર અને મારે આત્મા અને અલગ ચીજ છે. નામના નાશ છે. મારે આત્મા અજર અમર છે. તા કોઇ ગાળ દે કે અપમાન કરે એમાં મારું શું જવાનુ છે! મને એની સાથે શું લાગેવળગે છે! વાદળા સાગરમાંથી વરાળ રૂપે ખારું પાણી ગ્રહણ કરે છે ને વરસાદ રૂપે મીઠું પાણી વરસાવે છે. તે સંસાર છેડી સંયમી બન્યા છીએ તે જગતના કડવા ઘૂંટડા પીને ઝેર પચાવીને અમૃત આપવું જોઇએ. તે હું સાચા મુનિ છું. આવી સમજણુ સાચા મુનિમાં હાય છે. આપણા જૈન શાસ્ત્રામાં આવા ગુણયુકત અને સહનશીલ મુનિના ઘણાં દાખલા છે. ધર્મરૂચી અણુગાર માસખમણને પારણે માસખમણુની તપશ્ચર્યા કરતા હતા. આપણે તપ કેમ નથી કરી શકતા? તેનું કારણ આપણને દેહને રાગ છૂટ નથી. દેહના રાગ છૂટે તે તપ કરી શકાય. જો તપ થાય તે સંથારાની તાલીમ લેવાય, અંતિમ સમયે સંથારા કરી શકાય. કોઇએ આઠ કે સેાળ ઉપવાસ ો ન હાય ને વિચાર કરે કે મારે સંથારા કરવા છે તે એને સથારા કરાવાય નહિ, કારણ કે પૂર્વ તપ કરીને તાલીમ લીધી નથી તે સંથારા કયારે સીઝે તે કઇ કહી શકાય નહિ. સંથારા કરીને વસમુ લાગે ત્યારે પરિણામ પલટાય તે આત્મલક્ષ ચૂકી જવાય આ ધર્મરૂચી અણુગારને માસખમણુ પૂર્ણ થયુ છે. પારણાને દ્વિવસ આવ્યે. દેહને ટકાવવા હાય તા એને ભાડું તે આપવું પડે ને! પાણ્ડાને દિવસે મુનિએ શું કર્યું :–“ વઢમં ોરિસિ સાયં, વીર સાળ શિયાયર, તથા મિલાયરિય।’’પહેલા પ્રહરે સ્વાધ્યાય કરી, ખીજા પ્રહરે ધ્યાન કર્યું, ત્રોજા પ્રહરે ગુરૂની આજ્ઞા લઇને ગૌચરી માટે નીકળ્યા. ધર્માંધાષ તણા શિષ્ય ધર્મરૂચી, કીડીઓની કરૂણા આણે રે, નિગ્રંથ મુનિઓ પ્રાણુ સાથે, છકાયની રક્ષા જાણે રે, એક માસખમણને પારણું, મુનિ ગૌચરી લેવા સંચર્યા, સ્વાધીનપણે ભિક્ષાર્થે જઇ, નાગેશ્રી દ્વારે જઇ રહ્યા – ઘર આંગણે ઉકરડા જાણી, કડવી તુંબી વહેરાવે રે. ધર્મઘાષ તણા.... મુનિને માસખમણુનુ પારણુ છે. ગુરૂની આજ્ઞા લઇને ગૌચરી લેવા નીકળ્યા. પાત્ર એક જ લીધું છે. જે કંઇ આહાર મળશે તે એક જ પાત્રમાં લાવીશ ને મારી ક્ષુધા શમાવીશ. એ એક જ પાત્રમાં ગૌચરી કાણુ લાવે ? જેણે રસેન્દ્રિય ઉપર વિજય મેળવ્યેા હૈાય તે. આજે તે એક ઉપવાસ કર્યા હાય ને સવારે જો રાખડી ને મગ ન અનાવ્યા હાય તા ધમપછાડા કરી ને? જેમણે રસેન્દ્રિય ઉપર વિજય મેળવ્યેા છે તેવા વિજેતા મુનિ ફરતા ફરતા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy