SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૮૫ વાછરુ, વરિજીત્તા ચંફિરું પરિસ્ટેન્નિાબહાર નીકળીને જ્યાં મહાકાલ નામનું રમશાન હતું ત્યાં આવ્યા. આવીને વડીનીતિ અને લઘુનીતિ આદિ પરઠવવાની જગ્યાનું પડિલેહણ કર્યું. પડિલેહણ કરીને પિતાને ઉભા રહેવાની અને પરઠવવાની ભૂમિનું પડિલેહણ કરીને શરીરને થે ડું ઝૂકાવીને બંને પગ સંકોચીને એક રાત્રિની મહાપ્રતિમાની આરાધના કરવાને પ્રારંભ કર્યો. એક વખતના સાવ સુકમળ છત્રપલંગમાં પિઢનારા રાજકુમારે આજે સવારે દીક્ષા લીધી ને સાંજે જેનું નામ જ મહાકાલ એવા સ્મશાનમાં બારમી પડિમા વહન કરવા માટે આવીને એકલા ઉભા રહ્યાં છે, અને દૃષ્ટિને સ્થિર કરીને એક ચિત્તે અડગ ધ્યાન ધરીને ઉભા રહ્યા. બારમી પ્રતિમા એક રાત્રિની છે, પણ મહા કઠિન છે. કારણ કે જ્યાં દિવસે જતાં આપણી છાતી ફાટી જાય તેવા ભયંકર શમશાનમાં આવીને રહેવાનું. મોટા ભાગે સ્મશાન ગામથી દૂર હોય છે. મુંબઇમાં બધું ગામમાં ને ગામમાં પણ દેશમાં તે ગામની બહાર હોય છે. એટલે તે ભૂમિ ભેંકાર લાગે છે. શમશાનમાં વ્યંતર દેવ ફરતા હોય છે. તેઓ આવા ધ્યાનસ્થ મુનિઓને ડગાવવા માટે ઉપસર્ગ આપે છે. તે સિવાય વાઘ-સિંહ આદિ જંગલી પશુઓનો ઘણે ત્રાસ હોય છે. તે વખતે અડગ રહેવું પડે છે. આવી ભયંકર મહાકાલ શ્મશાનની ભૂમિમાં કદી એકલા બહાર નહિ નીકળેલા ગજસુકુમાલ અણગાર, બારમી પ્રતિમા ધારણ કરીને ઉભા છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ચિત્રાંગદના બંધનથી અને દુર્યોધનને છોડાવ્યો, છતાં દુર્યોધનના દિલમાં પાંડવો પ્રત્યે સદૂભાવ જાગવાને બદલે ખેદ થયે કે અરેરે...મારે દુશ્મનના હાથે છૂટવું પડ્યું? એમ અફસેસ કરતે, ઈર્ષાની આગમાં જલતે દુર્યોધન ચાલે ગયે. પછી પાંડે દ્વૈતવનમાં આનંદપૂર્વક રહેતા હતાં. એક દિવસ દૂરથી મોટું લશ્કર આવતું જોયું એટલે પાંડના મનમાં વિચાર થયે કે આ વનમાં તેનું સૈન્ય આવી રહ્યું છે? આપણા શત્રુનું સૈન્ય તે નથી ને? કારણ કે આપણને હેરાન કરવા માટે દુર્યોધન એક પછી એક કપટ જાળ રચ્યા કરે છે. માટે તપાસ કરીએ કે કોનું સૈન્ય છે? તપાસ કરતાં ખબર પડી કે આ જયદ્રથ રાજાનું સૈન્ય છે. જયદ્રથ એટલે દુર્યોધનને બનેવી. દુર્યોધનની બહેન દુશલ્યાને જયદ્રથ સાથે પરણાવી છે ને સાથે તે પણ આવી છે. દુર્યોધનને બનેવી એટલે પાંડેનો પણ બનેવી થાય ને? તેથી પાંડવોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. પિોતે વનફળ ખાઈને રહેતા હતા પણ બહેન-બનેવીને વનફળ કેમ અપાય? એમ સમજી અને વિદ્યાના બળથી તેમને રસવંતા ભેજન જમાડ્યા. પછી બધા ભેગા થઈને બેઠા ત્યારે પાંડેએ કહ્યું કે હે જ્યદ્રથજી! તમારા આવવાના સમાચાર મોકલ્યા હતા તે અમે સામા આવત. જયદ્રથે કહ્યું, હું તે ઈન્દ્રપ્રય ગયે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy