________________
*
|
૭૦૯
ત્યારે તે પાણી લાવી આપ્યું. તું ન હતું તે માતાજી જીવી શકી નહિ. વળી જ્યારે દ્રૌપદી વનમાં ભૂલી પડી ગઈ ત્યારે અમે તે શોધી શોધીને થાકયા પણ મળી નહિ ત્યારે તું ધી લાવી અને અમને જીવાડયા. આ વિષમ અટવી પણ તારી સહાયથી જલ્દી પાર કરી શક્યા છીએ એટલે તારા જેટલે ઉપકાર માનીએ તેટલે એ છે છે. આવી ગુણીયલ પત્ની પ્રાપ્ત કરીને મારા ભાઈ ભાગ્યશાળી બને છે, અને મારા ભાઈ જે પતિ મેળવીને તું પણ ભાગ્યશાળી બની છે. હવે અમારી ઈછા આ નગરીમાં થોડો સમય રોકાવાની છે, અને તું ગર્ભવતી છે માટે તું તારા પિયર જા. ગર્ભનું બરાબર પાલન કરજે, અને નવકારમંત્રનું સદા સ્મરણ કરજે અને જ્યારે અમે તારું સ્મરણ કરીએ ત્યારે તું જરૂર પછી આવી જજે.
રડતી આંખે હિડંબાને આપેલી વિદાય” – યુધિષ્ઠિરની વાતને સ્વીકાર કરીને હિંડબા પિયર જવા તૈયાર થઈ. તેને આ બધું છોડીને જવું ગમતું નથી, પણ આજ્ઞાનું પાલન કરવું તેમ સમજી જતી વખતે માતા કુંતાજી અને દ્રૌપદીના ચરણમાં પડી ગઈ. કુંતાજી અને દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા ને કહ્યું, હિડંબા! અમને તારા વિના નહિ ગમે પણ ન છૂટકે તને જવા દેવી પડે છે. તું આનંદથી રહેજે ને વહેલી પાછી આવજે. એમ કહી તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી હિડંબા આકાશ માર્ગે ઉડીને તેના પિયર ચાલી ગઈ ને ધર્મધ્યાન કરતી ગર્ભનું પાલન કરતી આનંદથી રહેવા લાગી. એના ગયા પછી પાંડેએ શું કર્યું?
તેમણે બ્રાહ્મણને વેશ લઈ એકચકા નગરીમાં પ્રવેશ કર્યો. પાંચ ભાઈ, કુંતાજી અને દ્રૌપદી બધા નગરીમાં ચાલ્યાં જતા હતા. માણસ ગમે તેવે વેશ બદલે પણ એના તેજ બદલાતા નથી. એમને દેવશર્મા નામને એક બ્રાહ્મણ સામે મળે. એમને જોઈને તેના મનમાં થયું કે આ કઈ પવિત્ર પુરૂષ લાગે છે. પણ દુઃખના માર્યા આ નગરીમાં આવ્યા લાગે છે. “પુણ્યવાનને પગલે પગલે નિધાન ” નહિતર અજાણ્યા ગામમાં કેણુ ભાવ પૂછે? અહીં તે પાંડેને જોઈને દેવશર્માએ કહ્યું, ભાઈ! તમે મારા ઘેર ચાલે ને મારા ઘરનાં મહેમાન બને. પાંડેએ કહ્યું- હે ભૂદેવ! અમે તે રખડતાં માણસે છીએ. નોકરીની શોધ કરીએ છીએ. અમને તમારા ઘેર લઈ જઈને શું કરશે ? બ્રાહ્મણે કહ્યું – તમે ભિખારી નથી. મહાન પુણ્યાત્મા દેખાવ છો માટે મારે ઘેર પધારીને મને લાભ આપે. પાંડેએ ઘણી ના પાડી પણ દેવશર્મા ખૂબ આગ્રહ કરીને તેને ઘેર લઈ ગયા. ખૂબ થાકેલા હતાં એટલે સ્નાન કરાવીને સારું ભજન બનાવીને જમાડયા. હવે શું કહેશે તેના ભાવ અવસરે.