SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન એટલે મને થયું કે ગમે કે ન ગમે એટલે હું બેલડી ન હતી નવી એ ઈંતેજારીથી પૂછયું કે બહેન ! કહેને શું કરું? ત્યારે કહે છે એ તે એક મામૂલી કામ છે. જે એક જાડો દળદાર ગરમ ગરમ રોટલે બનાવીને બાબાના માથે બાંધી દેવાના. તે બધા ગુમડા મટી જશે. જે તારી રજા હોય તે હું ઈલાજ કરું. નવીના દિલમાં કંઈ કૂડ કપટ ન હતું એટલે તેણે કહ્યું-બહેન! બાબાને સારું થાય તેમ કરે. જૂની ખૂબ હરખાઈ ગઈ. બસ, આજે મારી ઈચ્છા સફળ કરવાને સોનેરી સમય આવ્યો છે. તે બરાબર લાભ ઉઠાવી લઉં. આ વિચાર કરીને હર્ષથી નાચી રહી છે, અહાહા....અજ્ઞાની જીવ પાપકર્મ બાંધતાં કેટલે હરખાય છે પણ તે સમયે એને ખબર નથી પડતી કે આવા કર્મ કરીને હું કયાં જઈશ? મારે તેનાં ફળ કેવી રીતે ભોગવવા પડશે? બાબાની માતા કંઈક કામ કરવા ગઈ એ તકનો લાભ લઈને જૂનીએ જાડે દળદાર ઓટલે બનાવીને એકદમ ગરમ ગરમ છોકરાના માથા ઉપર મૂકીને તેના ઉપર એક કપડું બાંધી દીધું એટલે ટલે ખસી ન જાય. છોકરાના માથામાં ગુમડાની અસહ્ય પીડા થતી હતી તેમાં ગરમ ફદફદતે જાડો રોટલે બાંધ્યા. પછી શું બાકી રહે? બાળકને ખૂબ વેદના થવાથી રડવા લાગ્યા, ચીસાચીસ કરી પણ એ નિર્દય એરમાન માતાને તેની દયા ન આવી. કુમળું કુલ જેવું બાળક કેટલું સહન કરી શકે ! અસહા ગરમીથી છોકરાની ખોપરી બફાઈ ગઈ અને બાળકનું જીવન સમાપ્ત થઈ ગયું. બાળક મરી જવાથી જૂનીના રોમેરોમમાં આનંદ થયો. જાણે એને દુનિયાનું રાજય મળી ગયું! પિતાની શકયને પિતાના જેવી પુત્ર રહિત બનાવીને સુખેથી રહેવા લાગી. આ વાત સિધ્ધાંતમાં નથી, ગ્રંથકારની વાત છે. ગ્રંથકાર લખે છે કે બાળકના માથે ગરમ રોટલે બાંધી તેને મારીને સ્ત્રીએ અત્યંત આનંદ માન્ય હતો. તેથી તેણે ત્યાં નિકાચીત કર્મ બાંધ્યું, અને હજારે જન્મ-જન્માંતરની ઘાટીઓને પાર કરતી તે સ્ત્રી દેવકી માતાની કુક્ષીમાં ગજસુકુમાલપણે ઉત્પન્ન થઈ અને જે બાળકના માથે ગરમ ગરમ રોટલે બાંધ્યા હતા તે પણ જન્માંતર કરતાં તેજ નગરીમાં સેલિબ્રાહ્મણપણે ઉત્પન્ન થયે. રાજકુમાર ગજસુકુમાલ સંયમ લઈને મહાકાલ શ્મશાનમાં ધ્યાન લગાવીને ઉભા રહ્યા હતાં ત્યારે ત્યાંથી જતાં મિલ બ્રાહ્મણે આ મુનિને જોયાં, એટલે પૂર્વભવનું વૈર જાગૃત થતાં મુનિને જોઈને તે કોધથી ધમધમી ઉઠે. આંખે લાલચોળ થઈ ગઈ ને તેના રોમેરોમમાં શ્રેષાનલ પ્રજળી ઉઠશે. છેવટે વૈરને બદલે લેવા માટે તેણે ગજસુકુમાલ અણગારના માથે માટીની પાળ બનાવી તેમાં ધગધગતા લાલચેળ અંગારા મૂકીને ચાલ્યો ગયો. ' કમ ગ્રંથકાર લખે છે કે નવાણું લાખ ભવ પહેલાં ગજસુકુમાલના જીવે સેમિલ બ્રાહાણના જીવન માથા ઉપર ગરમ ગરમ રોટલે બાંધીને મારી નાંખ્યો હતે. તે બાંધેલા વૈરના કારણે ગજસુકુમાલ મુનિના માથે અંગારા મૂકાયા ને અસહય વેદના
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy