________________
શારદા દર્શન
૮૪૧
દેવાનુપ્રિયે! વિચાર કરે. આમાં આત્માને સાર શું કાઢય? જીવને હજુ સમયની કિંમત સમજાણી નથી. જે દુકાન ખોલતાં જરા મોડું થાય તો કુને વ્યાકુળ થઈ જાય. અરે, ઘરમાં બધા પર ગુસ્સો આવી જાય પણ જે ઉપાશ્રયે વીતરાગવાણી સાંભળવા આવતાં મોડું થાય તે કંઈ થાય ખરું? ના. તમારે બહારગામ જેવું છે, ટિકિટ રીઝવર્ડ કરાવી છે છતાં ત્યાં ગાડી ઉપડવાના ટાઈમ પહેલાં પહોંચી જાય છે ને ? શા માટે? જે મોડા પડીએ ને ગાડી ઉપડી જાય તે ટિકિટ રીઝવર્ડ કરાવેલી હોય તે પણ નકામી થઈ જાય. ત્યાં સમયની કેટલી કિંમત છે ! અહીં વ્યાખ્યાન સાંભળવા આવતાં મોડું થાય તે પણ હૈયામાં શાંતિ હોય. જરા પણ ઉચાટ ન હેય. સંભળાયું એટલું ઠીક પણ ન સંભળાયું.......ચાલ્યું ગયું તેને દિલમાં જરા પણ અફસોસ થાય ખરો? “ના”. અહીં આવવામાં જીવને જોઈએ તેટલે રસ નથી. તેથી સમય પ્રમાદમાં વીતાવી દે છે. ભગવાન મહાવીરસ્વામી ગૌતમસ્વામીને વારંવાર કહેતાં હતાં. તમાં જામ મા પમાયા ! હે ગૌતમ એક સમય માત્રને પ્રમાદ ન કર. ભગવાને શું ગૌતમસ્વામીને જ કહ્યું છે? આપણને નથી કહ્યું? ગૌતમસ્વામી તે પ્રમાદ કરતા ન હતા છતાં ભગવાને તેમને કહ્યું તે આપણું પ્રમાદનું માપ જ કયાં છે !
અજ્ઞાનના કારણે જીવ પ્રમાદનું સેવન કરે છે. જેમ જેમ આત્મામાંથી અજ્ઞાનનું આવરણ ઓછું થતું જશે તેમ તેમ જીવને સમજાશે કે ધન, પુત્ર, પરિવાર, પત્ની આદિને . મારા માનીને તેમના સુખ માટે મારો અમૂલ્ય સમય ગુમાવી દઉં છું પણ આ જીવને સંસારમાં કઈ શરણભૂત નથી. નહિ સંપત્તિ, નહિ પરિવાર, નહિ બંગલા, નહિ કામિની કે નહિ કઈ પણ ચીજ. કંઈ જ શરણ નથી. સાચું શરણ છે વીતરાગને માર્ગ, પણ આત્મા અનાદિકાળથી અજ્ઞાનના કારણે અશરણને શરણ રૂપ માને છે. તેનું કારણ એ છે કે દષ્ટિમાં અજ્ઞાનનું આવરણ છે. જેવી રીતે આંખે ચશ્મા પહેર્યા છે પણ તે ચશ્માના ગ્લાસ જેવા કલરના હશે તેવું સામે દેખાશે. દા. ત. કાળે કલર હશે તે કાળું દેખાશે, શ્વેત હશે તે વેત દેખાશે. આમ દેખાવામાં ચશમાને દેષ નથી પણ લાસને દોષ છે, તેમ આપણી દષ્ટિને સુંદર બનાવવાની જરૂર છે. જે દષ્ટિ સુંદર બની જશે તો જીવન આપમેળે સુંદર બની જશે. દષ્ટિ ગુણગ્રાહી હશે તે હજાર અવગુણેમાંથી પણ તે ગુણને ગ્રહણ કરશે અને જે દષ્ટિ દોષગ્રાહી હશે તે હજારો ગુણે હેવા છતાં તે અવગુણને ગ્રહણ કરશે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે.
એક શેઠ-શેઠાણી હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ રમેશ હતું. રમેશ ૧૮ વર્ષ થયા બાદ શેઠાણીને બીજે દીકરો થયો. તેનું નામ મનીષ રાખ્યું. ચારે જણે એક વાર બહારગામ ગયા. રસ્તામાં રેલ્વે અકસ્માત થતા શેઠ શેઠાણી મરી ગયા. કુદરતને કરવું કે રમેશ અને બાર મહિનાને મનીષ બંને જીવતા રહી ગયા, શા.-૧૦૬