SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન. ૧૦૮ કારતક સુદ ૯ ને શનીવાર તા. ૧૯-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વિભાવને ટાળી સ્વભાવમાં રમતા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીથી કર ભગવતીએ દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. તેમાં ગજસુકુમાલને અધિકાર ચાલે છે. એમનાથ ભગવાન પાસેથી જાણવાને અધીરા બનેલા કૃણજી પૂછે છે કે હે ભગવાન! આપની આજ્ઞા પ્રમાણે મારા લઘુબંધવાએ મહાકાલ શ્મશાનમાં જઈને બારમી ડિમા વહન કરી હતી. ત્યાં તેમણે અર્થસિદ્ધિ કેવી રીતે કરી? ત્યારે ભગવાન બેલ્યા–હે કૃષ્ણ! તt જયસુષુમારું છે રિતે ઘા, નિત્તા સાસુર નાર સિધો તારો સહોદરના ભાઈ અને મારા નવદીક્ષિત લઘુ શિષ્ય ગજસુકુમાલ અણગાર મહાકાળ રમશાનમાં ધ્યાન ધરીને ઉભા હતા. તેમને કેઈ એક પુરૂષે જોયા. જુઓ ભગવંતની વાણીમાં કેટલે બધે ઉપયોગ છે! પહેલાં એમ ન કહ્યું કે ગજસુકુમાલ અણગાર મેક્ષમાં ગયા પણ એમ કહ્યું કે પોતાને અર્થ સાથે અને અહીં પણ એમ કહ્યું કે ધ્યાનમાં ઉભેલા ગજસુકુમાલ અણગારને એક પુરૂષ જોયા. મહાનપુરૂની ભાષામાં કેવા અદ્ભુત ભાવ હોય છે! ભગવાને એમ ન કહ્યું કે સોમિલ ? બ્રાહ્મણે જોયા. જ્ઞાની, ધીર અને ગંભીર પુરૂષ સામી વ્યક્તિને એકદમ આઘાત લાગે તેવી ભાષા ન લે. ભગવંતે અમને પણ કહ્યું છે કે તે સાધક ! ભાષા સત્ય હેય પણ તેમાં પાપનું આવાગમન થતું હોય તે તેવી ભાષા તું બેલીશ નહિ. तहेव फरुसा भासा, गुरु भूओवधाइणी। સંન્વ વિ વત્રા, નો પાવસ વાળો | દશ. સૂ. અ-ગાથા ૧૧ આ રીતે કઠોર અને જીવન ઉપઘાત કરનારી સત્ય ભાષા હોય તે પણ ન બોલવી કારણ કે તેવી ભાષા બોલવાથી પાપ લાગે છે. દા. ત. પંચમહાવ્રતધારી સાધુ વિહાર કરીને જતાં હોય, તે જંગલમાં કઈ વૃક્ષ નીચે વિસામે ખાવા બેઠા છે. તે વખતે એક સર્પ ત્યાંથી પસાર થશે. સાધુએ જોયું છે કે સર્પ આ તરફ ગયા છે. પાછળ વાદી દેડો આવે ને પૂછ્યું કે અહીંથી સર્પને જતાં જે છે? આ સમયે શું કહે? સર્પને જતાં જે છે પણ સત્ય બેલે તે વાદી સર્પને પકડીને મારી નાંખે તે જીવની હિંસા થાય છે, અને કહે છે કે મેં સર્પ જતાં જ નથી તે બીજું મહાવત ભાંગે છે. આ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સાધુ મૌન રહે પણ પાપકારી ભાષા બોલે નહિં. સાધુની ભાષા ઉપયોગવાળી હેય. ભગવાન કહે કે કૃષ્ણવાસુદેવ! તારા ભાઈને એક પુરૂષે છે. એને જોઈને એ પુરૂષ ક્રોધથી ધમધમી ઉઠયા. દાંત કચકચાવવા લાગે ને પગ પછાડવા લાગ્યો. તેના શા.-૧૦૫
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy