SearchBrowseAboutContactDonate
Page Preview
Page 829
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન એમ બંને કામ કરે છે. જેમ કાતર એકના બે ટુકડા કરવાનું અને સેય બે ટુકાને સાંધવાનું કામ કરે છે, તેમ વાણી પણ સેય અને કાતર જેવું કામ કરે છે. વાણી તલવારથી પણ તેજદાર અને માખણથી પણ કમળ હોય છે. વાણી ધારે તે વેરઝેરની આગ વચ્ચે નેહની સરવાણી પ્રગટાવી શકે છે, અને ધારે તે નંદનવન જેવા હરિયાળા જીવનબાગને ઉજજડ પણ બનાવી શકે છે. વાણીનો અસંયમ જીવનમાં ભારે ઉથલપાથલ મચાવી દે છે જ્યારે વાણીના સંયમની સુવાસ દુશ્મનોને પણ દોસ્ત બનાવી દે છે. વાણુ એ અતરની ભાવનાને પડઘો છે, અંતર ઉજળું તે વિચાર અને ભાવ શુદ્ધ, વિચાર અને ભાવ શુદ્ધ તે વાણી શુદ્ધ, વિચાર અને વાણી બંને જેના શુદ્ધ બને છે તેનું વર્તન પણ શુદ્ધ બને છે. પવિત્ર વર્તન જીવનમાં પરિવર્તન લાવે છે. આટલા માટે વાણીને વશીકરણની ઉપમા આપી છે. આ જીભ માત્ર ત્રણ ઇંચની છે પણ ધારે તે છ ફૂટ ઊંચા માનવીને મારી શકે છે. માટે જીભ દ્વારા ઓછું બેલે પણ એવું છે કે બેલનારને પ્રિયકારી લાગે. ગજસુકુમાલ અણગાર કેવી પ્રિયકારી વાણુ બેલ્યાં કે હું મારા ત્રિલોકનાથ પ્રભુ! આપની આજ્ઞા હોય તે હું આમ કરવા ઈચ્છું છું. હવે તેઓ શું કરવા ઈચ્છે છે તે વાત કહે છે. “મારુતિ સુગંતિ પારૂયં મહાપfમ ૩૪સંપન્નત્તાળ વિસ્તા ” જે આપની આજ્ઞા હોય તે હું મહાકાલ નામના મશાનમાં જઈને એક રાત્રીની મહાપ્રતિમાની આરાધના કરું. સાધુની બાર પડિમા હોય છે. તેમાં ગજસુકુમાલ અણગાર બારમી ડિમા વહન કરવાની ભગવાન પાસે આજ્ઞા માંગે છે. બારમી ડિમા વહન કરવી તે કંઈ સામાન્ય કામ નથી, અને આ ગજસુકુમાલ તે માખણના પિંડ જેવા કોમળ છે. અત્યારે બધા દીક્ષા લે છે પણ તે બધા કસાયેલા હોય છે. તે પિતાના ગુરૂ-ગુરૂણી સાથે ત્રણ ચાર વર્ષ રહે છે, અભ્યાસ કરે છે. વિહાર કરે છે. આ રીતે બધે અનુભવ કરીને પછી દીક્ષા લે છે ત્યારે આ તે દેવકી માતા અને વસુદેવ પિતાને લાડકવા અને ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવને વહાલસે વીરે કદી ખુલ્લા પગે ચાલ્યા નથી, કદી તપશ્ચર્યા કરી નથી, તડકા વેઠયા નથી એવા કેમળ ગજસુકુમાલ અણગાર મહાકાલ નામના સ્મશાનમાં જઈને એક રાત્રીની મહાપ્રતિમા વહન કરવા જવા તૈયાર થયાં છે. ગજસુકુમાલ અણગાર નદીક્ષિત સાધુ છે. નવદીક્ષિત સાધુની છ મહિના વૈયાવચ્ચે કરવી જોઈએ. તેને આવી કઠીન પડિમા વહન કરવાની આજ્ઞા અમારા જેવા સામાન્ય સાધુ આપી શકે નહિ પણ આ તે સર્વજ્ઞ ભગવંત છે એટલે પિતાના જ્ઞાન દ્વારા જાણી શકે છે કે આ પડિમા વહન કરવાથી શું લાભ થશે? અને પિતાના શિષ્યમાં કેટલી યેગ્યતા છે? તેનામાં કેટલી બૈર્યતા છે ! પડિમા વહન કરવા જતાં ઉપસર્ગના પહાડ તૂટી પડશે તે પણ તે અડગ રહી શકે તેવી તેનામાં લાયકાત છે? એવું આત્મબળ કેળવ્યું છે? આ બધું જ્ઞાનમાં જાણીને ભગવાન આજ્ઞા આપે, તે સિવાય ન આપે. નેમનાથ ભગવાન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy