SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ८२४ શારદા દર્શન હક દાર તે તું જ છે, પણ મારે કૈકેયીને આપેલું વચન પાળવા ખાતર તારે હક્ક જતો કરે પડે છે. આ શબ્દો સાંભળી રામ વધુ ઉદાસ થઈને બેલ્યા- પિતાજી! આપ મને ઉલાસ જોઈને એમ માને છે કે મને રાજ્ય નથી મળ્યું તેનું મારા દિલમાં દુઃખ થયું છે! ના, એમ નહિ માનતા. મારી ઉદાસીનતાનું કારણ એ છે કે હું હજુ સાચે પિતૃભક્ત નથી બની શકે. એ આજે મને સમજાયું. આપને મને પૂછવું પડ્યું તે હજુ મારામાં ખામી છે. જો હું સાચે પિતૃભક્ત હોઉં તે આપને મને આ રીતે કહેવું પડે ખરું? પિતાજી ! આપ મને રાજય આપો કે ભરતને આપ, સરખું જ છે ને ? અમે કયાં જુદા છીએ. આ તે આપે ભરતને રાજય આપ્યું પણ કદાચ આ મહેલના પહેરેગીરને રાજય આપી દે તે પણ શું ? આપ રાજ્યના માલિક છે. આપની ઈચ્છા હોય તેને આપી શકે છે. જુ એ કેવા વિનયવંત દીકરા છે! રામે કહ્યું–પિતાજી! આપ જે કરે તે અમને મંજુર છે. આપ ભરતને અયોધ્યાના મહારાજા બનાવશે તે હું અધ્યાપતિ ભરતને છડીદાર બનીશ. તે જ વખતે લક્ષમણે પણ કહ્યું–પિતાજી! જે મોટાભાઈ અધ્યાપતિ ભરત મહારાજાને છડીદાર બનશે તે આ લક્ષ્મણ અધ્યાપતિ ભરતેશ્વરને ચામરધર બનશે. પુત્રોની વાત સાંભળતાં દશરથ રાજાની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા, ત્યારે ભારત સામે જ બેઠો હતે. વૈષ્ણવ રામાયણમાં એમ કહ્યું છે કે આ વખતે ભરત મેસળ ગયા હતા પણ જૈન રામાયણમાં એવું નથી કહ્યું. આ બનાવ ભરતથી સહન ન થે. તેને મન રાજગાદી અંગારા સમાન લાગી. અરેરે..મારી માતાએ આવી માંગણી કરી. ભરતનું અંતર રડી રહ્યું હતું. રામચંદ્રજી તે પિતાજીનું વચન પાળવા વનવાસ ગયા. સાથે લક્ષમણ અને સીતા પણ ગયા. પછી ચારે તરફથી લેકો કૈકેયીને ફીટકાર આપવા લાગ્યા કે પોતાના પુત્રને રાજ્ય આપવા માટે કૈકેયીએ કે અન્યાય કર્યો! લેકેના વચને કૈકેયીને તીરની જેમ ખૂંચતા હતા. બીજી બાજુ ભરત પણ માતાને ઠપકો આપવા લાગ્યું કે હે માતા ! તે આ શું કર્યું? તારા જ પાપે મારા મોટાભાઈને વનવાસ જવું પડયું ને? ધિકકાર છે મને કે એક પુત્રની પાછળ મેહાંધ બનીને આવું અકાર્ય કરનારી માતાની કુખે મારો જન્મ થયે! રામ પાછળ આંસુ સારતાં દેડેલા ભરત” :- રામચંદ્ર અને ભરત વચ્ચે અજબ ભાતુનેહ હતે. રામના ગયા પછી ભરતને રાજ્ય શમશાન જેવું દેખાવા લાગ્યું. કયાંય ચેન પડયું નહિ, ત્યારે તેના મનમાં થયું કે હજુ મારે રાજયાભિષેક કયાં થએ છે? હું ગમે તેમ કરીને મારા મોટાભાઈને બેલાવી લાવું. ભાઈને પાછા અધ્યામાં લઈ આવવા ભરત વનમાં ચાલ્યા. ચાલતાં રાત પડી ગઈ. વચમાં ભારદ્વાજ ઋષિનો આશ્રમ આવ્યું. ભરત ત્યાં રાત રોકાયે પણ ઉંઘ આવતી નથી. આખી રાત વારંવાર તેના મુખમાંથી નિસાસાના ઉંકારા નીકળતા હતા. ભારદ્રાજ ઋષિ તેની બાજુમાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy