SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન અને બગાડે છે. અજ્ઞાનના કારણે જીવ પરિણામને વિચાર કર્યા વિના તે ભવસાગરની લાંબી મુસાફરીમાં ભટકે છે. અજ્ઞાનને દૂર કરવા માટે અને અતરમાં જ્ઞાન પ્રકાશ પાથરવા માટે વીતરાગ ભગવાનની પ્રેરણાદાયી વાણી આપણને મળી છે. બંધુઓ ! તમારા જીવનમાં તમે કેટલા અરમાનેના મિનારા ચયા હશે અને તે જમીનદોસ્ત પણ થઈ ગયા હશે ! જીવનમાં કયારેક શીતળ ચાંદનીની જેમ શીતળતાને અનુભવ થતું હશે તે ક્યારેક ઉષ્ણતાની વાળા પણ ભરખતી હશે ! ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ એવા જીવનમાં પણ તમને કેનું શરણુ ગમે છે? કેને શરણુ માને છે? તમને કઈ માર મારતું હોય તે અનુકંપા આવે પણ સ્વઈચ્છાએ આનંદપૂર્વક તમે સંસારસુખની મઝા માણે કર્મને માર ખાતા હોય તે કયાંથી દયા આવે? આજે અજ્ઞાનતાએ તે હદ વટાવી છે. સંસારી છે ભૌતિક પદાર્થોને શરણ માને છે. પેટનું શરણ ધાન્ય માને છે. જીભનું શરણ સ્વાદિષ્ટ પીણાં અને શરીરનું શરણ ફીટ (મેટર) માને છે. હવે હું તમને પૂછું કે તમે ફીઆટ લઈને બહાર ફરવા ગયા હે ને અચાનક સામેથી ગાડી આવીને અથડાઈ અને અકસ્માત સર્જાયે, બેલે હવે તમારૂં માનેલું શરણું રક્ષણરૂપ બન્યું કે ભક્ષણરૂપ ? આત્માની આજ અજ્ઞાન દશા છે. જેને તમે શરણ માને છે તે તમારું રક્ષણ નહિ કરે. પુત્રો માતા-પિતાને શરણરૂપ માને છે, અને માતા-પિતા પિતાના લાડીલા સંતાનને સંસારનું સર્વસ્વ સુખ તેમાં દેખતાં હોવાથી તેમને શરણરૂપ માને છે. અરે! માત્ર શરણરૂપ માને છે એટલું જ નહિ પણ અંતરથી કેવા ઉગારે બેલે છે ? હે વહાલા પુત્ર ! તું અમારા આંધળાની લાકડી છું, અમારા જીવનને આધાર અને જીવનનું સર્વસ્વ તું છે. તું દીર્ધાયુષ થજે. જ્યાં સુધી અમારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તું અમને છેડીને ચાલ્યો જઈશ નહિ. અમને તારૂં જ શરણ છે. આવા વચન સાંભળીને પુત્રો શું કહે તે તમને ખબર છે ને ? અરે! મારા પરોપકારી માતા-પિતા ! હું આપને એકને એક પુત્ર છું શું આપને છેડીને જાઉં ખરો? આપ જ મારા શરણુ અને રક્ષણ રૂપ છો. જુઓ, મોહ દશામાં મૂઢ બનેલે આત્મા શું નથી જાણતું કે પહેલેકમાં પ્રયાણ કરતા સમયે કઈ કેઈ ને શરણભૂત કે રક્ષણભૂત બનતું નથી. આચારાંગ સૂત્રમાં ભગવાન माया छ । जेहिं वा सधि सवसति ते वा एगया णियगा तं पुवि पासे ति, सो घा ते नियगे पज्छा पार्सिज्जा नाल ते तव ताणाए वा सरणाए वा, तुम पिं तेर्सि णालं તાળાપ ચા ખorg ા ા” જેની સાથે તું વસે છે તે માતપિતાદિ સ્વજન વૃધ્ધાવસ્થામાં મારું રક્ષણ કરશે એમ માનીને પહેલાં તારું પિષણ કરે છે અને તું પણ પછી તેમનું પિષણ કરે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે જેને માટે તું કર્મબંધ કરે છે તે તારૂં રક્ષણ કરવા કે આશ્રય આપવા સમર્થ થતા નથી તેમજ તું પણ તેમનું રક્ષણ કરવા કે શરણમાં રાખવા સમર્થ નથી,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy