SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૮૯ પાલન કરતાં અલગ અલગ આસને બેસીને એક ચિત્તથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. બધાનું ચિત્ત નવકાર મંત્રમાં છે. આ રીતે ધર્મારાધના કરતાં છ દિવસ અને છે રાત્રિ વ્યતીત થયા. સાતમા દિવસે પાંડે શસ્ત્ર લઈને સજજ થયા. હવે નારદઋષિની ચેતવણી પ્રમાણે શું નવાજૂની થશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૦૧ ધનતેરસ આસેવદ ૧૪ ને બુધવાર તા. ૯-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા, મોક્ષમાર્ગના પ્રણેતા અરિહંત ભગવંતે એ ભવ્ય જેનાં કયાણ માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણુ કરી. ભગવંત કહે છે તે આત્મા ! તારી જિંદગીની એકેક ક્ષણ હીરા કરતાં પણ કિંમતી છે. આ કિંમતી સમયમાં પ્રમાદ છેડીને ધર્મારાધના કરી લે. શાસ્ત્રકાર કહે છે सुतेसु यावी पडिबुद्ध जीवी, न वीससे पंडिए आसुपन्ने । ધોરા મુદ્દા મારું સારું, મારી વારે ડઘમ ઉત્ત, અ. ૪ ગાથા ૬ આશુપ્રજ્ઞ પંડિત પુરૂષાએ મેહનિદ્રામાં સૂતેલા પ્રાણીઓની વચમાં રહીને પણ સદા જાગૃત રહેવું જોઈએ. એક ક્ષણનો પણ પ્રમાદ ન કરે અને ભારંડ પક્ષીની જેમ સદા અપ્રમત્ત બનીને વિચરવું જોઈએ. સાચા સાધક આત્માઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે અપ્રમત્તપણે વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર સાધના કરે છે. આપણે ગજસુકુમાલનો અધિકાર ચાલે છે. ગજસુકુમાલ અણગાર ભગવાનની આજ્ઞા મેળવીને એક રાત્રિની પ્રતિમા ધારણ કરીને મહાકાલ નામના શ્મશાનમાં એકલા કાઉસગ લગાવીને ઉભા છે. હવે ત્યાં શું બને છે? રુમં ૨ નં તો માળે મિચરણ અઠ્ઠાણ बारावईओ नयरीओ बहिया पुब्व णिग्गते समिहातोय दब्भे य कुसे य पत्तामोडं च गेण्हइ જેદ્દત્તા તત્તો પનિયત્તા ગજસુકુમાલ અણગારનાં શમશાનમાં જવા પહેલાં જ સેમિલ બ્રાહ્મણ હવન માટે સમિધ એટલે હવન કરવા માટેની સામગ્રી -લાકડા વિગેરે લેવા માટે દ્વારકાનગરીની બહાર નીકળ્યો હતે. (કઈ જગ્યાએ એમ પણ લખ્યું છે કે ગજસુકુમાલની દિક્ષા થતાં પહેલાં તે દ્વારકા નગરીની બહાર હવનની સામગ્રી લેવા માટે ગયે હતે.) સોમિલ બ્રાહ્મણ હવનને માટે સમિધ, લાકડીઓ, ડાળ, કુશ, પાંદડા વિગેરે લઈને પાછો ફર્યો. gિનિચત્તિત્તા મહાશાસ્ત્ર મુસા દૂરસામંતે વરૂવચમાણે ૨ સંનિષ્ઠ સમરા અને પિતાને ઘેર જતો હતો ત્યારે સંધ્યાકાળનો સમય થઈ ગયો હતે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy