SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ચાદા દર્શન ૮૧૯ ત્યાં શેઠાણી ધડુકયા કે શુ' હું તમારા ઘરની ઘણુ છું ? કે વારેવારે આ લાવ....આલાવ કર્યાં કરે છે. તમે નવરા અને તમારા મિત્રો નવરા. બધા ખાઉધરા ભેગા થયા છે. તા શરમ આવે છે કે નહિ ? આવા શબ્દો સાંભળતાં મિત્રો વિચારમાં પડી ગયા કે અહાહા આ તે વાઘણ જેવી છે. આ ઘરમાં કેમ રહેવાય? મિત્રો બધા જ જમતા જમતા ઉડીને ચાલ્યા ગયા. શેઠ આ ખનાવથી એકદમ ચિ'તાતુર ખનીને પલ’ગમાં પડીને રડતા રડતા ખેલ્યા કે શેઠાણી ! તેં આજે મારી આબરૂ લીધી છે, ત્યારે તે કહે કે મે' તે પહેલેથી કહ્યું હતું કે હું પચાસ આજ્ઞા માનીશ, એકાવનમી નહિ માનું શા માટે એકાવનમી આજ્ઞા કરી ? આ બનાવથી શેઠને સંસાર પ્રત્યે નફરત છૂટી ને વૈરાગ્ય આવી ગયા. શેઠના પાપાદ૨ે શેઠાણી આવા મળ્યા હતાં પણ શેઠ નિમિત્ત મળતાં જાગી ગયા. હવે મૂળ વાત વિચારીએ, ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવને વૃધ્ધ માણસની દયા આવી. તેથી વિચાયુ` કે હું... ઈÖટ ઉપાડું, તેથી તેમના હાથીને ઈટાના ઢગલા પાસે લાગ્યા. " तणं से कण्हेणं वासुदेवे णं अंगाए इट्टगाए गहियाओ समाणीओ अणेगेहिं पुरिसस ओह से महालअ इटगस्स रासी गहिया बहिया रत्थापडाओ अताधर सिं अणप्पवेसिंओ । કૃષ્ણવાસુદેવે હાથી ઉપર બેઠા બેઠા પેાતાના હાથે એક ઇ’ટ ઉપાડીને તેના ઘરમાં મૂકી દીધી, એટલે કૃષ્ણુવાસુદેવની સાથે રહેલાં ખધા માણસે તેમના મનનો અભિપ્રાય સમજી ગયાં કે આપણાં મહારાજા પોતે ઇટ ઉપાડીને આ વૃધ્ધ પુરૂષને સહાય કરવાની આપણએ સૂચના કરે છે, એટલે સાથે રહેલાં બધા માણસાએ એકેક ઇ‘૮ ઉપાડીને વૃધ્ધના ઘરમાં મૂકી દીધી. આમ તે તે વૃધ્ધ પુરૂષને કેાઈ મદદ કરવા જાતનહિ પણ જયારે કાઇ મોટા પુરૂષ જેને સહાય કરે તેને સૌ સહાય કરવા જાય છે, મહાનને ચેનત : સ થાઃ। ઘરમાં કોઈ માણસ ખિમાર હાય અને તેના ઘરનો મુખ્ય માણસ સભાળ લે તે ઘરના બધા ખડા પગે તેની ચાકરી કરે છે, તેમ અહી' કૃષ્ણવાસુદેવે વૃધ્ધ પુરૂષની એક ઈંટ ઉપાડી તા બધા માણસોએ એકેક ઇઇંટ ઉપાડી. તેથી તેનું કામ ક્ષણવારમાં પતી ગયું. આથી વૃદ્ધ માણસને ખૂબ આનંદ થયા ને તેની આંખે હર્ષોંનાં આંસુથી છલકાઈ ગઈ. તે કૃષ્ણવાસુદેવના ચરણમાં પડીને તેમનો ઉપકાર માનતા કૃતજ્ઞતા પ્રગટ કરતા કૃષ્ણજીનો જયજયકાર લાવવા લાગ્યા. કૃષ્ણવાસુદેવે વૃધ્ધને સહાય કરીને મોટા રાજાએ તથા શ્રીમાને ગરીએ પ્રત્યે વાત્સલ્યતા, કત વ્યપારાયણતા અને પરાપકાર કરવાનો એધ આપ્યા છે. હવે કૃષ્ણવાસુદેવ નેમનાથ ભગવાનના દન કરવા જશે ને ત્યાં શુ`ખનશે તેના ભાવ અવસરે, ચરિત્ર ઃ- “ વિરાટ નગરીમાં નટીના રૂપમાં અર્જુનના પ્રવેશ ’ કંચુકી પહેરી, સુદર રીતે માંથુ એળી, અને કાનમાં કુંડળ પહેરી, આંખમાં અંજન આંજી, સુંદર નટીનો વેશ ધારણ કરીને અજુ ને રાજમહેલમાં પ્રવેશ કર્યાં ને ઝરૂખા પાસે જઈને ઉભા રહ્યા. તેનુ રૂપ ખૂબ સુંદર હતું પણ તેનામાં કૉંઇક વિચિત્રતા દેખાતી હતી એટલે લેાકા તેને ધારી ધારીને જોવા લાગ્યા. રાજાએ તેને આશ્ચ પૂર્ણાંક પૂછ્યું'—તું કાણુ છે ? :
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy