________________
શારદા દર્શન મક્ષગામી જીવ છે. જેમ સૂર્યને ઉદય થતાં અંધકારને નાશ થાય છે તે પ્રકાશ પથરાય છે તેમ આવા પ્રતાપી જીના જન્મ થતાંની સાથે તેમના પ્રકાશનાં કિરણે બહાર પથરાય છે. ગજસુકુમારને જન્મ થતાં સારી દ્વારિકા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો. ખૂબ આનંદપૂર્વક તેમને જન્મ મહોત્સવ ઉજવાયે, અને મોટા થયાં ત્યારે તેમને કલાચાર્ય પાસે ભણવા મૂક્યાં. થડા સમયમાં ગજસુકુમાર ૭૨ કળામાં નિષ્ણાત બન્યા. બધી કળાઓ ભણાવીને કલાચા તેમના માતાપિતાને સેંપી દીધા. વસુદેવ રાજાએ તેમનું જિંદગીનું દરિદ્ર ટળી જાય તેટલું દ્રવ્ય આપ્યું ને તેમને સત્કાર સન્માન કરીને વિદાય કર્યા. ગજસુકુમાર ભણીગણીને આવ્યાં છે. કૃષ્ણ વાસુદેવ તેમજ વસુદેવ પિતાજી તેમને તે કલાઓના વિષયમાં જે કંઈ પૂછે છે તેને ફટાફટ જવાબ આપે છે. આ જોઈને બધાંને ખૂબ આનંદ થાય છે. તમારે દીકરે ભણીગણીને આવે છે તે તમને એ આનંદ થાય છે ને? માતા દેવકીને બધા કેડ પૂરા થયા. ગજસુકુમાર મોટા થયા. “મોકાસમથે ના ચાલે રોલ્યા” એટલે તે ભેગ ભેગવવાને સમર્થ યુવાન થયાં. જ્યારે સંતાને યુવાન થાય ત્યારે માતા પિતાએ તેમને પરણાવવાની તૈયારી કરે છે. કારણ કે જીવને અનાદિ કાળથી સંસારસુખને બહુ રસ છે. દીકરાની માતા એમ માને છે કે મારા દીકરાને પરણાવું, વહુ લાવું ને હું સાચું બનું, બહેનને એવા કેડ હેય છે. કેમ મારી બહેનો, બરાબર છે ને? સાસુ બનવાના કેડ કરે છે પણ વહુ આવ્યા પછી તે તેને દીકરીની માફક માને અને વહુ સાસુને પિતાની માતા સમાન માને તે માનવી સંસારમાં સ્વર્ગ જેવાં સુખ માણી શકે છે, પણ જે આવી સમદષ્ટિ ન રહે તે સંસાર દાવાનળ જેવું બની જાય છે. કારણ કે વહુ લાવ્યાં પહેલાં સાસુ એમ માનતી હોય છે કે વહુ આવશે એટલે હું આમ કરીશ ને તેમ કરીશ. પરણવા માટે ઉત્સુક બનેલે પુત્ર માને છે કે પછી આનંદથી સ્વર્ગ જેવાં સુખે માણીશું, અને કેડ ભરેલી કન્યા પણ અનેકવિધ આશાઓના મિનારા ચણે છે ને કલ્પનાનાં સેહામણું સ્વપ્ન નજર સમક્ષ નિહાળે છે, ત્યારે જ્ઞાની પુરૂષે કહે છે કે,
હે સ્વપ્ના કેવા સુંદર ભાસે, સ્વર્ગ ખડું છે જાણે આંખની પાસે, ઇન્દ્રપુરીમાં સદા રહેશું, ભેગ વિલાસે ભેગવશું એમ કે માને ભલે,
બાકી બધે બેટે ખેલ છે, એ સ્વપ્ન સૌને સમજાવે છે શું?
હે માનવ ! આ કલ્પનાનાં રંગીન સેનેરી સહામણું સંસાર સુખનાં સ્વપ્નાં તેને તારી દષ્ટિ સમક્ષ એવા દેખાય છે કે જાણે મારી સામે આખું સ્વર્ગ નીચે ઉતર્યું ન હોય! અમે ઇન્દ્રપુરીમાં રહીને શાંતિથી સંસારનાં સુખ ભોગવીશું પણ વિચાર કરે કે સ્વપ્નાનું સુખ કદી સાચું હોય ? સ્વપ્નમાં તે ઘણું સુંદર સુંદર જોયું પણ જ્યાં આંખ ખુલે છે ત્યાં સ્વપ્નનું સુખ વિલય થઈ જાય છે, તેમ આ સંસારનો બધે ખેલ ખેટો છે. સ્વપ્ન તમને એમ સમજાવે છે કે જેમ આંખ ખુલતાં તારું બધું સુખ ખતમ થઈ ગયું તેમ તારું