SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર સાચા માતાપિતા નહિ, કારણ કે એમને સ્નેહ અને સંરક્ષણ વધુમાં વધુ આ જીવનના અંત સુધી. તેમાં પણ એમને સ્વાર્થ ભંગાતે હોય તે આ જીવનમાં પણ સ્નેહ છોડી દે ને? ગમે તેવી માંદગીના બિછાને પડયા હોય તે શું એ વેદના ટાળી શકવાના છે? નહિ. ધર્મ આપણને એવું બળ આપે છે કે જેના આધારે અંતરની હાયવોય અટકી જાય. આ રીતે માતાએ અંજનાને ખૂબ શિખામણ આપી. હવે પવનને શું ભલામણ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૨ અષાઢ વદ ૧૩ ને સેમવાર તા. ૪-૮-૭૫ અનંત કરૂણાના સાગર પ્રભુના મુખમાંથી નીકળેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણી વરસાદ જેવી છે. જ્યારે આ પૃથ્વી ઉપર વરસાદ વરસે છે ત્યારે અનેક પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિઓ ઉત્પન્ન થાય છે તેમ ભગવાનની અમી. રસધારા સમાન વાણી વરસવાથી આપણે આત્માના અનંતકાળના કમરૂપી રોગને કાઢનારી અનેક ઔષધિઓ પ્રગટ થાય છે. કર્મોને ખપાવવા માટે સંવર અને નિર્જરરૂપી અનેક ઔષધિઓ ભગવાન આપણને બતાવે છે. આ ઔષધિ આપણું કર્મરેગને નાબૂદ કરે છે. કર્મના રોગને નાશ કરવા માટેનું અમોઘ ઔષધ જિનેશ્વર ભગવંતની વાણીમાંથી પ્રાપ્ત થાય છે. આ કમરેગને કાઢવાની ઔષધિ મળ્યા પછી ભાવોગને નાબૂદ કરતાં વાર લાગતી નથી. આવી અમૂલ્ય ઔષધિની જડીબુટ્ટી બતાવનાર મહાન પુરૂષને આપણા ઉપર કેટલે અસીમ ને અનંત ઉપકાર છે. બંધુઓ! વરસાદ વરસે છે ત્યારે દરેકને આનંદ થાય છે. વરસાદ વરસે એટલે તમને એમ થાય કે જાણે ધાન્ય વરસ્યું. જ્યારે ભગવાનની વાણી વરસે છે ત્યારે જ્ઞાની પુરૂષને એમ લાગે કે જાણે સુખને વરસાદ વરસે છે. કારણ કે જેમ વરસાદ ધાન્ય ઉપજવામાં અસાધારણ હોવાથી ફેંકો કારણમાં કાર્યને ઉપચાર કરી વરસાદને ધાન્ય વરસે છે એમ કહે છે. તેમ ભગવાનની વાણી આલકમાં અને પરલોકમાં સુખનું કારણ હોવાથી તે સુખ વરસે છે એમ કહેવાય છે. તે સિવાય બીજી વાત એ છે કે વીતરાગવાણીનું શ્રવણ આત્માને આલ્હાદકારી બને છે. આત્માથી જીવને છ છ મહિના સુધી વગર ખાધે પીધે એકધારી વાણી શ્રવણ કરવા કદાચ મળે છતાં તેને તૃપ્તિ ના થાય. જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતે આરામને હરામ કરી, શ્રમને શૈણ બનાવી ખેતીમાં ખૂબ પ્રયત્નશીલ બને છે તેમ ભગવાનની વાણું વરસે છે ત્યારે લઘુકમી આત્માઓ વૈરાગી બની આ સંસારના નશ્વર અને દુખદાયી સુખેને ત્યાગ કરી અનંત સુખના jજરૂપ સંયમ માર્ગે પ્રયાણ કરે છે અને ખૂબ સુંદર ચારિત્ર પાબી, ખુબ પુરૂષાર્થ કરી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy