SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ટ ચાતુર્માસની પૂર્ણાહૂતિને દિવસ છે, અને આપણે અધિકાર પણ પૂરે થશે. હવે થોડી વાર પાંડવ ચરિત્ર લઈ એ. ચરિત્ર:-શ્રીકૃષ્ણ દ્રપદ રાજાના એક ચતુર દૂતને બેલાવીને પત્ર લખી આપી તેને દુર્યોધન પાસે મોકલ્યા. દૂત ચાલતે ચલતે હસ્તિનાપુરમાં આવ્યું. અભિમન્યુના જન્મ મહોત્સવ વખતે મણીચૂડ વિદ્યારે જે સભા બનાવી હતી તે સભામાં દુર્યોધન રાજા રનજડિત સિંહાસન ઉપર બેઠા હતા. સભામાં ભીષ્મપિતા, દ્રોણાચાર્ય, કર્ણ, વિકણું, ભગદત્ત, સુશર્મા, શકુની, શિશુપાલ, ભુરિશ્રવા, દુશાસન, વિગેરે ભાઈઓ તથા લમણુ વગેરે પુત્રથી સભા ઠઠ ભરાઈ હતી. આ સભા ઈન્દ્રની જેમ શોભતી હતી. નાટક, સંગીત વિગેરે કાર્યક્રમ ચાલતું હતું. આ સમયે પુરોહિત દૂતે સભામાં પ્રવેશ કર્યો. આવીને દુર્યોધન રાજાને નમન કરીને દુર્યોધન સહિત સર્વ સભાજનોને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી કૃષ્ણને પત્ર આપે. પત્ર વાંચીને દુર્યોધનનું મેટું કાળુધબ થઈ ગયું. કારણ કે આખું રાજ્ય પચાવીને બેઠો છે. હવે ભાગ આપ ગમતું નથી. દૂતે કહ્યું- હે દુર્યોધન રાજા ! શ્રીકૃષ્ણનો સંદેશ છે કે પાંડેએ તમારા કહ્યા મુજબ બાર વર્ષ વનમાં પ્રગટપણે અને એક વર્ષ ગુપ્તપણે પસાર કર્યા. તેમણે તેમનું વચન બરાબર પાળ્યું છે તે તમે પણ તમારું વચન બરાબર પાળે. હવે તમે પાંડને બેલાવીને તેમનું રાજ્ય પાછું આપી દે. જો તમે તમારા ભાઈઓને ? રાજ્ય આપશે તે પરસ્પર પ્રેમ વધશે અને નહિ આપે તે ભાઈ ભાઈ વચ્ચે ભયંકર યુદ્ધ : થશે. ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ-કલેશ કરે તે સારું નથી. જોકે પણ તમારી હાંસી કરશે બીજી વાત એ છે કે પાંડ મહાબળવાન છે. તમે એમની સામે ટકી શકશે નહિ. તમને તે જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે. તેના કરતાં સમજીને તમે યુધિષ્ઠિરને રાજ્ય આપો. જો તમે રાજ્ય નહિ આપે તે યુધિષ્ઠિર યુદ્ધ કરશે ને તમારું રાજ્ય જીતીને લઈ લેશે. તે વખતે તમે કાં તે યુદ્ધમાં મરી જશે અથવા કાં તે તેમની માફક વનવાસ જવું પડશે. તેમને શ્રીકૃષ્ણ જેવા સમર્થ સહાયક છે. તે સિવાય બીજા ઘણાં રાજાઓ તેમની સહાયમાં છે. તમે એમ ન માનશે કે પાંડવો એકલા છે. તેમનું કેઈ નથી. આ શબ્દો દુર્યોધનને હાડોહાડ લાગી ગયા. એ ક્રોધથી પ્રજળી ઉઠયો ને તાડૂકીને બે. હે દૂત ! પાંડ કૃષ્ણના બળ ઉપર કૂદી રહ્યા છે પણ એ કૃષ્ણ મારી આગળ શું વિસાતમાં ! કૃષ્ણ તે ગોવાળીયાને ઘેર મોટો થયે છે ને મટકી ફોડીને દહીં ચેરી ચેરીને ખાતા હતા એ કે બીજે ? એને ગાયના પૂંછડા આમળતાં આવડે છે કે બીજું કંઈ? એ ગોવાળીયે ભેળી ગોવાલણોને ધમકાવી દૂધ, દહીં અને માખણ ખાઈ જતો હતો, એ ગેવાળીયે રાજકાર્યમાં શું સમજે ? શેવાળીયાને ઘેર ઉછરીને કંસને વિના વાંકે મારી નાંખીને અભિમાનથી કુલાઈને ફરે છે પણ મારી સામે આવે છે એનું માથું ફોડી નાંખ્યું, અને પાંડેની પણ મારી સામે શું તાકાત છે? મારા બાહુબળના આધારે રહેલી પૃથ્વીને કણ ઉપાડી શકનાર શા–૧૦૯
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy