________________
૨૯
શારદા દર્શન શ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ આ બધું મળવું મહાન મુશ્કેલ છે. છતાં પુણ્યદયે મળી ગયું છે પણ અજ્ઞાન દશાને કારણે સ્વ સંપત્તિને જીવ ઓળખી શકતું નથી. તેથી પરમાં ફાંફા મારે છે. જ્યાં સુધી સિંહના બચ્ચાને સ્વશક્તિનું ભાન ન હોય ત્યાં સુધી ઘેટાના ટોળામાં ભળીને ઘેટાના જેવું જીવન જીવે છે. ભિખારીને ચીંથરામાં બાંધેલા પારસમણુની પીછાણ ન હોવાથી તે દીન, હીન અને કંગાળ જેવું જીવન જીવે છે. તેવી રીતે આજે દુનિયાના કંઈક માનવીઓને પિતાનામાં છૂપાયેલી શક્તિની ખબર ન હોવાથી દુઃખ ભોગવી રહ્યા છે. આટલા માટે જ્ઞાની ફરમાવે છે કે તે આત્મા સ્વને જાણુ, આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે “જે gf નાઇફ ને ચંગાળકું, ને સબ્ય નાગફ રે છ વારૂ ” જે એક જીવદ્રવ્યને અથવા અજીવ દ્રવ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તેમજ અતીત, અનાગત અને વર્તમાનકાળ સબંધી સમસ્ત પર્યાયોથી યુક્ત જાણે છે તે સમસ્ત પદાર્થોને જાણે છે. સમસ્ત પદાર્થોનું સમ્યગૂજ્ઞાન થયા વિના કઈ એક વિવક્ષિત પદાર્થનું જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અને અતીત, અનાગત અને વર્તમાન સમસ્ત પર્યાથી થઈ શકતું નથી. જે આ લેકના ભીતરના સમસ્ત પદાર્થોને જાણે છે તે એક દ્રવ્યને પણ જાણે છે. માટે જ્ઞાની કહે છે કે તું સ્વમાં પુરૂષાર્થ કરી એક આત્માને જાણ એક આત્માનું જ્ઞાન થવાથી સમસ્ત અજીવ પદાર્થોનું જ્ઞાન પણ થાય છે. ઈસુ ખ્રિસ્ત પણ કહ્યું છે કે તું તારી જાતને ઓળખ.
અમેરિકામાં વિન્સેટ પીલ નામનો એક પાદરી થઈ ગયે. તેને પિતાના આત્મા ઉપર અખૂટ શ્રદ્ધા હતી. એક વખત અમેરિકાના એક ધનવાન વહેપારીએ દેવાળું કાઢ્યું. એની ઈજજત આબરૂ ખલાસ થઈ ગઈ એટલે તે આપઘાત કરવા તૈયાર થયે, ત્યારે તેને એક સજજન માણસે કહ્યું. ભાઈ! તું આ રીતે મૂંઝવણનો માર્યો આપઘાત ન કરીશ. તું પાદરી પાસે જા. તે તારી બધી મૂંઝવણ મટાડી દેશે. એ ખૂબ પવિત્ર છે. એટલે વહેપારી પાદરી પાસે આવે ને પિતાના દુઃખની બધી વાત કરી, ત્યારે પાદરીએ કહ્યું. હું તારું બધું દુઃખ દૂર કરીશ. તમે જે કાંઈ ગુમાવ્યું છે તેના કરતાં પણ હું તમને વધુ અપાવીશ, પણ તમારે મારી એક શરત સ્વીકારવી પડશે. વહેપારીએ કહ્યું, બેલે, તમારી શું શરત છે? ત્યારે પાદરીએ કહ્યું, કે તમારી પાસે જે કંઈ છે તે બધું તમારે મને આપી દેવું પડશે.
પાદરીની વાત સાંભળીને વહેપારીએ કહ્યું સાહેબ ! ઉપર આભ અને નીચે ધરતી સિવાય મારી પાસે બીજું કંઈ નથી, છતાં તમારી શરત કબૂલ કરું છું. પાદરીએ તેને એક કેરા કાગળમાં જમા અને ઉધારનું ખાતું પાડીને કહ્યું લે, આમાં જમા બાજુ તમારી પાસે જે સંપત્તિ છે. તે લખો અને ઉધાર બાજુ તમે જે ગુમાવ્યું છે તેની નેંધ કરે. વહેપારીએ પોતે મીલ, ગાડી, મટર, બંગલા, મિલ્કત વિગેરે જે ગુમાવ્યું હતું તે ઉધાર બાજુ લખ્યું અને જમાની બાજુ કેરી રાખી, ત્યારે પાદરીએ પૂછયું. હવે તમારી પાસે કંઈ જ નથી? ના, સાહેબ. હવે મારી પાસે રાતી પાઈ નથી. પાદરીએ કહ્યું, સાચું