SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ શિારદા દર્શન ત્યાં સુધી નહિ દેખાય પણ પાણી ઠરી જશે એટલે તરત દેખાશે. ખેવાયેલી ચીજ બળવા માટે અને અધૂરી આશાઓ પૂરી કરવા માટે જીવડે તલસે છે પણ મુક્તિ મેળવવાનો તલસાટ હજુ જીવને થતું નથી એટલે આવું ઉત્તમ માનવજીવન પામીને સંસારના સુખમાં રચ્યાપચ્ચે રહે છે. જીવનના અંત સુધી ભેગ વિષયેની તૃષ્ણ છૂટતી નથી. આવા અને મરણ વખતે પાર વિનાનો પસ્તા થાય છે ને આંખમાંથી આંસુની ધારાઓ છૂટે છે. અને જે જગતમાં જન્મીને કંઈક કરી જાય છે તેને રડવું પડતું નથી. પસ્તા થતું નથી. હસતે મુખડે તે આ દુનિયામાંથી વિદાય લે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક રજવાડાના રાજા મરણ પામ્યાં પછી એ નગરના પ્રજાજનોએ ભેગા થઈને નકકી કર્યું કે જેને આ નગરના રાજા થવું હોય તે થઈ શકે પણ એક વર્ષ તે રાજગાદી ભેગવી શકશે. વર્ષ પૂરું થતાં રાજગાદી છોડી દેવી પડશે, અને એ રાજાને એક હોડીમાં બેસાડી નદીની સામે પાર દૂર દૂર ગાઢ જંગલ આવેલું છે ત્યાં મૂકી આવવામાં આવશે. એ જંગલમાં વૃક્ષ કે પાણી નથી. કેઈ માણસ પણ ત્યાં જઈ શકતું નથી એવું ભયાનક છે. બે ત્રણ દિવસમાં માનવીની જીવનલીલા ત્યાં સમાપ્ત થઈ જાય તેવું એ ઘેર જંગલ છે. આ શરત જેને મંજુર હોય તે નગરના રાજા બની શકે છે. આવી કડક જાહેરાત કરવામાં આવી હતી છતાં જીવને રાજગાદી ભેગવવાનો મોહ જાગતે. ભલે ને પછી જે થવું હોય તે થાય, પણ એક વર્ષ તે રાજ્યના સુખને સ્વાદ ચાખી લઈએ ! આ જિંદગીમાં ફરીને રાજા બનવાનું ક્યારે મળશે ? જીવને રાજ્યનાં સુખો ભેગવવાનાં કેડ જાગે છે પણ પિતાના આત્માના રાજા બનવાના કોડ જાગે છે ખરાં? જે પિતાના આત્માને રાજા બની જાય તેને ભૌતિક રાજ્ય મળે કે ના મળે તેની કદી ચિંતા નથી. આત્માને રાજા બનનાર રાજાને પણ રાજા બની જાય છે. રાજસુખ ભેગવવાના લેભમાં પડેલાં નગરજનો એક વર્ષ માટે રાજસત્તાની લગામ હાથમાં લેતાં અને મસ્ત બનીને રાજસુખ ભોગવતાં ને એક વર્ષ પૂરું થતાં જંગલમાં જઈને દુઃખ ભોગવીને મરી જતાં. આ રીતે ઘણું નાગરિકેએ એક વર્ષનું રાજ્ય કર્યું. ત્યાર પછી રાજગાદી ઉપર એક વિવેકી માણસ આવ્યું. એણે ગાદીએ બેસતાં જ પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી ! મારે કેટલાં વર્ષ આ ગાદી ઉપર રાજ્ય કરવાનું છે? ત્યારે પ્રધાને હસીને કહ્યું: મહારાજા ! એમાં પૂછવાનું શું ? તમે જાણે છે ને કે ઘણું રાજાઓએ આ ગાદી ઉપર રાજ્ય કર્યું ને વર્ષ પૂરું થતાં નદીને પાર જંગલમાં તેમને મૂકી આવવામાં આવ્યા છે, તેમ તમારે પણ એક વર્ષ સુધી રાજ્ય કરવાનું. એક વર્ષ સુધી મોજમઝા કરે. પછી આ ગાદી ઉપરથી ઉતરી જવાનું. અને નદીને પાર કરીને ભયકંર જંગલમાં જઈને આરામથી રહેવાનું. ઠીક, તે મારે પણ એક વર્ષ પછી જંગલમાં જવાનું એમ ને ! તે સાથે કંઈ લઈ જવાનું કે એકલા જવાનું ? પ્રધાને ગુસ્સે થઈને કહ્યું, તમારે જેટલું
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy