SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ ટીજ શારદ! દર્શન સૂર્ય તા આંખવાળાને જ પ્રકાશ આપે છે જ્યારે જ્ઞાન તેા માત્ર આંખવાળા ને જ નહિ પણ આંખ વગરનાને પણ પ્રકાશ આપે છે. સમ્યજ્ઞાનના અભાવે આત્મા અન’તકાળથી દુઃખમય સંસારમાં ભમી રહ્યો છે. એને સ્વપ્નમાં પણ સુખના દર્શન થતાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવત કહે છે કે, जावन्ति विज्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । જીન્તિ વડુતો મુના, સંસારશ્મિ કલાન્તર્ । . ૬ ગાથા ૧ અજ્ઞાન એ સર્વાં દુઃખાનું મૂળ છે. અજ્ઞાની માણસને સત્ અસત્આને વિવેક હતા નથી એટલે તે જન્મ મરણથી નિવૃત થઇ શકતા નથી, તેથી તે દુઃખ પામે છે, અને અનંત સ`સારમાં પરિભ્રમણ કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં કહેા કે વ્યવહારિક ક્ષેત્રમાં હે. પણ જ્ઞાન તેા અવશ્ય જોઈશે. તમે કાઇ પણ જાતના વહેપાર ધંધા કરે છે. તા તેના વિષયનું જ્ઞાન મેળવવુ' પડે છે ને? ઝવેરાતના વહેપાર કરવા હાય તેા ઝવેરાતના વિષયને લગતું જ્ઞાન મેળવવુ' જોઇએ ને કાપડ કે કરીયાણાના વહેપાર કરવા હાય તે તેનું જ્ઞાન મેળવવુ જરૂરી છે તેમ જયાં સુધી દેહના ધનુ' અને આત્માના ધર્મનુ જ્ઞાન નહિ હોય ત્યાં સુધી આત્મસાધનાના અનેાખા સ્વાદિષ્ટ રસ કયાંથી ચાખી શકશે ? આ આત્માએ અજ્ઞાનમાં અનંત જન્મા વીતાવ્યા. અંધકારમાં કાળી રસ્સી સર્પ જેવી દેખાશે પણ જયાં પ્રકાશ કરીને જોશે ત્યાં રસ્સી દેખાશે, તેમ અજ્ઞાનથી આત્મા વસ્તુને વિપરીત રૂપે દેખે છે પણ જયાં એના જીવનમાં જ્ઞાનનેા દિપક પ્રગટશે ત્યાં એ જ વસ્તુ એને સવળી દેખાશે. અજ્ઞાન અને મેહને દૂર કરવા માટે જ્ઞાનના પ્રકાશની જરૂર છે. માટે જ્ઞાનની આરાધના કરે. જ્ઞાનની આરાધના કરવી એટલે પુસ્તક કે પાનાની પૂજા કરવાની નથી પણ જ્ઞાનનું બહુમાન કરવું. જ્ઞાન ભણવુ' ને ભણાવવુ' અને જ્ઞાન ભણ્યા પછી વિનય, વૈયાવચ્ચ કરવા, કાયાના ત્યાગ કરવા, જ્ઞાની પુરૂષના ગુણગાન કરવા. આપણને જ્ઞાન ન ચઢતું હોય તા જે જ્ઞાન ભણે તેને સહાયક ખનવું, જ્ઞાન કે જ્ઞાનીની અશાતના કરવી નહિ. જે જ્ઞાનની અશાતના કરે, જ્ઞાની સાથે ખાટા અંચડા વિખવાદ કરે, જ્ઞાનીના અવણુ વાદ મેલે, નાની ઉપર દ્વેષ કરે, જ્ઞાન ભણનારને અંતરાય પડાવે તેને જ્ઞાનાવરણીય ક્રમ ખરૂંધાય છે. જે જ્ઞાન ભણનારને સહાય કરે છે તેનું જ્ઞાનાવરણીય કમ ખપે છે, અને તે જ્ઞાનવાન આત્મા જ્ઞાન પ્રાપ્ત કરીને અનેક જીવાને સવળા મગે વાળે છે. તે પોતે તરે છે ને ખીજાને તારે છે. (જ્ઞાનપ′ચમી ઉપર પૂ. મહાસતીજીએ એ સંતાનું દૃષ્ટાંત આપ્યું હતુ. એક સ ંતે કેવી રીતે જ્ઞાન વરણીય કપાવ્યા અને ખીજાએ મધ્યા તેના બંપર ખૂબ સુંદર રજુઆત કરી હતી ને જ્ઞાન ઉપર ખૂબ ભાર આપ્યા હતા.) ચરિત્ર વિરાટ નગરમાં જુદા જુદા રૂપે પાંડવાના પ્રવેશ :– * પાંડવે વિરાટ નગરીના ઉદ્યાનમાં પહોંચી ગયા, અને એક વૃક્ષ નીચે વિસામે ખાવા બેઠા, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, હે મારા વહાલા વીરા ! મારી ભૂલના કારણે તમારે બધાને 46 --
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy