SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર શારદા દાન આજે સ્વ. ગચ્છાધિપતિ આ. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેખના સુશિષ્ય સ્વ. બા, બ્ર. હદમુનિ મહારાજ સાહેબની પુષ્પતિથિ છે. આ પ્રસંગને અનુરૂપ પૂ. મહાસતીજીએ ખા. બ્ર. હુ દમુનિ મહારાજ સાહેમના જ્ઞાન, દન, ચારિત્ર, તપથી · ઝગમગતા સૌંચમી જીવન ઉપર સુંદર પ્રકાશ પાડયા હતા. જે સાંભળતાં શ્રોતાઓની આંખમાંથી અશ્રુન્નારા વર્ષી હતી. તેમના આદર્શ જીવનના પ્રસગે ખૂબ આદરણીય હતા. ૐ શાંતિ વ્યાખ્યાન ન, ૮૨ ભાદરવા વદ ૬ ને સામવાર તા.૩-૧૦-૭૭ અનંત કરૂણાનિધિ, શાસ્ત્રકાર ભગવતાએ અનંતકાળથી ભવસમુદ્રમાં ડૂબતા જીવાને તરવા માટેના રાહ ખતાવવા માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણા કરી. સૂત્રમાં ભગવત ફરમાવે છે કે હું જીવાત્મા ! તુ પુદ્ગલમાં સુખ શેાધી રહ્યો છે. તે સાચુ સુખ પુદ્ગલમાં નથી પણ આત્મામાં છે. વસ્તુ ઘરમાં છે ને બહાર શેાધે તે કયાંથી મળે? તેમ સુખને ખજાના આત્મામાં પડેલા છે તેને છોડીને જીવ બહાર શેાધી રહ્યો છે તે કયાંથી મળશે ? આત્મા સિવાયની પર વસ્તુમાં સુખ નથી. જ્ઞાનીઓ કહે છે કે— પુદ્દગલભાવની દૂર થાએ પસ્તી, તે અંતરમાં જામે આત્માની મસ્તી, અનાદિની પ્રકૃતિ ત્યાંથી ખસતી, પછી તો નથી ત્યાં કોઈ જાતની તસ્તી. અન"તકાળથી જીવ પુદ્ગલ તે હું, એમ માનીને ભૂલવણીમાં પડી ગયા છે. હાથ તે હું, પગ તે હું, દેહ તે હું, આવું માનીને તેના દુઃખે દુઃખી થાય છે, ને તેને સાચવવામાં જિંદગીના અમૂલ્ય સમય વીતાવે છે, પણ હું' તમને પૂછું છું કે તમારે ઘેર વાંચવા માટે પેપર લે છે. તેને વાંચીને પછી શુ કરી છે ? તિજોરીમાં મૂકે છે કે ખૂણામાં મૂકે છે ? પેપર વંચાઈ ગયા પછી તેા તમે તેને પસ્તીમાં જ કાઢી નાંખાને ? એ પસ્તીને તિજોરીમાં મૂકાતા તિજોરી શેલે ખરી ? “ ના. ” તિજોરીમાં તે દાગીના, પૈસા વગેરે કિંમતી ચીો મૂકાય. એનાથી તિજોરી શાલે પણ પસ્તી ભરવાથી શેાથે નડુિ. પસ્તી તે ઘરના એક ખૂણામાં મૂકી રખાય. કદાચ કોઈ માણસ તિજોરીમાં પસ્તી ભરે તે તે મૂખ્ય કહેવાય. તિજોરીમાં પસ્તી ભરનારને મૂર્ખા કહેા છે ને તે આત્માની રીતે તમે સમજો કે અહી” માલ કોને કહેવા ને પસ્તી કેને કહેવી ? મધુએ ? આત્મા એ માલ છે ને પુદૂગલ એ પસ્તી છે, પણ માક્ષમાં જવા માટેની સાધનામાં એના સહારાની જરૂર છે. તે માટે તેને સાચવે તેની ના નથી પણ એકાંત
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy