SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૪ શારદા દર્શન ઢીલું બોલનારા છે. તમને કહેવામાં આવે કે કમેને ક્ષય કરવા માટે તપ કરે. તે કહે છે કે અમારાથી તપશ્ચર્યા–ઉપવાસ નહિ બને. અમે કહીએ કે ઉપવાસ ન કરી શકે તે આયંબીલ થશે ને? તો કહેશો કે “ના” આયંબીલનું ભાવે નહિ, ત્યારે કહેવામાં આવે કે એકાસણું તે થશે ને? તે કહેશે કે ના, મારે તે ત્રણ ત્રણ ટંક ખાવા જોઈએ છે. ઠીક, ઉપવાસ, આયંબલી કે એકાસણું કંઈ ન કરી શકે તે છેવટે ખાઈ પીને સામાયિક તે કરી શકશે ને? તે કહેશે કે સામાયિક કરતાં કેડ દુઃખે છે. (હસાહસ) કર્મ સામે કેંસરીયા કરવા માટે આવી નબળાઈ કામ નહિ આવે. સબળા બનવું પડશે તે જ કમશત્રુઓને પરાજિત કરી મોક્ષપુરીના મહેમાન બની શકશે. આપણે જેમને અધિકાર ચાલે છે તે ગજસુકુમાલ કેવા કેમળ હતા. એ તો તમે સાંભળી ગયા ને? હાથીના તળાવા જેવું કેમળ તેમનું શરીર હતું. મહાન વૈભવમાં ઉછેર્યા હતા. બહેતર કળાનું જ્ઞાન મેળવ્યું. સાથે ધર્મકળાનું જ્ઞાન પણ મેળવશે, અને એ ધર્મકળા દ્વારા કર્મ સામે કેસરિયા કરવા કર્મ મેદાનમાં સાચા ક્ષત્રિય બનીને ઝઝૂમશે તે વાત તે આગળ આવશે. પૂ. બા. બ્ર, રત્નચંદ્રજી મહારાજ સાહેબની પૂણ્યતિથિ આજે અમારા મહાન ઉપકારી, શાસનના શિરતાજ, સંતેના શિરામણી, ચારિત્રચુડામણી સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. પંડિતરત્ન, ક્ષમામૂતિ ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૨ મી પુણ્યતિથિને પવિત્ર દિવસ છે. પૂ. ગુરૂદેવ શ્રી ક્ષત્રિયપુત્ર હતા. આજે જન્મજયંતિ અને સ્વગડણ પુણ્યતિથિ કેની ઉજવાય છે? જે મનુષ્ય જન્મીને સંસારના કાદવમાં ખૂચેલે રહે છે, જીવનમાં કંઈ સાધના કે કાતિ કરતા નથી. વિકાસ સાધતા નથી. તેને કઈ યાદ કરતું નથી. તેને કઈ જીવતાં કે મરતાં જાણતું નથી. જે શાસનમાં કે સમાજમાં કંઈ સારા કર્તવ્ય કરીને જાય છે તેને દુનિયા યાદ કરે છે. તેના નામ ઉપર આંસુ સારે છે, અને તેમની પુણ્યતિથિ ઉજવે છે. પૂજય ગુરૂવર્ય એક મહાન સંત હતાં. તે માનવમાંથી મહામાનવ બની અદ્ભૂત યોગી બની ગયા. એ ધન્યાતિધન્ય, મહાન પુણ્યાત્મા હતા. એવા ભવ્ય ગાભા હતા. એવા મહાન પવિત્ર સંતને પુણ્યશાળી આત્માઓ ઓળખી શકે છે. એમના ગુણ, તીવ્ર બુધિ અને એમના કાર્યો જેમાં મને તો એમ જ થાય છે કે આ કેઈ માનવ હતા કે કઈ દૈવી પુરૂષ હતા ! જેમણે જગતમાં જન્મીને જીવનને સફળ બનાવ્યું છે, અને અમારા જેવા આત્માઓને જીવન સફળ બનાવવા માટેની ચાવી આપીને ગયા છે. ખરેખર! હું મારા ગુરૂ છે એટલે વિશેષ નથી કહેતી પણ એ ગુરૂદેવના જીવનમાં અગણિત ગુણે હતાં. બુદિધ અલૌકિક હતી હું હજારો જીભ ભેગી કરીને જીવનભર આ ગુરૂદેવનાં ગુણ ગાયા કરું તે પણ પાર નહિ આવે. એટલા અપાર તેમનાં ગુણે હતાં. પૂ. ગુરૂદેવના જીવનમાં સરળતા, વિનય, નમ્રતા આદિ ગુણે હતાં. સંઘમાં, સમાજમાં અને શાસનમાં
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy