SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. શારદા દર્શન આ પણે એકસે ને પાંચ ભાઈએ છીએ એમ જણાવવાનું છે. માટે હે અર્જુન ! આ કાર્ય તું કરી શકીશ. મને ખાત્રી છે માટે તું જઈને કૌરને જદી બંધનથી મુક્ત કર, અને આપણું કુળની શોભા વધાર. અર્જુનની જવાની બિલકુલ ઈચ્છા ન હતી, પણ મેટાભાઈની આજ્ઞા થઈ એટલે ના પાડી શક્યા નહિ. યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી અને તેના મિત્ર ઈન્દ્ર વિદ્યાધરનું સ્મરણ કર્યું એટલે ઈન્દ્ર તરત મોટી સેના લઈને ચંદ્રશેખરને મોકલ્યા. તરત મેટું સૈન્ય ખડું થયું. ઇન્દ્રના સૈન્યમાં અર્જુનજી મેખરે ઉભા રહ્યા. દુર્યોધનના વિરોધી પક્ષમાં ચિત્રાંગદ વિદ્યાધર હતું તે પણ મોટું સૈન્ય લઈને સામે આવ્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. થોડીવારે ચિત્રાંગદે ઉંચું જોયું તે અર્જુનજીને લડતાં જોયા. એટલે વૈરભાવ છેડી દઈ લડાઈ બંધ કરીને પરિવાર સહિત આવીને અર્જુનજીના ચરણમાં પડે ને પ્રેમથી અર્જુનને પિતાના મહેલમાં લાવ્યો. એ મહેલમાં જ દુર્યોધન આદિ કૌરને કેદ કર્યા હતા. એમને જોઈને અજુને ચિત્રાંગદને કહ્યું કે હે ચિત્રાંગદ! તેં આ કેને પકડયા છે? આ તે મારા ભાઈએ છે. એમને શું ગુહે છે તે હું પછી સાંભળું છું. પણ અત્યારે ગઈ વાતને ભૂલીને તું એમને બધાને બંધનમુક્ત કરી દે. અર્જુનના કહેવાથી ચિત્રાંગદે દુર્યોધન વિગેરે કૌરને છોડી મૂક્યા અને ચિત્રાંગદ અર્જુનના ચરણમાં પડયે ને પછી ભેટી પડે. આ બધું જોઈને દુષ્ટ દુર્યોધન પ્રજળી ઉઠો કે આ અર્જુનનું આટલું બધું માન ! વિદ્યારે પણ તેને ચરણમાં નમે છે ને જંગલમાં પણ તેઓ આટલું સુખ ભોગવે છે! એ તે માટે કટ્ટો શત્રુ છે. એની શરમે મારે છૂટકારો થયે એમાં મારી શોભા શી ! દુશ્મનના હાથે છૂટવા કરતાં મરી જવું સારું છે. જુઓ, એને સજજનની સજજનતા દેખાતી નથી. એનું ભલું કરવા છતાં તેમના ઉપરથી ઈષ્ય જતી નથી. કેવી વિચિત્રતા છે ! હવે અજુને દુર્યોધનની સામે ચિત્રાંગદને મોટેથી પૂછ્યું–ભાઈ! તમારે અને મારા ભાઈ વચ્ચે આ તેફાન થવાનું કારણ શું? ત્યારે વિદ્યાધરે કહ્યું-સાંભળો. વિદ્યાધર કહે સુને વીરનર, એક દિવસ કે માંઈ નારદઋષી આનકે બેલા, બાત કહું તુજ તાઈ હે....શ્રોતા વીરનર! એક દિવસ નારદાષિએ મારી પાસે આવીને કહ્યું કે હે ચિત્રાંગદ! દુર્યોધન આદિ કૌર પાંડે ઉપર ખૂબ ઠેષ રાખે છે. એટલે વનમાં તેમને દુઃખી કરવા માટે દુર્યોધન તેની ત્રાદ્ધિ બતાવવા માટે મેટું સૈન્ય લઈને દ્વૈતવનમાં આવ્યા છે, ને તારા રાજડિત મહેલમાં પેસી ગયેલ છે. તારા માણસોએ ખૂબ રે છતાં માન્યો નહિ અને ( નરૈનવન જેવા તારા બગીચાને તેણે ખેદાનમેદાન કરી નાંખ્યો છે. આટલું કહીને નારદઋષિ તે આકાશ માર્ગે ચાલ્યા ગયા. આપને બધાને હેરાન કરવા દુર્યોધન આવ્યું છે અને મારી રજા સિવાય મારા બંગલામાં પેસી જઈ બગીચે ઉજજડ બનાવી દીધું. તે સાંભળ્યું તેથી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy