SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૩૧ અહીં શકડાલે સાધ્વીજીને કહી દીધું કે તમારા મત પ્રમાણે આમ ન બોલી શકાય. સાધ્વીજી તરત શ્રદ્ધામાં સ્થિર થઈ ગયા ને ભગવાનને મત સ્વીકારી લીધે ને કહ્યું. શકડાલજી! તમને ધન્ય છે. તમે મને પડતી બચાવી છે. એમ કહીને તે ગયા. ત્યાર પછી જમાલિ અણુગાર પાસે આવીને કહે છે હે મહારાજ ! આપને માનેલે મત મિથ્યા છે. તેને છોડી દે. અને ભગવાનના વચન ત્રિકાળી સત્ય છે. તેને અંગીકાર કરો. ઘણું સમજાવ્યા પણ પિતાને મત ન છો ત્યારે સાવીજીએ કહી દીધું કે હે જમાલિ અણગાર ! બગડી ગયેલા દૂધ કે દહીંને કેઈ સંગ્રહનું નથી પણ ફેંકી દે છે તેમ હું પણ તમને વિવિધ ત્રિવિધ સરાવી દઉં છું. એમ કહીને ચાલ્યા ગયા. બેટરીના શેલમાં જે પાવર ન હોય તો તમે શેલ રાખે કે ફેંકી દો? ફેંકી દે ને ? પાવર હોય તે જ એને સાચવે છે. તેમ જેના દિલમાં ભગવાનના વચની શ્રદ્ધાને પાવર નથી તેને કોણ રાખે? જેમ ઘઉંમાંથી કાંકરા ફેંકાઈ જાય છે તેમ જમાલિ અણગાર ફેંકાઈ ગયા. સહેજ ઉસૂત્રની પ્રરૂપણ કરી તે નિખ્તવ બની ગયા ને અંતિમ સમયે કાળધર્મ પામી કિત્વિષીમાં દેવપણે ઉત્પન્ન થયા. હું તે તમને કહું છું કે ભગવાનના સિદ્ધાંતનું જ્ઞાન ખૂબ ગહન છે. તમને સમજાય તેટલું સમજજો. ન સમજાય તે ભગવાને કહ્યું છે તે સત્ય છે. હું નથી સમજી શકતે તે મારી ખામી છે. પણ ભગવાનના વચનમાં કદી શંકા કરશો નહિ, ને શ્રદ્ધામાં જરાપણ ઢીલા ન પડશે. જે ભગવાનના વચનમાં શ્રદ્ધા રાખે છે તે આત્માઓ ભવસાગર તરી જાય છે. અહીં દ્વારકા નગરીમાં નેમિનાથ ભગવાન પિતાના શિષ્ય પરિવાર સહિત પધાર્યા છે અને ઉદ્યાનમાં ઉતર્યા છે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : સ્વયંવરમંડપમાં આવતાં પહેલાં દ્રૌપદીએ કરેલી કામદેવની પુજા: દ્રૌપદીએ સ્નાન આદિ કરીને સર્વ પ્રથમ કામદેવની પૂજા કરી, અને સ્તુતિ કરીને વરદાન માંગ્યું કે હે દેવ ! મને ઈચ્છિત દિવ્યવેર મળે એવું વરદાન આપજે. ત્યાર પછી અનુપમ રૂપથી શોભતી નવયુવાન દ્વિપદીને તેની દાસીઓ ખૂબ સુંદર રીતે શણગારવા લાગી. કરકંકણ પ મેં બીછા, મુદ્રા અંગુલી માંઇ, ઝીની સાડી તન પે સેહે, કજજલ નૈન સરાઈ હે સ્વંયવર ચંદ્ર જેવું જેનું મુખડું શોભે છે. મૃગ જેવી જેની આંખે છે, દાડમની કળી જેવા દાંત છે. અને કેયેલ જે કંઠ છે. એ વચન બોલે ત્યારે જાણે મુખમાંથી અમી ઝરતી હોય તેમ લાગતું હતું તેવી દ્રૌપદી ને દાસીઓ વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણ પહેરાવવા લાગી. માથું ઓળી અંબેડામાં કુલની વેણી પહેરાવી. કાનમાં ઉત્તમ પ્રકારના રત્નોથી જડેલા કુંડળ પહેરાવ્યાં, કંઠમાં સાતસેરા, નવસેરા માણી ને મોતીના હાર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy