SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૭૧૧ ગજસુકુમાલ આવે એટલે માતાએ પૂછવું–બેટા! તું આવ્યું ? રે ગજસુકુમ માતાને નમન કરીને કહ્યું–હે માતા ! હું મેટાભાઈની સાથે તેમનાથ ભગવાનના દર્શન કરવા ગયે હતે. આટલા શબ્દો સાંભળીને દેવકી દેવીના આનંદનો પાર ન રહ્યો. અહે! હું ભાગ્યવાન છું કે હજુ કુમળા ફુલ જેવા, ગેડી દડે ખેલતાં મારા લાલને ભગવાનના દર્શન કરવા જવાનું મન થયું ! આગળ વધતાં ગજસુકુમાલે કહ્યું – માતા ! હું ભગવાનના દર્શન કરવા ગયે. ભગવાનને પહેલી જ વખત જોયા. મને તે ભગવાન બહુ ગમી ગયા. મેં એમની વાણી સાંભળી. એ વાણી સાંભળીને મારા અંતરમાં અલૌકિક આનંદ થશે. આટલા શબ્દો સાંભળતાં તે દેવકીજીને એર આનંદ થયે ને બેલ્યા-બેટા તે ભગવાનના દર્શન કર્યા, તને ભગવાન બહુ ગમ્યાં, ભગવાનના મુખાવિંદથી તે વાણી સાંભળી તે પણ તને બહુ ગમી તેથી તું તે ભાગ્યવાન છે ને સાથે હું પણ એવી ભાગ્યવાન છું કે મારા સંતાનને ધર્મ રૂ છે. મારા છ છ લાડકવાયાએ તે દીક્ષા લીધી છે. અને મારો કૃષ્ણ ભલે દીક્ષા લઈ શક નથી પણ ભગવાનનું નામ સાંભળીને ગાંડ-ઘેલ બની જાય છે, અને તેને પણ ભગવાનની વાણુ ગમી એ કંઈ ઓછા પુરયની વાત છે! પુણ્યવાન આત્માઓને ધર્મ રૂચે છે. બાકી કેઈને પરાણે મોકલવામાં આવે . તે પણ એને જવું ગમતું નથી. દેવકી માતા કહે છે - “ધતિ તુમં ગાવા, કાથોરિ તુજાથા, ચ વળતિ તુમ નાથા '' હે પુત્ર! તું બહુ ભાગ્યશાળી છે. તું સકળ ગુણસંપન્ન છે, તું કૃતાર્થ છે, તે પિતાના શરીરવતી બધા શુભ લક્ષણોને સફળ બનાવ્યા છે. કારણ કે તે તેમનાથ ભગવાનના મુખેથી શ્રુત ચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કર્યું છે, અને તેને પિતાના ઈષ્ટ સાધકરૂપે સ્વીકાર્યો છે, આરાધ્યરૂપે તે ધર્મને જાણે છે, તેમજ તે તને ગમી ગયેલ છે. આ રીતે માતાપિતાને ખૂબ આનંદ થયે. ગજસુકમાલે માંગેલી દીક્ષાની આજ્ઞા - ગજસુકુમાલે જે કંઈ કહ્યું તેથી માતાપિતાને ખૂબ આનંદ થયે. માતા-પિતાને આનંદ ને ઉલ્લાસ જોઈને ગજસુકુમાલે વાત આગળ ચલાવતાં કહ્યું - હે માતાપિતા ! મેં નેમનાથ ભગવાનના મુખેથી જે ધર્મ સાંભળે છે તે ધર્મ પ્રત્યે મને શ્રદધા થઈ છે, મને રૂ છે, વિશેષ પ્રકારે રૂ છે. એટલે “ત્ત છામિનું સન્માન ! તુજ હિંમgrણ સમાજે સમજણ મારો મરિમિક્સ અંતિશ વિત્તા અTIF ITIIf gવત્તા ” હે માતાપિતા ! હું તમારી પાસેથી આજ્ઞા મેળવીને તેમનાથ ભગવાનની પાસે ઘર છોડીને અણગાર અવસ્થા ધારણ કરવા ઈચ્છું છું. એટલે કે સંસાર છોડીને સંયમી બનવા ઈચ્છું છું. માટે મને દીક્ષાની આજ્ઞા આપે. આ શબ્દો સાંભળીને દેવકી દેવીનું મુખ જાણે કડવું કવીનાઈન પીધું ન હોય, તેવું થઈ ગયું. પુત્રના શબ્દો તેને દુઃખદાયક લાગ્યા. કારણે કે જે માતા પુત્રને વિયોગ ઘડીક સહન કરી શકતી ન હતી, તે પુત્ર દીક્ષા લે તે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy