SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા એને ৩২৬ તમે કહો છો કે આપણે ત્યાં આટલી બધી લક્ષમી છે, ભંડાર ભરેલા છે તે શું તે બધું શાશ્વત છે? એ બધું કયાં સુધી ટકશે ? લક્ષ્મીને સ્વભાવે તે ચંચળ છે. કયારે ચાલી જશે તેની ખબર નથી. જેમ કુલની સુગંધ ઘડી બે ઘડી ટકે છે પછી ઉડી જાય છે તેમ આપણું જીવન પણ નશ્વર છે. તે હવે મારે કેના ભરોસે બેસી રહેવું! છંદગી જ ક્ષણિક છે ત્યાં તમે કહે છે કે હમણાં દીક્ષાની વાત ન કરીશ તે શું તે વાત બરાબર છે ? શું તમે મને લખી આપવા સમર્થ છે કે આ બધું કાયમ ટકવાનું છે. તારું આયુષ્ય લાંબુ છે તે હજુ કંઈક વિચાર કરું. બોલે, ગેરંટી આપે છે? હવે કૃષ્ણજી કંઈ કહી શકે ખરા? જ્યાં પિતાના આયુષ્યને ભરેસે નથી ત્યાં બીજાની વાત ક્યાં કરવી? ગજસુકુમાલ કહે છે ભાઈ! તમારી પાસે તે ત્રણ ખંડનું રાજ્ય છે પણ કદાચ ત્રણને બદલે તમને છ ખંડનું રાજય મળી જાય તે પણ જે સુખ ત્રિકીનાથ નેમનાથ પ્રભુ પાસે છે તે તમારી પાસે નથી. છ છ ખંડના સ્વામી ચક્રવર્તીએાએ પણ દીક્ષા લીધી છે. માટે એક વાત સમજી લે કે સાચું સુખ સંયમમાં છે. ગજસુકુમાલને જવાબ સાંભળીને કૃષ્ણજી સ્થિર થઈ ગયા. અહે! આ મારે લઘુ બંધ કેવા સચોટ જવાબ આપે છે ! એનામાં આવી તાકાત કયાંથી આવી ગઈ! ગજસુકુમાલને જવાબ સાંભળ્યા પછી વધુ પરીક્ષા કરવા કૃષ્ણ વાસુદેવ કહે છે ભાઈ ! તું દીક્ષા લઈશ પણ પછી સગાવહાલાં કેઈને યાદ નહી કરાય આ સંસાર તારે ભૂલ પડશે. તે ઘણું દુષ્કર છે. ગજસુકુમાલ કહે છે જેને સંયમ લે છે તેને માટે કંઈ દુષ્કર નથી. આ સંસારમાં કેણ કેવું છે? હું તે સંસારનાં સર્વ સબંધે સ્વાર્થથી ભરેલા દેખું છું પછી યાદ શા માટે કરું? હજી કૃષ્ણવાસુદેવ તેમની સામે કેવી દલીલ કરશે ને ગજસુકુમાલ શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ ભીમ તે ઘસઘસાટ ઉંઘી ગયેલ હોય તે દેખાવ કરીને સૂઈ ગયે. એટલામાં બક રાક્ષસ ત્યાં આવ્યા. વધશિલામાં હૃષ્ટપુષ્ટ શરીરવાળા ભીમને સૂતેલે જોઈને તેને ખૂબ આનંદ થયે કે અહો ! આજે તે કઈ તગડા શરીરવાળે લેહી માંસથી પુષ્ટ માણસ આવ્યું છે એટલે આપણને ખૂબ મઝા આવશે. રેજ તે સૂકાયેલા હાડપિંજર જેવા માણસો આવે છે એમાં મારું પેટ માંડ ભરાય છે, પણ આજે તે મારા સાથીદારોના પણ પેટ ભરાશે. અહે મારા મિત્રો ! આજે તે એ માણસ આવ્યો છે કે આ શિલામાં સમાતું નથી, પણ મારા માટે બલિ (રાંધેલા ચોખા) કેમ નથી લા? તેમ બેલતે ગુસ્સે થઈને લાત મારવા લાગ્યો પણ ભીમનું રૂંવાડું ફરકતું નથી કે હાલતાચાલતું નથી. એકદમ સ્થિર સૂઈ રહ્યો, ત્યારે રાક્ષસના મનમાં થયું કે આ કેઈ જબરો માણસ લાગે છે. બીજા બધા તે બિચારા મારો અવાજ સાંભળીને થરથર ધ્રુજે છે. આને તે કંઈ અસર લાગતી નથી. મડદું તે નથી ને ? “ક્રોધે ભરાયેલો રાક્ષસ ભીમને બટકા ભરવા લાગ્યો” : એમ વિચાર
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy