________________
શારા મન
ખ્યાખ્યાન ન ૧૧૩
કારતક સુદ પુનમ ને શુક્રવાર
તા. ૨૫-૧૧-૭૭
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, અનંત દર્શની એવા વીતરાગ ભગવતેએ પિતાના સમ્યક પુરૂષાર્થ દ્વારા આંતર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તેમને વિજય એ વિશિષ્ટ પ્રકારને વિજય છે. દરેક વ્યક્તિ વિજયને ઈચ્છે છે. જગતમાં કેઈએ આત્મા નહિ હોય કે જે વિજયને ચાહત ન હોય! દરેક આત્મા પોતાના ક્ષેત્રમાં વિજય ઈચ્છે છે, અને વિજય પ્રાપ્ત કર્યા બાદ દિલમાં ગૌરવ અને આનંદ અનુભવે છે. રાજા મહારાજાએ બીજા રાજ્ય પર વિજય પ્રાપ્ત કરવાની ભાવનાથી મોટા મોટા યુદ્ધો ખેલે છે, અને તેમાં મહાન પુરૂષાર્થ કર્યો તેમ માને છે. કેટલાક ધનવાને પોતાની પાસે ખૂબ ધન હોવા છતાં ધનવાન આલમમાં વિજય પ્રાપ્ત કરી સૌથી પ્રથમ સ્થાન મેળવવા ઈરછે છે.
આત્મ વિજય તે સાચે વિજય -જ્ઞાની પુરૂષે કહે છે કે આ બાહ્ય વિજય મેળવતાં પહેલાં મહાન પુરૂષના જીવન સામે દષ્ટિ કરવાની જરૂર છે. જેમણે જ્ઞાન છે અને પુરૂષાર્થ દ્વારા અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે, તેમણે આ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા શા માટે પ્રયત્નો કર્યા? જે ક્ષેત્રમાં ભૌતિક વિજ્ય મેળવવા દુનિયાને માટે ભાગ પ્રવૃત્તિ કરે છે, તે ક્ષેત્રે તે મહાન પુરૂષને કેમ આકર્ષ નહિ? તે સમજતા હતા કે તે વિજય સાચે છે કે જે વિજયની પાછળ પશજ્ય થવાની સંભાવના ન હોય. સિકંદર આખા વિશ્વને સમ્રાટ બનવાની ભાવનાથી નીકળે. કેટલાય દેશ ઉપર વિજય મેળવ્યું અને ઘણું દેશે બાકી રહ્યા ત્યાં તે તે મૃત્યુથી પરાજ્ય પામે. અને તેની વિજય મેળવવાની કામના અધૂરી રહી ગઈ. નેપોલિયન બોનાપાર્ટ દુનિયાને વિજય કરતે કરતો આફ્રિકા પહોંચે પણ જંગબારના એક પરાયે તેના અનેક વિજયોને વિનાશ કર્યો. મહાન યોદ્ધ હીટલર વિશ્વયુદ્ધમાં એક વાર હાર્યો તેના કારણે તેના બધા વિજય નિષ્ફળ ગયા. પિતાની સત્તાથી કે નથી કોઈને દબાવવા તે કંઈ સાચે વિજય નથી. આજે ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે કેઈ સાસુ વહુને દબાવે તે કઈ વહુ સાસુ સસરાને દબાવે, પુત્ર પિતાને દબાવે અને તેમાં પિતાને વિજ્ય માટે પણ આ બધા વિજયોને પરાજયમાં પલટાતા વાર ન લાગે પણ તીર્થ કરે અને કેવળી ભગવંતેએ કરેલા આમવિજયને કઈ પરાજયમાં પલટાવી શકે નહિ, પરંતુ આજે જગતના માનવીની દેટ અવળી છે. તે જડ પદાર્થો ઉપર વિજય મેળવી મહાન બનવા માગે છે પણ જ્ઞાની કહે છે કે જડ વસ્તુ કદી કેદની થઈ નથી, વર્તમાનમાં થતી નથી ને ભવિષ્યમાં પણ થશે નહિ, જડ વસ્તુ કેઈ સહારે આપી શકે નહિં. સંપત્તિ, ધનવૈભવ, મહેલ-મહેલાતે