SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર • ૭૪ જેણે સંસારનો ત્યાગ કર્યો, સંસારની વસ્તુ વમી નાંખી. હવે તેના મનમાં કે તનમાં પરિગ્રહની મમતા સહેજ પણ ના હોવી જોઈએ “gોટું ના મે જોç મહ્મસ લક્ષ્ય ” એવા સૂત્રનું ચિંતન કરનારા સંતે એમ વિચારે કે આ જગતના બધા પિગલિક સબંધે મારા આત્માથી પર છે. આવું ચિંતન હમેંશા કરનારા ગુરૂઓના મનના એ જ ભાવ હોય કે જલદી સે વોનું કલ્યાણ કેમ થાય! પારસમણિને લેખંડ અડે અને તે લેખંડ સેનું ન થાય તે સાચે પારસમણિ નથી. તેમ આપણે ગુરૂ પાસે જઈએ અને પાપ માટે પશ્ચાતાપ ન થાય, આત્મા તરફ લક્ષ ન થાય તે સમજવું કે આપણે ખરી રીતે ગુરૂ પાસે ગયા નથી. કદાચ ગયા છીએ તે તેમના ગુણોને સ્પર્શ બરાબર આત્માએ કર્યો નથી. સાચા શિષ્ય એવા હોય કે ગુરૂના એકેક વાકયને અંતરમાં ઘૂટયા કરે. પણ આજે તે ઉપદેશ સસ્ત થઈ ગયું છે. શ્રેતા એવા હેવા જોઈએ કે જેમ કેરી ભૂમિ ઉપર વરસાદ પડે તે વખતે કેરી જમીન એક ટીપું પાણી પણ બહાર ન જવા દે. બધું પાણી બરાબર ચુસી લે તેવી રીતે રોતાજને પણ બ્લેટીંગ પેપર જેવા બનીને આવે ને ઉપદેશને બરાબર હદયમાં ધારીને જાય તે જીવનમાંથી ઘણું દુર્ગણે ઓછા થઈ જાય ને આત્મા પવિત્ર બને. ગૌતમ સ્વામી જેવા શિષ્ય અને આનંદ જેવા શ્રાવકે પ્રભુના એકેક વાક્યને હૃદયમાં ઘૂંટતા હતા. - સાચો શિષ્ય કેને કહેવાય? જે ગુરૂને સાચે ભક્ત હોય છે. ગુરૂ શિષ્યના કલ્યાણની ચિંતા કરે ને શિષ્ય કલ્યાણ કરવાની આશાથી ગુરૂ પાસે આવે છે, ગુરૂ પાસે સંસારના સુખ મેળવવાની આશાથી આવવાનું નથી. સટ્ટાના આંકડા આપનાર કે સંસારના સુખ માટે હાથ જોઈ આપનારા ગુરૂ એ ગુરૂ નથી. તે પાપભ્રમણ છે. ગુરૂ પાસે તે આત્માની શાંતિ માટે આવવાનું છે. મહારાજા શ્રેણીક શરીરની શાંતિ માટે આવ્યા છે. પણ ત્યાગી સંતને જોતાં તેમના આત્મામાં મંથન થવા લાગ્યું. અલૌકિક શીતળતા લાગવા માંડી. હજુ મુનિએ તેમના સામી દષ્ટિ પણ કરી નથી. એક શબ્દ પણ બેલ્યા નથી, છતાં કે પ્રભાવ પડે! અહીં અનાથી મુનિ ગુરૂ છે ને શ્રેણીક રાજા તેમના શિષ્ય બનશે. જ્યારે એકબીજા સાથે વાર્તાલાપ થશે ત્યારે કેવી મઝા આવશે તે વાત આગળ આવશે. આવા ગુરૂ શિષ્યની જેડી પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબની હતી. એવા પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની આજે નિર્માણ કરેલી પુણ્યતિથિ છે. જૈન ધર્મના મહાન તિર્ધર પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતના વતની હતા. તે ગુરૂદેવને અમારા ઉપર મહાન ઉપકાર છે. તેમના પિતાશ્રીનું નામ અવલસંગભાઈને માતાનું નામ રેવાકુંવર બહેન હતું. પિતે રાજપૂત જ્ઞાતિના હતા. તેમના
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy