SearchBrowseAboutContactDonate
Page Preview
Page 893
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન દાવમાં આ મલ્લને મારી નાંખ્યું તેમ છું, પણ જે તરત મારી નાખું તે અટલા બધા માણસો અહીંયા જોવા આવ્યા છે તેમને મઝા ન આવે. એટલે જાણને પિતે હાર જીતના દાવ થવા દીધા. વલ્લભની જીત થાય ત્યાં લેકે તાળીઓ વગાડતા અને વલ્લભને જયજયકાર બેલાવતાં. લોકેને જેવાને બરાબર રંગ જામે એટલે ભીમે લાગ જોઈને વૃષકર્પરને ઉંચકીને જમીન ઉપર પછાડો છાતી ઉપર ચઢી બેઠો. તરત જ મલ્લના પ્રાણ ઉડી ગયા. સભામાં ભીમને જયજયકાર બેલા. એને વિજય થવાથી આખી નગરીના લોકેને આનંદ થયે. સૌ એકી અવાજે બોલવા લાગ્યા કે આ વલ્લભ જેવો માણસ આપણી નગરીમાં હશે તે ગરીનું રક્ષણ થશે. સૌ તેને ધન્યવાદ આપવા લાગ્યા પણ રાજાનું મુખ પડી ગયું. ત્યાં રાણીને ખબર પડી કે વલ્લભની જીત થઈ એટલે તે રાજાની પાસે આવીને કહેવા લાગી કે નાથ ! આ વલભ તે જીવતો રહ્યો. રાણી આગળ બેલવા જાય ત્યાં રાજાએ મેઢ હાથ દઈને કહ્યું કે હે રાણી ! હમણું મૌન રહે. તમારી વાત જે આ વલ્લભ સાંભળી જશે તે આપણાં બાર વાગી જશે. અત્યારે આખું નગર બે મેઢે વલ્લભનાં વખાણ કરે છે, અને આપણે તેની વિરૂધ્ધ બેલી એ તો આપણને પ્રજા ક્યાંય ઉડાડી મૂકે. આ તરફ ભીમને વિજય થવાથી યુધિષ્ઠિર, અર્જુન દરેકને ખૂબ આનંદ થયે, અને દ્રૌપદીનું હૈયું તે થનથન નાચવા લાગ્યું. મારા પતિને વિજય થયો. સત્યને જય થયે. રાણી રડે છે ત્યારે રાજા સમજાવે છે કે વલ્લભ કઈ દૈવિક પવિત્ર પુરૂષ છે અને તારા ભાઈએ ગુનેગાર હતા. માટે તેના સામું થવું તે મોતને ભેટવા બરાબર છે. રાજાની વાત સાંભળી રાણી શાંત થઈ. બીજી તરફ દુર્યોધનને ખબર પડી કે મારા મહામલ્લ વૃષકર્પરને વિરાટ નગરના મચ્છ રાજાના રસેઇયાએ મારી નાંખ્યા. આ વૃષકર્પર મલ્લને દુર્યોધને પાંડવોની તપાસ કરવા મોકલ્યો હતો. કારણ કે પાંડવોને બાર વર્ષ પૂરા થયા છે અને તેરમું વર્ષ ગુપ્તપણે રહેવાનું છે તે તેઓ જીવતા છે કે નહિ? દુર્યોધન તે તપાસ કરાવતું હતું. તેમાં ખબર પડી કે વૃષકર્પરને મારી નાંખે છે એટલે તેણે કહ્યું, દુઃશાસન શકુનિ, દ્રોણ, ભીષ્મપિતા વિગેરેને બોલાવીને કહ્યું કે પાંડને વિનાશ કરવા માટે મેં કેટલા પ્રયત્ન કર્યા પણ તે મર્યા નહિ. જુઓ, મેં તેમને મારવા માટે લાખને મહેલ બનાવ્યા તે બન્યા નહિ પણ પુરેચન બળી ગયો. જંગલમાં તેમને મારવા ગયે ત્યાં હું સફળ ન થયું. ત્રીજી વખત પાંડવોને મારવા કૃત્યો રાક્ષસીને મેકલી ત્યારે કૃત્યાએ તે સુરોચનને મારી નાખે, અને આ તેરમા વર્ષે ગુપ્ત વેશે રહેતાં તેમની શોધ કરવા વૃષકર્પરને એક ત્યારે તે પણ મરણને શરણ થયા. માટે મને તે લાગે છે કે વૃષકર્પરને ભીમ સિવાય બીજે કંઈ મારી શકે નહિ. નક્કી વૃષકર્પરને મારવાવાળે ભીમ છે માટે નક્કી પાંડવ ગુપ્ત રીતે વિરાટ નગરીમાં રહેતા હોવા જોઈએ.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy