________________
શારદા સાગર
૯૭૩
પણ ભોગના કીડા બનાવવા ચાહત હતું. અજ્ઞાનતાને કારણે આપને અપરાધ કર્યો છે. માટે મારે અપરાધ માફ કરે. આ રીતે રાજાએ અનાથી મુનિની પાસે પિતાના અપરાધની ક્ષમા માંગી. ત્યાર બાદ શું કર્યું – “gવં નિત્તા સ રાયસીહો” રાજસિંહ શ્રેણીકના હૃદયમાં મુનિસિંહ એવા અનાથી મુનિ પ્રત્યે પરમભકિત જાગૃત થઈ. અને પરમભકિત જાગૃત થવાથી તેમણે શું કર્યું? તે માટે ગાથામાં કહ્યું છે કે પોતાની રાણુઓ, બાંધવે, કર્મચારીઓ વિગેરે રાજસંપદા સહિત મુનિની પાસે આવી ક્ષમા પ્રાર્થના કરી અને ધર્મના અનુરાગી થયા.
બંધુઓ! આ ગાથામાં રાજા શ્રેણીકને અને અનાથી મુનિને બંનેને સિંહની ઉપમા આપી છે. સિંહ તે તિર્યંચ પ્રાણી છે છતાં રાજાને અને મુનિને બંનેને શાસ્ત્રકારે સિંહની ઉપમા આપી છે. તે સિંહમાં એવી કઈ વિશેષતા છે? પશુઓ ઘણું છે છતાં સિંહની ઉપમા કેમ આપી? શ્વાનની કેમ ન આપી? સિંહ અને શ્વાનમાં શું અંતર છે? તે પણ વિચારવાનું છે. ઘણી વખત શ્વાન (કૂતરા) પણ દેખાવમાં સિંહ જેવા દેખાતા હોય છે. તેના વાળ, દાંત અને પૂંછડી બધું સિંહ જેવું હોય છે. આ રીતે કૂતરે દેખાવમાં સિંહ જેવો હોવા છતાં શું કૂતરો સિંહ બની શકે ખરો? ના. કૂતરો જ્યાં સુધી ન ભણે ત્યાં સુધી ભલે સિંહ જેવો લાગે પણ ભસે ત્યારે સિંહ જેવી ગર્જના થાય ખરી? એ ભસે ત્યારે આ કૂતરે જ છે તેવી ખાત્રી થયા વિના રહેતી નથી. કૂતરા બાહ્ય દેખાવથી સિંહ જે લાગે પણ તેના ભસવા ઉપરથી તે સિંહ છે કે કૂતરે તેની ખબર પડી જાય છે. તેમ બાહ્ય વેશથી કઈ સાધુ બની ગયો હોય પણ તેના બોલવા ચાલવા ઉપરથી આ સનાથ છે કે અનાથ તેની ખાત્રી થયા વિના રહેતી નથી.
આ રીતે સિંહ અને કૂતરામાં તેના બોલવામાં અંતર છે ને બીજી રીતે વિચારીએ તે કૂતરાને કઈ લાકડી કે પથ્થર મારે છે ત્યારે તે લાકડી કે પથ્થરને પકડવા દોડે છે ને તેને બટકા ભરે છે. પણ મારનારને પકડતું નથી. પણ સિંહ લાકડી કે પથ્થરને પકડવા દેતું નથી. પણ મારનારને પકડવા દેડે છે. આ રીતે ઘણાં માણસો સંસારમાં સ્થાન જેવી પ્રકૃતિના હોય છે ને ઘણાં સિંહ જેવી પ્રકૃતિના હોય છે. સિંહ જેવી પ્રકૃતિવાળા માણસને કઈ ગાળે દે કે પથ્થર મારે છે તે તે ગાળે કે પથ્થરના મારને ન જોતાં ગાળો કે માર ઉત્પન્ન કયાંથી થયા તે જુવે છે. જે દુઃખ આવ્યું છે તે પેદા કયાંથી થયું તે દેખે છે. જેમ કે ગજસુકુમારના મસ્તક પર અંગારા મૂક્યા ત્યારે તેમણે સિંહ જેવી વૃત્તિ કેળવી કે અહો! મારા મસ્તકે અંગારા મૂકનાર તે મારે પિતાને આત્મા છે. સોમિલ તે માત્ર નિમિત્ત છે. આ રીતે રાજાને અને મુનિને અહીં જે સિંહ કહ્યા છે તેનું કારણ એ છે કે બંને સિંહ જેવી વૃત્તિવાળા હતા.
રાજા શ્રેણીક પરિવાર સહિત અનાથી મુનિને વંદન કરવા ગયા. તેનું કારણ એ