SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૩૭ હે મોટાભાઈ! તમે કહે છે કે તારી કાયા કોમળ છે. સંયમ પંથે જતાં તારી કાયા કર માઈ જશે. તે સાંભળો. આ કાયા તપ અને સંયમ દ્વારા દુબળી થશે પણ મારે આત્મા તો પાપકર્મના ભારથી હળ બનીને ઉંચે જશે. તપ કર્યા વિના પુરાણું કર્મો નહિ ખપે. જેમ તુંબડાને સ્વભાવ તરવાને છે પણ એ જ તુંબડાના ઉપર કઈ માટીના મજબૂત અને જાડા લેપ કરીને પાણીમાં મૂકે તે તે તરવાને બદલે પાણીમાં ડૂબી જાય છે, પણ એ લેપ પલળીને ઉખડી જાય છે ત્યારે તુંબડું ઉપર આવે છે તેમ આ દેહ તપથી ભલે સૂકાઈ જાય પણ મારા કર્મો ખપી જતાં આત્મા હળ બનીને ઉચે જશે. અને બધા કર્મો ક્ષય થતાં શાશ્વત સિદ્ધિપદને પામશે. પછી ત્યાં કઈ જાતનું દુઃખ નહિ રહે. હે વીરા ! સંસારનાં કષ્ટ વેઠવાથી મારું કલ્યાણ નહિ થાય પણ સંયમ માર્ગમાં સમજણપૂર્વક કષ્ટ સહન કરીશ તે મારું કલ્યાણ થશે. માટે હે મારી માતા ! હે મારા કૃષ્ણજી વીરા ! તમે મને ઉલાસપૂર્વક દીક્ષાની આજ્ઞા આપ, ત્યારે કૃણુજીએ કહ્યું, ભાઈ ! હું તને એમ તે કેવી રીતે આજ્ઞા આપું ! મને તે તને રાજા બનાવવાના કોડ છે. ત્યાર પછી “તપ મનસુકુમારે કુમારે વા વાયુ મમ पियरो य दाच्चपि तच्चपि एवंवयासी, एवं खलु देवाणुप्पिया! माणुस्सया कामा असुई સાસયા વંતારા નાવ વિનંદિવ્યાં મસ્કિતિ ” ગજસુકુમાલે કૃષ્ણ વાસુદેવ તથા પિતાના માતાપિતાને બે ત્રણ વખત આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! કાગના આધારભૂત આ સ્ત્રી પુરૂષ સબંધી શરીર અશુચીનું સ્થાન છે. અસ્થિર, અનિત્ય અને અશાશ્વત છે. સડવું, પડવું, નષ્ટ થવું એ જેને સ્વભાવ છે. તેથી પહેલા કે પછી એક દિવસ તેને છોડવાનું છે. વમન, કફ, પિત્ત, લેહી, પરૂ, શુક, મલ-મૂત્ર વિગેરે દુર્ગધી પદાર્થોથી ભરેલું છે. ઉપરથી આ ચામડી મહેલી છે એટલે આ કાયા સુંદર અને સુકુમાલ તમને દેખાય છે પણ અંદર તે અશુચી ગંદા પદાર્થોથી ભરેલી છે. આ તે ગજસુકુમાલ તેમના માતાપિતાને સમજાવવા માટે કહે છે પણ જીવને આ વાત સમજવા જેવી છે. જે દેહની પાછળ આટલી જહેમત ઉઠાવે છે. તે શરીર ઉપરથી સારું દેખાય છે પણ અંદરથી કેવું છે તે જાણે છે ને ! કેઈને એકસીડન્ટ થયો હેય તે વખતે તેના શરીરમાંથી લોહી અને માંસના લોચા નીકળી ગયા હોય તે આપણુથી જોઈ શકાય છે? આ બધું જોઈને આપણને ચક્કર આવી જાય છે. સૂગ ચઢે છે. પિતાના શરીરમાંથી બહાર નીકળેલા લેહી, મળ, મૂત્ર વિગેરે અશુચી પદાર્થો પણ જોવા ગમતા નથી તે બીજાની તે વાત જ કયાં કરવી? આ શરીર અનિત્ય, અશાશ્વત અને અસ્થિર છે. એમાં મેહ પામવા જેવું નથી, માટે હે માતા-પિતા અને મોટાભાઈ! મને આજ્ઞા આપો. આજ મને લગની લાગી, થઈ જાવું મારે વીતરાગી, રાગ હતું મને કાયા પર, માંસ રૂધિરની માયા પર, મમતા એની મેં ત્યાગી, થઈ જાવું મારે વીતરાગી,
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy