SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ૭પ૦ શારદા દર્શન | બધાને દુશ્મન પ્રત્યે ક્રોધ હતે પણ યુધિષ્ઠિરની વાત સાંભળી સૌ મૌન થઈ ગયા ને તેમની વાતને સ્વીકાર કર્યો ને કહ્યું–ભાઈ ! અમને દુશ્મન ઉપર ઘણે ક્રોધ છે પણ તમને ગમતું નથી માટે અમે કંઈ તફાન નહિ કરીએ. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે આપણે તવનમાં છીએ તેની દુર્યોધન આદિને જાણ થઈ ગઈ છે. તે અહીં આવવાને છે. તે આપણે આ સ્થાન છોડીને સ્વર્ગ સમાન રમણીય, ફળકુલેથી યુક્ત, ગંધમાદન પર્વત પર જઈએ. અહીં કદાચ એ દુશમન આવશે તે નાહકની લડાઈ કરવી પડશે ને ઉપાધિમાં મુકાઈ જઈશું. આ વાતમાં બધા સંમત થયા. હવે બધા ગંધમાદન પર્વત ઉપર જશે ને શું બનશે તેવા ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૬ - આ સુદ ૧૪ ને મંગળવાર તા. ૨૫-૧૦-૭૭ મહાન પુરૂષે ફરમાવે છે કે હે આત્મન્ ! જડ પુદ્ગલેની એંઠને ભેગવટે કરે તને કેમ ગમે છે? તું તે સાચા મેતીને ચારે ચરનારે અને માન સરોવરમાં વસનારે રાજહંસ છે. તે તને ભેગવિષયના ગંદા ખાબોચિયામાં કેમ ગમે છે? રાજહંસ જેમ માનસરોવરમાં મસ્ત રહે છે તેમ તારે પણ આત્મજ્ઞાનમાં મસ્ત રહેવું જોઈએ. ભેગવિષયના ગંદા ખાચિયાને છેડી સંયમ રૂપી માનસરોવરમાં આત્મજ્ઞાનની મસ્તી માણવા તૈયાર થયેલા - ગજસુકુમાલ માતા-પિતા અને ભાઈના આગ્રહથી એક દિવસ રાજસિંહાસને બેઠા. તેને - રાજસિંહાસને બેસાડીને માતા-પિતાએ પૂછ્યું કે દીકરા! તું આજે દ્વારકા નગરીને નરેશ છે. તારી જે ઈચછા હોય તે ખુશીથી કહી શકે છે. આજે તારી સત્તા છે. માટે તું અમને આજ્ઞા કરી કે અમે તને શું આપીએ? હવે સૂત્રકાર શું કહે છે. “તળે રે જયમાત વિમળ જ જાવટ નાવ સંમતિ” ભગવતીસૂત્રમાં જેવી રીતે મહાબલકુમારના દીક્ષા મહત્સવનું વર્ણન કર્યું તેમ ગજસુકુમાલને દીક્ષા મહોત્સવ ' ઉજવાય. મહાબલકુમારે જેવી રીતે દીક્ષા અંગીકાર કરી તેવી રીતે અહીં જાણી લેવું, અને મહાબલકુમારમાં લખ્યું છે કે જમાલિકુમારની દીક્ષાનું વર્ણન કર્યું છે તેમ સમજી લેવું. એટલે જમાલિકુમારની દીક્ષાનું વર્ણન કર્યું છે તેવું મહાબલકુમારનું અને મહાબલ કુમારની જેમ ગજસુકુમારની દીક્ષાનું વર્ણન સમજી લેવું. છે. અહીં ગજસુકમાલની વાત ચાલે છે ગજસુકુમાલના માતાપિતાએ કહ્યું કે બેટા ! તારી શું ઈચ્છા છે તે અમને કહે, એટલે અમે તે પ્રમાણે કરીએ, ત્યારે, વૈરાગી ગજસુકુમાલે તેમના માતાપિતાને કહ્યું- હે માતાપિતા! આપણે ખજાનામાંથી ત્રણ લાખ સૌનૈયા મંગાવે. તેમાંથી એક લાખ રૂપિયા આપીને કુત્રિકાપણુથી એક રજોહરણ મંગાવે. એક લાખ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy