________________
૬૦૭
શારદા દર્શન
વ્યાખ્યાન નં. ૭૭ ભાદરવા સુદ ૧૫ ને મંગળવાર
તા. ૨૭-૯-૭૭
જેમના હૈયામાંથી દયાના ઝરણુ છલકાઈ રહ્યા છે, કાળજડામાંથી કરૂણને ધેધ વહે છે ને આંખમાંથી અમીની ધારાવાહે છે તેવા સર્વજ્ઞ ભગવંતે અનંત સંસાર સાગરમાં ડૂબકી ખાઈ રહેલાં છેને તરવા માટે જિનવાણી રૂપી નૌકા આપી. આ સંસાર ભયંકર ઘૂઘવાટા મારતે સાગર છે. જેમાં મેહ, માયા ને મમતાનાં મજા ઉછળી રહ્યા છે. એવા સાગરને તરવા માટે આપણને જિનેશ્વર ભગવતેએ દ્વાદશાંગી સૂત્ર રૂપી નૌકા આપી છે. દ્વાદશાંગી રૂપ જિનવાણીની નૌકા તે મળી પણ જે તેને ચલાવનાર કુશળ નાવિક ન મળે તે નૌકા સામા કિનારે લઈ જવી, મુશ્કેલ છે. ક્ષેમકુશળ ભવસાગર તરવા માટે સારી નૌકા અને કુશળ નાવિકને સહારે જોઈએ. નૌકો મળી પણ તેને નાવિક કેણ તે તમે જાણો છો ? આપણને સંસાર સાગરથી તારીને સામે કિનારે લઈ જનાર કુશળ નાવિક સદ્દગુરૂઓ છે. એ સ ગુરૂએ વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે ને આપણને તરવાને માર્ગ બતાવે છે. તે એ સદ્દગુરૂની આજ્ઞાનું પાલન કરી પ્રચંડ પુરૂષાર્થ કરી સંસાર સાગરને તરવાની તૈયારી તે કરવી પડશે, જેથી સંતે રૂપી સુકાની જીવન નૈયાને સામે કિનારે પહેંચાડી શકે, પણ એટલું ધ્યાન રાખજો, કે તમારી જીવનનૈયા કોઈ કુગુરૂના હાથમાં ન જાય. જો કેઈ કુગુરૂના હાથમાં ગઈ તે સમજી લેજે કે આ સંસાર પરિભ્રમણને અંત આવશે નહિ સંસારને માર્ગ ટૂંક બનવાને બદલે લાંબ બની જશે. આટલા માટે જ્ઞાની કહે છે કે સંગ કરે તે સાચા સંતને કરે, પણ કુસંગ કરશે નહિ. સત્સંગનું પરિણામ સુંદર આવે છે ને કુસંગનું પરિણામ ખરાબ આવે છે. જીવ જે સંગ કરે છે તે તેને રંગ લાગે છે. જે તમારી ભાવનામાં પવિત્રતા અને કર્તવ્યમાં તેજસ્વિતા હશે તે તેની સૌથી પ્રથમ અસર તમારા જીવન ઉપર પડશે. ત્યાર પછી તમારા સંગમાં રહેનારા અને પાડોશી ઉપર તેને પ્રભાવ પડશે, અને આગળ વધતા સમાજ અને જગત ઉપર તમારે પ્રભાવ પડશે. આમાં સંગતિ મોટો ભાગ ભજવે છે. નદીનું મીઠું પાણી સાગરમાં જઈને ખારું શાથી બની જાય છે? અમૃત જેવું મીઠું દૂધ ખટાશને સ્પર્શ થતાં ફાટી કેમ જાય છે ? તેને જવાબ આપતાં જ્ઞાની પુરૂષ કહે છે
સંતના રોપ મુળા મવત્તિ” જે સંસ સારો હોય તે દોષથી ભરેલે માનવી ગુણવાન બની જાય છે. અને સંસર્ગ ખરાબ હોય તે ગુણવાન મનુષ્ય પણ દેષથી ભરેલે બની જાય છે. આ સંગતિનું પરિણામ છે. દુર્જનની સંગતિ ક્યારે પણ સુખ આપતી નથી. દુર્જનની અનુકુળતા અને પ્રતિકુળતા બંને દુખપદ હોય છે. જેમ સળગતા કેલસાનો પશે હાથને દઝાડે છે અને બૂઝાયેલા કોલસાને સ્પર્શ હાથને કાળે કરે છે. બરફ પાસે બેસવાથી શીતળતા મળે છે. શાંતિ લાગે છે જ્યારે અગ્નિ પાસે બેસવાથી ઉષ્ણુતા મળે છે,