SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કરીને ઘરમાં લઈ ગયે. ભલે, શેઠ ઉપર ઈર્ષ્યા કરતું હતું, અભિમાની હતે પણ આવા મોટા શેઠને પિતાને ઘેર આવતાં જોઈને તેની બળતરા શાંત થઈ તેના મનમાં હર્ષ થયે કે આવા મેટા શેઠ હાલી ચાલીને મારે ઘેર આવ્યા! શેઠને કહે છે આપે મારે ઘેર આવવાની તરહી શા માટે લીધી? મને બોલાવે તે ને! હું આપને ઘેર આવત. શેઠે કહ્યું, ભાઈ ! જેને જેનું કામ હોય તેને તેના ઘેર આવવું જોઈએ. મારે તારું કામ હતું એટલે હું તારે ઘેર આવ્યો છું. મારે તને શા માટે તસ્દી આપવી જોઈએ! શેઠના મીઠા શબ્દ સાંભળીને પેલે તે ઠંડોગાર બની ગયો. શેઠને પૂછયું કે મારું શું કામ પડ્યું? મારા લાયક જે કામસેવા હોય તે આપ ખુશીથી ફરમાવે. ત્યારે શેઠે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં લગ્નને પ્રસંગ છે. તેથી તમે સંઘ જમાડવાના છે. તે મેં જે દિવસ નક્કી કર્યો છે તે દિવસે તમે ખુશીથી સંઘ જમાડશે. તમારે દીકરે તે મારે દીકરે છે. મને કોઈ હરકત નથી. તમે ખુશીથી તે દિવસે જમણવાર કરજે. આ સાંભળીને ઈર્ષાળુ શ્રાવક કહેવા લાગ્યું કે ના શેઠજી, એમ તે કંઈ હોય, આપ જેવા મેટા માણસનું જમણ મારાથી ઠેલાય? ના. આપ પહેલાં કરજે. શેઠે કહ્યું-ભાઈ! તમારે ત્યાં પ્રસંગ છે. પ્રસંગ ભેગું તમારું કામ ઉકલી જાયને સા૨ દેખાય. મારે ઘેર કંઈ પ્રસંગ નથી. મેં તે હોંશથી સંઘ-જમણ કરવાનું નકકી કર્યું હતું કે મારે ઘેર મારા સગાંવહાલા તે ઘણાં જમવા આવશે પણ મારા સ્વધમી બંધુઓ કયારે આવશે? મારે ઘેર મારા સ્વધર્મી બંધુઓનાં પગલાં થાય ને તેમની એંઠ પડે તે મારું આંગણું પાવન થાય. આ દષ્ટિથી મેં સંઘજમણ કરવાનું નકકી કર્યું છે. એ તે ચાર દિવસ મેડું થશે તે મને હરક્ત નથી. તમે ખુશીથી સંઘજમણ કરો. આ શેઠનાં અમૃત જેવા મીઠા મધુરા શબ્દો સાંભળીને અભિમાનીને અહં ઓગળી ગયો ને ઈર્ષાની અગ્નિ શીતળ બની ગઈ. ભયંકર આગ લાગી હોય પણ જે તેના ઉપર પાણી પડે તે અગ્નિને બૂઝાયે જ છૂટકે થાય છે. આ શેઠની ક્ષમા અને નમ્રતાની ઈર્ષ્યાળુ શ્રાવક ઉપર અસર થઈ. એ શેઠના ચરણમાં પડી ગળે ને કહ્યું, શેઠ! મને ક્ષમા કરજે. આપ જેટલાં જ્ઞાની છે તેટલે હું અજ્ઞાની છું. આપ જેટલા ગુણવાન છે એટલે હું અવગુણી છું. આપ ક્ષમાવાન છે ને હું ધી છું. આપની પ્રશંસા મારાથી સહન ન થઈ એટલે આપને નીચા પાડવા માટે મેં આ કામ કર્યું હતું. આપના જેવા પવિત્ર પુરૂષના અવગુણ બેલીને હું કયાં જઈશ? મારું શું થશે? એમ કહીને ખૂબ રડ્યા ને શેઠની ક્ષમા માંગી. શેઠે તેને સમજાવીને શાંત કર્યો ને તેનું જીવન સુધારી દીધું. ટૂંકમાં જે એક વ્યક્તિ સારી હોય તે બીજી ખરાબ વ્યક્તિ ઉપર તેના જીવનમાં રહેલા ગુણની અસર થયા વિના રહેતી નથી. અહીં પુત્રવધૂ કાળી હતી પણ તેના જીવનમાં ગુણે ઘણાં હતા. એને પતિ એને પૂછો કે બા, બહેન, ભાભીઓ બધા તને સાચવે છે ને? ત્યારે હસીને કહેતી કે મારા ઉપર બધાને ખૂબ પ્રેમ છે. મને ખૂબ સાચવે છે. એને પતિ કહે કે તું ગમે તેમ કહે પણ હું માનવા તૈયાર નથી. તારા ઉપર બાપુજી સિવાય બધા દ્વેષ કરે છે ને તારી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy