SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ७२२ શારદા દર્શન નથી તે હે વીરપુરૂષ! તમે કોણ છો? ભીમે કહ્યું એ વાતની તને પછી ખબર પડશે પણ એ પાપી રાક્ષસ કયાં રહે છે? તે તું મને કહે. એટલામાં ધરતી ધ્રુજાવતે રાક્ષસ દૂરથી દેખાય, એટલે પૂજારીએ કહ્યું-જુઓ, રાક્ષસ દૂરથી આવતે દેખાય છે. બસ, હવે હું જાઉં છું એમ કહીને પૂજારી સંતાઈ ગયે ને ભીમ રાસ માટે લાવેલા રેખાનું કામ પિતાની સામે રાખીને મુઠ્ઠા ભરીને ખાવા લાગ્યા. દૂર સંતાયેલા પૂજારીએ આ જોયું એટલે તેને બૂમ પાડીને કહ્યું કે અરે મૂર્ખ ! આ રાક્ષસને માટે લાવેલા ચેખા તું શા માટે ખાય છે? રાક્ષસનું ખાણું આપણાથી ન ખવાય, ત્યારે ભીમે કહ્યું-ભાઈ ભલે રાક્ષસ માટે બનાવ્યાં તેમાં શું થઈ ગયું? એ તે મનુષ્ય પણ ખાઈ શકે છે. આ કંઈ અભક્ષ ચીજ થેડી છે કે હું ન ખાઉં! એ ખાવાથી કંઈ હું રાક્ષસ નહિ બની જાઉં. તું બેફિકર રહેજે. એમ કહી રાંધેલા બધા ચોખા ખાઈને વધશિલા ઉપર લાંબા થઈ ચાદર ઓઢીને નિર્ભયતાથી સૂઈ ગયા. તેના હૃદયમાં નામ ગભરાટ ન હતો. જાણે ઘસઘસાટ ઉંઘી ગયો હોય તેવા નસકેરા બોલાવવા લાગ્યા. હવે બક રાક્ષસ ત્યાં આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ઉગ્ર તપસ્વી સુશીલાબેનને માસખમણનું પારણું છે. બેરીવલી શ્રીસંઘને આંગણે સેળ મા ખમણ પૂરા થયા. વ્યાખ્યાન નં. ૯૨ આ સુદ ૧૦ શુક્રવાર તા. ૨૧-૧૦-૭૭. અનંતજ્ઞાની અરિહંત ભગવંતે અનંતકાળથી ભાવનિદ્રામાં સૂતેલા જીવોને ઢાળીને જગાડે છે કે હે ભવ્ય ! જાગો, સમજો અને સાધના કરે. તમને થશે કે અમે તે જાગેલા છીએ, કયાં ઉધીએ છીએ! તમે જે જગ્યા છે. તે દ્રવ્ય નિંદ્રામાંથી જાગ્યા છે પણ ભાવનિદ્રા કોને કહેવાય તે જાણે છે? માવનિદ્રા ના રાત્રિ શૂન્યતા” ભાવનિદ્રા એટલે જીવનમાં જ્ઞાન-દર્શન અને ચારિત્રની શૂન્યતા. આ ભાવનિદ્રામાં આપણે આત્મા અનાદિકાળથી સૂલે છે. આ નિદ્રામાં પોઢેલા જીવને ભાન નથી કે હું કે છું? મારું સ્વરૂપ શું છે? અને મારું શું છે? તેથી જે પિતાનું નથી તેને પિતાનું માનીને પકડી બેઠો છે, અને જે પિતાનું છે તેને છેડી દીધું છે. જીવને સ્વમાં સુખ છે ને પુરમાં દુઃખ છે. આ જીવ સ્વને છેડીને પરના પ્રેમમાં પડે છે તેથી સુખી થવાને બદલે દુઃખી બન્યા છે. માટે સમજે, કે આ જીવનું પિતાનું કઈ પણ હોય છે તે જ્ઞાન-દર્શન છે. તે સિવાયનું બધું પર છે. જ્ઞાન એટલે તત્ત્વનો રસ ચે. બેધ. દર્શન એટલે તત્વની સાચી શ્રધ્ધા અને ચારિત્ર એટલે તત્વની રમતા. આ જ્ઞાન-દર્શન-ચારિત્રને રત્નત્રયી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy