________________
શારદા સાગર
૯૬૧
અને અનાથતાનું ભાન કરાવ્યું. શ્રેણીક રાજા સાધુ ન હતા. પણ આ સાધુપણાની વાત સાંભળીને દિલમાં ભાવ આવી જતાં કે હું આવા સાધુ બનીને ક્યારે સનાથ મનીશ? આવા પવિત્ર રાજા શ્રેણીકે દ્રવ્ય સાધુવેશ ન્હાતા પહેર્યાં પણ તેમની રગેરગમાં ચારિત્રની રમણતા હતી. એટલે તેમને ઉદ્દેશીને મુનિના માર્ગ સમજાવ્યે, ભગવત કહે છે કે
एवग्गदंते वि महातवोधणे, महासुणी महापइन्ने महायसे । महा नियण्ठिज्जमिणं महासुयं, से काहए महया वित्थरेणं ॥
ઉત્ત, સૂ. અ. ૨૦ ગાથા ૫૩ મહાનિથ એવા અનાથી મુનિએ લાંખા વિસ્તારપૂર્વક સાધુઓનું કલ્યાણ કરવા માટે શ્રેણીક રાજાને સાધુના આચારની કથા સંભળાવી હતી. એ અનાથી મુનિ કેવા હતા? “ સાવંતે” ઉગ્રદ્ગાન્ત હતા. અહીં ઉગ્રના અર્થ વીર પણ થાય છે. તે ક શત્રુઓને જીતવામાં અને ઇન્દ્રિઓનુ ક્રમન કરવામાં વીર હતા. મહા તપસ્વી, મહા પ્રજ્ઞાવાન અને મહાન યશસ્વી ર્હતા. જેમ કાઇ શૂરવીર મનુષ્ય શત્રુને જીતવા માટે શસ્ત્રાથી સજ્જ થઈને ઘરમાંથી બહાર નીકળે ત્યારે તેને કાઈ કહે કે પાછુ વાળીને જો તા ખરા, તારી સ્રી કેટલી રડે છે? તારા દીકરા તાવથી તરફડે છે. અને તું શું યુદ્ધમાં જવા ચાલી નીકળ્યેા છે? તે શું એ શૂરવીર ક્ષત્રિય પાછા ફરે ખરા ? સાચા શૂરવીર આવી વાતા સાંભળી કદી પાછા ફરે નહિ. પાછા ફરે તે નહિ પણ એના સામું પીઠ ફેરવીને જુએ પણ નહિ. તેના દિલમાં તે શત્રુ ઉપર વિજય મેળવવાની લગની હાય છે. વેદું વાતયામિ વા વા સાયામિ । કાં મરી જાઉં ને કાં શત્રુ ઉપર વિજય મેળવવાનું કા પૂરું કરું. તેમ સાચા સાધુએ પણ આવા શૂરવીર હાય છે. સાધુ દીક્ષા લઈને એવા વિચાર નથી કરતાં કે દીક્ષા તેા લઈ લીધી પણ હવે મારાથી પાલન નહિ થાય તે શું કરીશ? અગર દીક્ષા નહિ પાળી શકું તે સંસારમાં જવુ પડશે તે મારી આજીવિકા કેવી રીતે ચલાવીશ? એ માટે જાતિષ, જંત્ર, મંત્ર આદિ અહીં શીખી લઉં તે તેનાથી મારી આજીવિકા ચાલશે. આત્માથી સાધુએ કદી આવા વિચાર કરતા નથી. સાધુ કેવા ડાય? “નીવિય આસમરણ મયમુના। ” સાચા સાધુએ જીવવાની આશા કે મરણુના ભય રાખતા નથી. એ તે મેાતને મુઠ્ઠીમાં લઇને ફરે છે. તેઓ તે પોતાની સાધુતામાં મસ્ત રહી કશત્રુઓને જીતવામાં પ્રયત્નશીલ રહે છે. આ રીતે અનાથી મુનિ પાંચ ઇન્દ્રિઓ અને મનને જીતનાર હતા. આવા ઉગ્ર ઉત્તમ પુરૂષ ઇન્દ્રિઓને વશ થતા નથી. જે ઇન્દ્રિઓનું દમન કરે તે દાન્ત છે, અનાથી મુનિ ટ્ઠાન્ત હતા.
બંધુઓ! આવા સયમી મુનિએ સાચા ક્ષત્રિય હાય છે. ક્ષત્રિયને હાથની ઉપમા આપવામાં આવી છે. આપણા આખા શરીરને સ્પર્શ કરવાની જો શિકત હાય તે તે હાથમાં છે. ખીજું એક પણ અંગ આખા શરીરને સ્પર્શ કરી શકશે નહિ. આખા