SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૯૭ પછી તેના મનમાં ભય લાગ્યો કે અત્યારે તે અહીં કેઈ નથી, પણ કદાચ કેઈ આવશે ને મને જોઈ જશે તે? કારણ કે મેં જેના માથે અંગારા મૂક્યા છે તે સામાન્ય વ્યક્તિ નથી. આ તે કૃણવાસુદેવને લાડીલે ભાઈ છે. જેની એક હાકે ધરતી ધ્રુજે છે. તે કઈ મને અહી જેઈ જશે તો કૃગુવાસુદેવને કહી દેશે ને કૃષ્ણવાસુદેવ મને મારી નાંખશે. આ ડર લાગવાથી તે અંગારા મૂકીને આમતેમ ચારે બાજુએ જેતે જલ્દી ત્યાંથી ભાગી ગયો ને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. માણસને જેટલે પિતાના મરણને ડર લાગે છે તેટલે પાપનો ડર નથી લાગતું. તેણે આવેશમાં આવીને પાપ તે કર્યું પણ પછી જે તેને પાપને પશ્ચાતાપ થયે હેત કે મેં પાપીએ આ શું કર્યું? આવા પવિત્ર સંતને આવું કષ્ટ આપ્યું? મારું શું થશે? આ પશ્ચાતાપ થયે હેત તે કંઈક હળવો બનત, પણ પિતાને કેઈ જોઈ જશે તે કૃષ્ણ મહારાજા મારી નાંખશે તે ભય લાગે પણ પાપને ભય ન લાગે. સોમિલ બ્રાહ્મણ તે તેનું કામ કરીને ગયે. આ તરફ ગજસુકુમાલની ખોપરી ખીચડી ખદખદે તેમ ખદખદવા લાગી. અસહય વેદના થવા લાગી છતાં સમિલ ઉપર નામ માત્ર કોધન કર્યો પણ શું વિચાર કરવા લાગ્યા. કેઈના સસરા બંધાવે ઝરીની પાઘડી, મારા સસરાએ બંધાવી મેક્ષની પાઘડી.* અહો ! આ મારા સસરા મારા ઉપર કે મહાન ઉપકાર કરી રહ્યાં છે. મારા કર્મોના દુર્ગમ દુર્ગને તેડવામાં મને સહાય કરી રહ્યા છે. એમણે મારા માથે માટીની પાળ નથી બાંધી પણ ઝરીની મૂલ્યવાન પાઘડી કરતાં પણ અધિક મૂલ્યવાન મેક્ષની પાઘડી બાંધી છે. એમણે મારા માથા ઉપર સળગતા ખેરના અંગારા નથી ભર્યા પણ અનંત સુખાનંદ આપે અને અનંતા જન્મમરણના દાહ શાંત થાય તે માટે ગશીર્ષ ચંદનનું વિલેપન કર્યું છે. ધન્ય છે ! મારા સસરાને કે હું પરણીને સાસરે ગયો હોત તો મને તેઓ પાંચ પચ્ચીસ, સે કે બસે રૂપિયાની પાઘડી બંધાવત પણ આ તે આ લેકમાં ને પરલોકમાં કયાંય ન મળે તેવી મોક્ષની પાઘડી બંધાવી. આવા સસરા જગતમાં મળવા દુર્લભ છે. આ વિચાર કરતાં પિતાના ચેતનદેવને કહે છે હે ચેતન ! આજે તારે માટે સેનાનેં દિવસ ઉગે છે. એક તે આજે સવારે મેં દીક્ષા લીધી ને સાંજે શર્મશાનભૂમિમાં આવ્યું. બારમી ડિમ અંગીકાર કરીને ઉભું રહ્યો. હજુ થોડીવાર થઈ ત્યાં મારા સસરા મને જલ્દી મેક્ષમાં જવા માટે સહાય કરવા આવ્યા. મારા જમાઈને લાંબે વખત સંયમનાં કષ્ટ સહન કરવા ન પડે તે માટે મને મદદ કરી. હું કે ભાગ્યવાન છું કે અલ્પ સમયમાં મારા કર્મના ગંજ બળી જશે. માથે અંગારા મૂકવાથી દેહ બળવાની સાથે મારા કર્મો બળીને ખાખ થઈ રહ્યા છે. બળ બળ કાયા બળ, તું બળે એમ મારા કર્મો બળે.” કેવી સુંદર અને ભવ્ય વિચારણ! હજુ આગળ શું વિચારે છે? જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી. આત્માની કાયમી સ્વભાવભૂત વસ્તુ જ્ઞાનદર્શન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy