SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૦ થા હિ કે રાગ નથી તેને રાજનો રંગ પણ શું કરી શકવાને છે! ગજસુકુમાલના માતાપિતા રાજ્ય આપીને શૈરાગ્યની પરીક્ષા કરી રહ્યા છે. તેઓ એમ માને છે કે તે એક દિવસનું રાજ્ય ભગવશે, રાજા તરીકે તેને માન સન્માન મળશે એટલે કદાચ ઢીલે પડશે પણ એમને ખબર નથી કે આ કે દઢ વૈરાગી છે! ગજસુકુમાલ મૌન રહ્યા. એટલે માતાપિતાને ખૂબ આનંદ થયો. સંસારી જ વૈરાગીના મનમાં પણ પિતાની ઈચ્છા પૂરી થઈ એમ માની લે છે. જેમકુમારને પરણવાની ઈચ્છા ન હતી પણ તેમને પરણાવવા માટે કૃષ્ણની પટ્ટરાણીએ ભેગી થઈને નેમકુમારની મજાક કરવા લાગી કે દિયરીયા ! પરયા વિના વાંઢા દિયરને કેઈ વિશ્વાસ નહિ કરે. તમે બહારથી ઘેર આવશે તે ઘરમાં પત્ની હશે તે તમને માનથી બોલાવશે પણ પત્ની નહિ હોય તે જીવન એકલવાયું લાગશે. પત્ની વિના ઘરની શોભા નથી. પત્ની વિના તમારું હૃદય કેની પાસે ખેલશે? પત્ની વાતનો વિસામો છે. એમ હાંસી મશ્કરીમાં ભાભીએ ઘણું બેલી ત્યારે નેમકુમારનું મેં સહેજ મલકયું. તેથી કૃષ્ણની પટ્ટરાણીઓએ માની લીધું કે દિયરજી હસ્યા એટલે તેમને પરણવાના ભાવ છે. માન્યા.માન્યા નેમ માન્યા. એમ બોલતી હર્ષઘેલી બની કૃષ્ણને સમાચાર આપ્યા. એટલે કૃષ્ણ રાજેમની સાથે તેમની સગાઈ કરી. અહીં ગજસુકુમલ મૌન રહ્યા એટલે મા-બાપ સમજ્યા કે દીકર ગાદીએ બેસવા સંમત છે. ___ "तए णं से कण्हे वासुदेवे काडुबिय पुरिसे सहावेइ र ता एवं वयासी खिप्पामेव भी સેવાનુશ્વિથા ! કુમારના મહત્થ કાવ રામ વાદ ” ત્યાર પછી કૃeણવાસુદેવે પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે જલદીથી રાજ્યાભિષેકની તૈયારી કરે. મારે ના ભાઈ દીક્ષા લેવાને છે. તેને મારે ગાદીએ બેસાડી રાજા બનાવવાને હા લેવડાવે છે, અને ધામધૂમથી રાજ્યાભિષેક કરે છે. બંધુઓ ! પિતાના ભાઈને ગાદીએ બેસાડવાના ત્રિખંડ અધિપતિને કેટલા કેડ છે! એને માટે પિતે જાતે કેટલી મહેનત કરે છે! આ તે અંતરને રંગ છે. હૈયાના હેત છે. હવે કૃષ્ણજી ગજસુકુમાલને રાજ્યાભિષેક કેવી રીતે કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર: એકચકા નગરીમાં પાંડવોનું ભવ્ય સ્વાગત : ભીમે બક રાક્ષસને મારીને કાયમ માટે ઉપદ્રવ શાંત કર્યો એટલે એકચક્રા નગરની પ્રજાએ ભીમને ખૂબ સત્કાર કર્યો. કંઈક પ્રજાજનોએ તે ભગવાન તુલ્ય માનીને તેની આરતી ઉતારી. રાજાએ પ્રજાજ સમક્ષ ભીમના ખૂબ ગુણગાન કર્યા, અને પાંડેનું ખૂબ સન્માન કર્યું પછી આખી નગરીને વિજાપતાકાઓથી ખૂબ શણગારી અને પાંડવોને હાથી ઉપર બેસાડી વાજતે ગાજતે જયજયકાર સાથે આખી નગરીમાં ફેરવીને પિતાના મહેલમાં લાવ્યા. બધાને ખૂબ પ્રેમથી જમાડયા. પછી રાજા કુંતાજીના ચરણમાં પડીને કહે છે કે માતા ! તને ધન્ય છે કે તે આવા વીર પુત્રને જન્મ આપે ! હું હજારે જીભ ભેગી કરૂં તે પણ તમાર ગુણ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy