SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૧૯ બેસાડ ને પૂછયું-અહે, મારા લઘુ બંધવા! તારી શું ઈચ્છા છે? ત્યારે ગજસુકમાલે કહ્યું–મોટાભાઈ! મારે દીક્ષા લેવી છે. મારું સુખ કહે, આનંદ કહે તે એક–ચારિત્ર છે. મને બીજે ક્યાંય સુખ દેખાતું નથી, અને ખરેખર ભગવાને કહ્યું છે કે, न वि सुही देवता देवलोए, न वि सुही युठवि पइराया। न वि सुही सेठ सेणावइ य, एगंत सुही मुणी वीतरागी॥ મહાન ઐશ્વર્યશાળી દેવકના દેવે પણ સુખી નથી કારણકે ત્યાં પરિગ્રહ સંજ્ઞાનું પ્રબળ જેર છે. એમને કમાવું નથી કે ગુમાવવું નથી. કંઈ ઉપાધિ નથી છતાં પરિગ્રહ વધારવાની કેટલી ચિંતા છે. પૃથ્વીપતિ મોટા મોટા રાજાએ પણ સુખી નથી. તેઓ એક પૃથ્વીના ટુકડા માટે એકબીજા ઉપર આક્રમણ કરે છે. બીજાને સત્તાના સિંહાસન ઉપરથી ફેંકી દઈ પોતે સર્વોપરિ સત્તા મેળવવા માટે કેટલા કાવાદાવા કરે છે, કેટલી માયાજાળ રચે છે. રાજા થવું એટલે કાંટાને મુગટ પહેરી પળે પળે મૃત્યુથી ભયભીત રહેવા જેવું છે. તમે જાણે છે ને કે આજે રાજ્યમાં કેટલી મેલી રમત રમાય છે. સારે પ્રધાન આવે ને તેની ખ્યાતિ ફેલાય તે બીજાથી સહન થતી નથી એટલે તેને કપટ કરીને મારી નાંખે છે અને તેનું મડદું કયાંને કયાં નાંખી દે છે તેની ખબર પડતી નથી. જેમ સત્તા વધતી જાય તેમ શત્રુઓ પણ વધતા જાય છે. ખાવામાં, પીવામાં, સૂવામાં અને બહાર નીકળવામાં એને ભય રહે છે. માટે રાજા પણ સુખી નથી. શેઠ, સેનાધિપતિને પણ અ.જે કયાં સુખ છે. ખરેખર આ સંસારમાં કયાંય સુખ દેખાતું નથી. હે માતા! સાચું સુખ તે ત્યાગમાં છે. ગજસુકુમાલને તેમની માતાએ સંયમની કઠીનતા ખૂબ બતાવી પણ તેમને વૈરાગ્ય દઢ હો, હવે વડીલ બંધુ કૃષ્ણવાસુદેવ તેની પાસે આવશે ને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર – કુંતાજી સાવિત્રીને આવાસન આપે છે. ત્યાં દેવશર્માને પાંચ વર્ષને બાળક દેડતે આવીને કહે છે બા ! હું બક રાક્ષસને મારવા જઈશ. હું લાકડી વડે બક રાક્ષસને મારી નાંખીશ. બાળકની બહાદુરી આગળ કંતાઈને જાગેલ આત્મા” :- આ દશ્ય જોઈને કુંતાજીનું કાળજું કંપી ગયું, અને વિચાર કર્યો કે આટલે નાનું બાળક એમ કહે છે કે હું રાક્ષસને મારી નાંખીશ. માટે હવે જરૂર એ મરી જશે. ફૂલ જેવાં નિર્દોષ બાળકના વચનો શુકન રૂપ માનીને કુંતાજીએ કહ્યું- બેટાતું ચિંતા નહિ કર, મારા પાંચ પુત્રો છે તે પાંચે પાંચ શુરવીર છે. કેઈનથી હારે તેવા નથી. માટે હું પાંચમાંથી ગમે તે એકને રાક્ષસ પાસે મોકલી દઈ, ત્યારે દેવશર્મા કહે છે બા ! તે બક રાક્ષસ બહુ જબરે છે માટે હું જ જઈશ. દેવશર્માને ભીમે આપેલો જવાબ :- કુંતાજી અને દેવશર્મા વચ્ચે થતું વાર્તાલાપ બાજુના ઓરડામાં બેઠેલા ભીમે સાંભળે, અને તરત દોડતે બહાર આવીને
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy