SearchBrowseAboutContactDonate
Page Preview
Page 920
Loading...
Download File
Download File
Page Text
________________ ad ચારા શુધ દાખલ થતી નથી. તે એની ભાષામાં ચલાને કહી રહી છે. એ બચ્ચાને બહાર કાઢો. પછી હું અંદર આવુ'. છેવટના પરિણામે ચકલાએ અને બચ્ચાને બહાર ફેંકી દીધા, ત્યારે ચકલી અંદર દાખલ થઈ. ખસ, નાથ.! મારે આપને એ જ કહેવુ છે કે જોજો હાં, મારા ખાળકની આ દશા ન થાય ! આટલું કહેતાં તેની આંખમાંથી દડદડ આંસુ પડ્યા. તેમજ પતિ પણ ચેાધારે આંસુએ રડતા ખેલ્યો. તને સારુ જ થઈ જશે. તુ શા માટે આમ ખેલે છે? પત્ની પેાતાના ખાખા તરફ્ દષ્ટિ કરીને ખેલી-ખાખા ! હું હવે જાઉ છું. તારા પપ્પાની આજ્ઞાનું પાલન કરજે. કદાચ તારા પપ્પા મારા ગયા પછી બીજી પરણે તા તું તેના પ્રત્યે મમ્મીના પ્રેમ રાખજે અને કયારે પણ તારા પપ્પા ભાન ભૂલે ત્યારે ચકલા– ચકલીનુ દૃષ્ટાંત આપજે. આ સમયે એની સખી પણ ત્યાં બેઠેલી હતી. એ પશુ અંતિમના ઉદૂંગારા સાંભળી રડી પડી. છેલ્લે આવજો નાથ, કહેતા શાન્તાદેવીના આત્માએ દેહમ દિમાંથી વિદાય લીધી. સમય પલટાતા ભાન ભૂલેલા શેઠ : પત્નીના જવાથી ચીમનલાલ શેઠને ખૂબ માત્રાત લાગ્યું. મા પણુ ખૂબ રડે છે. સૌ આશ્વાસન આપે છે. એ વર્ષોં વીતી ગયા. પછી સૌના કહેવાથી શેઠ કરીને લગ્ન કરે છે. તે કન્યાનું નામ સ્નેહલ હતુ. તે ખૂબ રૂપાળી અને દેખાવડી હતી પણ જેટલી બહારથી રૂપવંતી હતી તેટલી સ્વભાવથી રૂપવતી નહાતી. ખસ, તેના જીવનમાં તે પક, પાવડર અને શણગાર સજવા એ જ જીવનનુ ધ્યેય હતુ. તેમાં જ પોતાના સમય પસાર કરતી હતી. આ બધુ જોતાં ચીમનલાલ શેઠને કયારે પણ વિચાર ન થયા કે નવી મામાની ખખર લે છે કે નહિ ? નવીના જ્યારથી પગલા થયા ત્યારથી શેઠ સ્વચ્છતા, સાદાઈ, બધું પરવારી ગયા હતા, અને પત્નીના રૂપ પાછળ પાગલ બની પેઢીનુ કામ સંભાળવામાં પણ મંદતા આવી. સ્કૂલેથી ઈન્દ્રકુમાર ઘેર આવે ત્યારે તેના પિતા ક્યારે કયારે પાસે બેસાડે ને ખેલાવે. આથી નવીના મનમાં થયું કે આ કરા આવે ત્યારે મારા રંગમાં ભંગ પડે છે, ત્યારેથી તે તેની આંખમાં ખૂંચવા લાગ્યા. વગર વાંકે તે પુત્રને મારે, ખાવાપીવા ન આપે અને પાછી પતિ પાસે ખાટી ખાટી ફરિયાદ કરે. તેના હૈયામાં પડેલા દ્વેષના તણખાએ એ ભાન પણ ભૂલાવી દીધું કે પતિના પુત્ર તે મારા જ પુત્ર છે. સ્વાથમાં પડેલીએ પુત્રને દુઃખ દેવાનું પૂરેપૂરું શરૂ કરી દીધું. ખરેખર, નમાયા ખાળકની કેવી દશા હોય છે! પતિને આટલું ચઢાવ્યાથી પત્યું નહિ એટલે કહેવા લાગી કે જાણે તમારા પુત્ર રાજકુમાર ન હોય ! તમે કોઈ દિવસ એને કંઈ કહેા છે. ખરા ? મેઢે ચઢાવવામાં ખાકી રાખ્યું નથી. હું તે હુી કહીને થાકી પણ તમારી અહજાદા મારુ કંઈ સાંભળતા નથી. રાજ ને રોજ કાન ભંભેરવાથી કહેવત અનુસાર ફેરવ્યા પૃથ્થર્ ક્રૂ' તે રીતે શેઠના મન ઉપર પણ શેઠાણીની વાતની અસર થઈ. તેના પરિણામે પ્રેમ અને વાત્સલ્યના ઝરણાં સુકાઈ ગયા, અને ક્રોધની જવાળાઓ વરસવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy