SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ १७१ શારદા દર્શન વિચાર કરે બંધુઓ ! આપણે ખાલી ચાલવું હોય તે પણ થાક લાગે છે, તે આટલા માણસને ઉંચકીને ભીમ કેવી રીતે ચાલતું હશે? એની વડીલે પ્રત્યે કેવી ભક્તિ હશે! ચાલતાં માર્ગમાં જે વૃક્ષો આડા આવે તેને પગની લાત મારીને ઉખાડી નાંખતે. એટલે તેને જવા માટે માર્ગ ચેખે થઈ જતું. આ રીતે બધાને ઉંચકીને ભીમ ચાર પ્રહર અંધારી ઘેર રાત્રીમાં ચાલ્યું. રાત પૂરી થી સૂર્યનાં કિરણે પૃથ્વી ઉપર પથરાયા. માર્ગમાં એક શહેર આવ્યું, પણ ત્યાં રોકાયા નહિ. કારણ કે કદાચ કોઈ જોઈ જાય ને દુર્યોધનને ખબર પડી જાય તે મુશ્કેલી થાય. એટલે ગામ છોડીને ઘણે દૂર એક જંગલમાં જઈને એક ઘટાદાર વડલા નીચે જઈને ભીમે બધાને નીચે ઉતાર્યા. ધર્મરાજાએ કહ્યું-ભાઈ! તું ખૂબ થાકી ગયે હશે. હવે સૂઈ જા, એમ કહી ભીમને સૂવાડ્યો. અર્જુનજી આસપાસ તપાસ કરીને પાણી લાવ્યા, સીએ પાણી પીધું પણ ભૂખ કકડીને લાગી છે ભૂખ્યા રહેવાતું નથી. શું કરવું? કંઈ વનફળ મળે તે ખાઈએ પણ એટલામાં કયાંય વનફળ ન મળ્યાં, ત્યારે ધર્મરાજાએ કહ્યું-અજુન ! ભૂખ સહન થતી નથી. તારી વિદ્યાનું મરણ કરીને તે બધાને જમાડ. દેવાનુપ્રિય! અજુન પાસે વિદ્યા હતી. એમને ભૂખ તરસ વેઠવી ન પડત, પણ આ મહાનપુરૂષે પિતાની પાસેની શક્તિને જેમ તેમ કે જલદી ઉપયોગ કરતા નથી. પિતાનાથી જેટલું સહન થાય તેટલું કષ્ટ સહન કરે છે. ન છૂટકે તેને ઉપયોગ કરે છે. આ ગાઢ જંગલમાં બબ્બે દિવસ ભૂખ્યા ચાલ્યા ને હજુ ઘણું ચાલવાનું છે, તેથી અને વિદ્યાને ઉપગ કર્યો. એટલે તૈયાર રઈને ભાણું આવી ગયાં. બધાએ પેટ ભરીને ભેજન કર્યું. તેથી બધાના પગમાં ચેતન આવ્યું. જમ્યા બાદ ડીવાર આરામ કરીને ત્યાંથી આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતાં સૂર્યાસ્ત થયે. પલંગમાં પિઢનાર કાંકરાની પથારીમાં બધાને સૂતેલાં જોઈ ભીમનું પીગળેલું હૃદય” -એ વન ખૂબ ભયંકર બિહામણું હતું. એ ભૂમિ પણ ભયભીત લાગતી હતી. ત્યાંના વૃક્ષો પણ રૌદ્ર આકૃતિવાળા હતા. ચારે બાજુથી સિંહ, વાઘ વિગેરે જંગલી પશુઓની ગર્જના સંભળાતી હતી. જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ ઘોર અંધકાર વ્ય ગયે. હવે ચાલી શકાય તેમ ન હતું, એટલે આ વનમાં રાત્રિ વિતાવવાને નિર્ણય કર્યો. અને એક વૃક્ષ નીચે બેસી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કર્યું. ત્યાર બાદ ભીમે કહ્યું મોટામાઈ! તમે બધા સૂઈ જાઓ. હું બધાની ચોકી કરીશ, ત્યારે અર્જુન અને ધર્મરાજાએ કહ્યું, ભાઈ! તું તે અમને બધાને ઉંચકીને ખૂબ ચાલે છે. તેથી તને ખૂબ થાક લાગે હશે માટે તું સૂઈ જા. ભીમે કહ્યું મને થાક નથી લાગે. તમે સૂઈ જાઓ. એમ કહીને બધાને સૂવાડી દીધા ને ભીમ ખડે પગે બધાની ચોકી કરવા લાગે. ખૂબ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy