SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન આંગણે સ્વધામ બંધુ ભૂખ્યા તરસ્ય ઉભું હોય ને જો તમે ઘરમાં બેસી મેવા મિષ્ટાન ઉડાવતા હે અને એ આશાભેર તમારા આંગણે આવેલે નિરાશ બનીને જાતે હોય તે તમારા એ ખાવામાં ધૂળ પડી. વિચાર, નદી સૂકીભઠ દેખાતી હોય છે પણ ત્યાં જઈને કઈ વીરડો ખોદે તે મીઠું ને શીતળ પાણી આપે છે. જ્યારે તમારું ધન જે કેઈને ઉપયોગી ન થતું હોય તે શા કામનું? એ ધન તમે ભેગું નથી કર્યું પણ ઉપાધિ ભેગી કરી છે. એક વાત તે નક્કી છે ને કે તમે પૂર્વભવમાં કમાણી કરીને આવ્યા છે તે આ ભવમાં હેર કરે છે. જે કમાણી કરીને નથી આવ્યા તે દુઃખ ભોગવે છે. તમારે એના જેવું દુઃખ ભેગવવું છે? “ના. એના જેવું દુઃખ ભેગવવું ન હોય તે આપતાં શીખે. લેભી ન બને. અન્યાય અનીતિ કરી ધન ગમે તેટલું ભેગું કરશે તે પણ એ ટકવાનું નથી અને નીતિનું ધન ગમે ત્યાં મૂકશો તે કદી જશે નહિ. એક દૃષ્ટાંત યાદ આવે છે. સાંભળે. એક ગામમાં એક શ્રીમંત સુંદરલાલ નામે શેઠ વસતા હતા. શેઠાણીનું નામ સુંદરબહેન હતું. તેમને એક પુત્ર હતો. તેનું નામ શાંતિલાલ હતું. શેઠ ખૂબ લેભી હતા. લેકને ઠગી છેતરપિંડી કરીને ધન ભેગું કરવું એ તેનું કામ હતું. ચેરીને માલ ખરીદવે, બેટા તેલ અને ખોટા માપ રાખવા, સારે માલ બતાવીને હલકે આપ, માલમાં ભેળસેળ કરવી આ તેમનું મુખ્ય કામ હતું. આવી રીતે કમાણી કરી ઘણું ધન ભેગું કર્યું હતું. શેઠનું નામ તે સુંદરલાલ ઘણું સારું હતું પણ તેને આ વ્યવહાર હોવાથી કે તેને ઠગ શેઠ કહેતા. દીકરો સારો હતે પણ પિતાજીના સંગમાં રહેવાથી તે એના પિતા જે બની ગયે. દેવાનુપ્રિય! શેઠ માનતા હતા કે બધાને ઠગીને હું કે સુખી બને છું. મનમાં મલકાતા હતા પણ યાદ રાખજો કે જે બીજાને ઠગે છે તે પિતે ઠગાઈ રહ્યો છે. બીજાને છેતરનારે પિતે છેતરાઈ રહ્યો છે. એને ભાન નથી કે પરલોકમાં મારું શું થશે? મારું પાપ કદી છૂપું રહેવાનું નથી. પાપ છુપાયા ના છપે, છુપે તે મોટે ભાગ, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ, શેઠના પુત્ર શાંતિલાલના એક સારા ઘરની સુસંસ્કારી કન્યા સાથે લગ્ન થયા. પુત્રને શેઠે ખૂબ ધામધૂમથી પરણું. પુત્રવધૂનું નામ ગુણવંતી હતું. તેના નામ પ્રમાણે તેનામાં ગુણ ભરેલા હતા. ધર્મની ખૂબ જાણકાર હતી. એક વખત ગુણવંતી કૂવા કાંઠે પાણી ભરવા ગઈ ત્યારે ગામની સ્ત્રીઓ વાત કરતી હતી તે બંધ થઈ ગઈ ને બોલવા લાગી કે જુઓ, ઠગ શેઠને દીકરો હમણુ પર છે. તેની આ વસ્તુ છે. આ સાંભળીને વહુ વિચારમાં પડી કે મારા સસરાજીનું નામ તે સુંદરલાલ શેઠ છે. કેવું સુંદર નામ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy