________________
શારદા દર્શન અને મેહની વિટંબણામાં ફસાયેલા જેને અંતરમાં શાંતિ નથી. કારણ કે મોહમાં પડેલા જેને વિષય તૃષ્ણા સતાવે છે, ધનને લેભ મૂંઝવે છે ને અહંભાવ અધગતિની ઉડી ખાઈમાં પછાડે છે. આવા કારણોને લઈને મેહમાં પડેલા જીવો કઈ વખત ઘેર હિંસા કરતાં પણ અચકાતા નથી.
ધનનો, સંતાનો અને પરિવહન મેહ કયારેક પિતાના સગા સબંધીનાં ખૂન પણ કરાવે છે. પરિણામે જીવ ગાઢ કર્મનું બંધન કરે છે. એ કર્મોનો જ્યારે ઉદય થાય છે ત્યારે સાંકડી સગાઈમાં જન્મીને એક બીજાનું વૈર લે છે. સમરાદિત્ય કેવળીના નવ ભવમાં જોઈએ તે કેવી રીતે વૈર લીધા છે! નજીકમાં નજીક વહાલભર્યા સગપણમાં જન્મીને વૈર લીધા છે. એ વાંચતા આપણું હૃદય કંપી જાય છે. એ વાંચતા એમ જ થાય કે કઈ જીવની સાથે વૈર બાંધવું નહિ. માતાને પિતાના પુત્ર પ્રત્યે તે કેટલું વાત્સલ્ય હોય છે ! છતાં માતા પિતાના પુત્રને ઝેરના લાડવા ખવડાવે એ પૂર્વના વૈરભાવ હોય તે જ બને ને ? અમરકુમારની માતાએ ધનના લેભ ખાતર યજ્ઞમાં હોમવા માટે પિતાના પુત્રને આપી દીધે ને ? એ કેમ બન્યું? પૂર્વભવના વૈર હોય તે જ આમ બને છે. નહિતર માતાને પિતાના પુત્રને પિતાનાથી અળગો કરવાનું મન ન થાય તે યજ્ઞમાં હોમવા માટે આપી દેવાનું કેમ મન થાય? માતાના દિલમાંથી સંતેને પ્રત્યે સદા વાત્સલ્યના વહેણ વહેતાં હોય છે. હું તમને એક દૃષ્ટાંત આપીને સમજાવું.
એક પટેલનું કુટુંબ છે. તેમાં તેના ઘેર એક દીકરીને જન્મ થાય છે. તે છોકરી ઘઉંવર્ણ છે. સંતાન કાળા હોય કે ના હોય પણ મા બાપને તે ખૂબ વહાલા હોય છે. આ છોકરી માતાપિતાને ખૂબ વહાલી છે. મેટી થતાં તેને સ્કૂલે ભણવા મૂકી પણ તેના જ્ઞાનાવરણીય કર્મને ઉદય તેથી ભણવામાં થેડી મંદ છે. છેવટે ૧૬ વર્ષની થતાં તેને પરણાવે છે. છેકરી સાસરે જાય છે. ત્યાં ઘણી ઘેડા મેળા સ્વભાવને છે. ઘરના જેઠાણી, નણંદ, સાસુ, સસરા બધા રૂપાળા છે. તેથી તેમને રૂપને અભિમાન આવતાં બધા આને કાળી કાળી કરી તિરરકાર કરે છે. છોકરી ખૂબ સમજુ ને ગંભીર છે. બધું સમભાવે સહન કરે છે. છોકરીનું ભાગ્ય એટલું સારું કે પતિનો પૂરે પ્રેમ છે. ઘરનાં બધા તેની પાસે ઘાટણ જેવા કામ કરાવે છતાં ક્યારે પણ મનમાં એછું લાવતી નથી. તેને પતિ પૂછે તે પણ કોઈને વાંક કાઢતી નથી. બધું સહન કરીને દિવસો વીતાવે છે, અને એમ જ વિચારે છે કે બધા બિચારા સારા છે કે મને ઘરમાં રાખે છે. ગાળ દે તે એમ વિચારે કે મને મારતા તે નથી ને? અને મારે તે વિચારે કે મને જીવવા તે દે છે ને ! આ રીતે આ ગંભીર છોકરી સહન કરે છે. ખરેખર, આવું સહન કરવું તે રહેલ નથી. અહીં મને એક વાત યાદ આવે છે. તે કહું છું.
ભરૂચમાં અનુપચંદ નામને એક શ્રાવક હતે. તે ખૂબ ધનવાન હતું પણ અભિમાનનું નામ નહિ તે શ્રાવકના ૨૧ ગુણથી યુક્ત હતે. રોજ ધર્મસ્થાનકમાં આવે, ધર્મધ્યાન કરે,