SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શને જેવા દુષ્ટ બનવું નથી. હું જુગાર રમે છું તે તેનું ફળ મને ભોગવી લેવા દે. તેર વર્ષ પછી તમારે જેમ કરવું હોય તેમ કરજો. હું ને નહિ પાડું. એમ કહીને શાંત કર્યા. પછી કહ્યું હાલ બીજી બધી વાત છેડીને અહીંથી બચવા માટે શું કરવું તે નકકી કરીએ. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ મકાનમાંથી ઘણે દૂર નીકળી શકીએ તેવી સુરંગ ખોદાવવી, અને જ્યાં સુધી સુરંગ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે બધાએ અહીં સાવધાનીથી રહેવું. જ્યારે આગ લગાડશે ત્યારે સુરંગ દ્વારા બહાર નીકળી જઈશું. લાખના મહેલમાંથી નીકળવાને શેધેલ રસ્તે” : સુરંગ ખોદાવવાનું નક્કી કર્યું પણ સુરંગ ખેદનાર ગુપ્ત માણસ કયાંથી લાવે તેના વિચારમાં પડયા. ત્યારે વિદુરજીએ મેકલેલા પ્રિયવંદ નામના દૂતે કહ્યું કે તમે એની ચિંતા ન કરે. તમારા કાકા વિદુરજીએ બધે વિચાર કરીને સુરંગ બદનાર માણસને પણ મારી સાથે એક છે. આ સાંભળીને ધર્મરાજાને ખૂબ આનંદ થયે. અહો! આપણા વડીલ વિદુરજીની આપણું ઉપર કેટલી કૃપાદષ્ટિ છે ! એમણે દીર્ધદષ્ટિ વાપરીને માણસ મોકલી આપે છે. અત્યારે તેમણે આપણને આ સમાચાર ન આપ્યા હતા તે આપણો વિનાશ થઈ જાત, પણ આવા દુઃખમાં હજુ પુણ્યને ઉદય છે તેથી આપણને સમાચાર મળી જાય છે. ધર્મરાજાએ આવેલા માણસને કહ્યું કે રાત્રીના સમયે કેઈ ન જાણે તેવી રીતે તું સુરંગ ખોદવાનું કામ શરૂ કરજે, અને અહીંથી અમે દ્વૈતવનમાં નીકળીએ તેવી રીતે સુરંગ બનાવ. કયાં સુરંગનું દ્વાર બનાવવું વિગેરે સૂચનાઓ આપી તે પ્રમાણે વિદુરજીને મેકલેલ શુકન નામને માણસ રાતના સમયે યુધિષ્ઠિરના મકાનમાં ધીમે ધીમે સુરંગ દતે હતે ને દિવસે નગરની બહાર કામ કરતા હતા. સુરંગનું કામ શરૂ થઈ ગયું. દુર્યોધન ઉપર કે પાયમાન થયેલ અર્જુન અને ભીમ-બંધુઓ ! જગતમાં પુણ્યની કેવી બલીહારી છે! પુણ્યવાન માણસ શૂળ ઉપર પગ મૂકે તે પણ શૂળ ફૂલ બની જાય છે, અને પુણ્યહીન માણસ ફૂલ ઉપર પગ મૂકે તે ફૂલ પણ શૂળ બની જાય છે. પાંડવે પુણ્યવાન છે એટલે દુઃખમાં પણ બચવાની સામગ્રી મળી જાય છે, પણ પાંડને દુર્યોધન ઉપર ખૂબ ક્રોધ આવ્યો કે આપણે તે માન્યું કે તેની મતિ સુધરી ગઈ પણ આ તે હળાહળ ઝેર ભર્યું છે. ભીમને ગુસ્સો આવ્યો તેથી કહે છે મોટાભાઈ! આપ આજ્ઞા આપે તે આપણે વિનાશ કરવા આવેલા પુરેચન બ્રાહ્મણને મારી ગદાના એક ઘાએ પૂરે કરી નાખુ. પછી આપણે અહીંથી ચાલ્યા જઈએ, ત્યારે ધર્મરાજાએ કહ્યું, ભાઈ ! મેં તને એક વખત કહ્યું ને કે હમણાં આપણે કાંઈ કરવું નથી. તેર વર્ષ પછી બધું કરજે. હમણાં શાંતિ રાખે. બીજી વાત એ છે કે આપણે પુરેચનને મારીને ચાલ્યા જઈશું તે કઈને કઈ રીતે દુર્યોધનને સમાચાર તે પહોંચી જશે તે ઉટે વહેમ પડશે ને આપણને શોધવા
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy