SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ શારદા દર્શન લઈને રાક્ષસ તરફ ધ. દ્રૌપદી કુંતાજી બધા વિકરાળ રાક્ષસને જોઈને થરથર ધ્રુજવા લાગ્યા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે જે દુષ્ટ રાક્ષસે બળવાન ભીમ-માર્યો તે અજુનથી કેવી રીતે મરવાને છે. હમણું તે અર્જુનને પણ મારી નાખશે એમ વિચાર કરીને કુંતાછ દ્રોપદી બધા રડવા લાગ્યા. અરેરે હમણા તે બધાને ખાઈ જશે. આમ રડતા હતાં ત્યાં શું બન્યું. ભીમના આગમનથી હરખેલા સૌના હૈયા” :-ભીમ હસતો ને કૂદતે જ્યાં યુધિષ્ઠિર આદિ બધા હતા ત્યાં આવી કુન્તામાતાને પ્રણામ કરીને ઉભે રહ્યો. જ્યાં માણસની આશા જ ન હોય, તે મરી ગયે છે એમ માનીને તેની પાછળ બધા મરવા તૈયાર થયા હોય ત્યાં તે જ વ્યકિત આવી જાય તે કેટલે આનંદ થાય! ક્ષણ પહેલાં બધાં ભીમના શોકથી રડતા હતાં. હવે ભીમને જોઈને બધાની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. આ સમયને આનંદ કે અવર્ણનીય છે કે એ તે જે અનુભવે તે જ સમજી શકે. બધા ભીમને ભેટી પડ્યા. કુંતાજીએ તે ભીમને મેળામાં બેસાડી દીધું ને પૂછ્યું બેટા! તું સાચે ભીમ છું ને? હા. તે આ દ્રૌપદીના મેળામાં જે મસ્તક છે તે કેનું છે? દુષ્ટ રાક્ષસ તે ભીમનું રૂપ લઈને અમને બધાને ઠગવા તે નથી આવ્યો ને ? ભીમે કહ્યું –બ ! હું બનાવટી ભીમ નથી. સાચે ભીમ છું. એમ કહીને હાથમાં ગદા લઈને બનાવટી માથા પાસે ગયે ત્યાં માથું ઉડી ગયું. પછી એક રાક્ષસ આવ્યો તે તેને પણ ભીમે ધામમાં પહોંચાડી દીધું. આથી યુધિષ્ઠિર આદિ ભાઈઓ તથા દેવશમાં .. વિગેરેએ ભીમને જયજયકાર બેલા અને તેને ધન્યવાદ આપ્યા અને બેલી–ઉડ્યા કે પાંચે પાંડ અજય છે' આવી આકાશવાણી થઈ હતી તે નિષ્ફળ કેમ જાય. તે સિવાય કેવળી ભગવંતે કહ્યું હતું કે પાંચે ભાઈએ દીક્ષા લઈને મેક્ષમાં જવાના છે. તે કેવળી ભગવંતના વચને ત્રણ કાળમાં અસત્ય ન હોય, અને દેવશર્મા કહે છે કે કેવળી ભગવાને કહ્યું હતું કે આ નગરીમાં પાંડવે આવશે ત્યારે રાક્ષસને ઉપદ્રવ મટશે તે એ વાત પણ સત્ય છે. કેવળી ભગવંતના વચને ત્રણે કાળ માટે શાશ્ચત છે. કુંતાજી કહે છે બેટા! તને રાક્ષસ કેવી રીતે લઈ ગયે ને તારું શું થયું? ત્યાં તેને કેવા કષ્ટ પડયા? દિકરા ! તારું મસ્તક પડેલું જોઈને અમે બધા, દેવશર્મા અને સાવિત્રી બધાં મરવા તૈયાર થયા, અમારા તે હેશકશ ઉડી થયા હતા પણ તને જીવતો આવેલો જોઈ આજે અમારામાં ચેતન આવ્યું. તું સહેજ મેડે આવ્યું હોત તે અમને મરેલા દેખત. દ્રૌપદીને પતિ મળતાં ખૂબ આનંદ થયો. પછી બધા ભેગા થઈને બેઠા અને ભીમ બકવનમાં આવ્યા પછી શું શું બન્યું તે બધી વાત કરવા લાગ્યું. એકચકા નગરીમાં પાંડેને જયજયકાર - આ બાજુ એકચક્ર નગરીમાં ખબર પડી કે કઈ પુણ્યવાન પુરૂષે બક રાક્ષસનો વધ કર્યો છે એટલે સારી નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે કારણ કે આ તે બધાને દુઃખ હતું, તે દુઃખ જતાં સૌને આનંદ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy