SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ' શારદા દેશન પહ હતી. સુલગ્યાએ પેાતાના પતિને ઉદાસીનતાનું કારણ પૂછ્યું' ત્યારે પતિએ પોતાના મનની વાત કરી. પછી સુલશાએ કહ્યું, નાથ ! તમને આટલી ખષી પુત્રની ઈચ્છા કર્યાંથી થઈ ? એ લગની છેાડી દો, અને ધમ આરાધનામાં લગની લગાડા તા કલ્યાણુ થશે. પુત્ર તમારુ` કલ્યાણુ નહિ કરાવે. એમ છતાં જો તમને પુત્રની તીત્ર ઈચ્છા હાય તા આ નગરમાં ઘણાં દીકરા છે તેને પેાતાના જ માનેા ને? તેને પુત્રની જેમ રાખા. સુલશાએ એના પતિને ખૂબ સમજાવ્યે પણ પતિને પુત્રની ઝંખના મટતી નથી. એણે કહ્યું, સુલશા ! તારી વાત સાચી છે, પણ પુત્ર વિના મારું. મન ઠરતું નથી. જેમ નિન માણસને આપુ' જગત શૂન્ય લાગે છે તેમ મને પુત્ર વિનાનું ઘર શૂન્ય લાગે છે. સંસારમાં રહેલાં મનુષ્યોને વિશ્રામનાં ત્રણ સ્થાન છે. એક પ્રેમાળ પત્ની, ખીજું વિનયવ ́ત પુત્ર અને ત્રીજુ સવ ગુણે કરીને ઉત્તમ એવા સજ્જન પુરૂષોનો સંગ. વળી જેમ રાત્રીમાં ચંદ્ર અને દિવસે સૂર્ય વસ્તુને પ્રકાશિત કરે છે તેમ પુત્ર રૂપી દીવા પેાતાના પૂર્વજોના આખા વંશને પ્રકાશિત કરે છે. જો પુત્ર ન હાય તેા એ વશને કાણુ ઓળખાવે ગાંડા ઘેલે પણ જો પુત્ર હોય તા એને જોઇને લેાકેાને એમ થાય કે આ ફલાણાના પુત્ર છે. ભલે, મને એક જ પુત્ર હાય જેમ વનમાં એક ચંન્દ્વનવૃક્ષ ઉગ્યુ. હાય તા તેની સુગધથી આખુ વન મ્હેકી ઉઠે છે. તેમ કઇ પુણ્યવત પુત્રથી આખુ કુળ ઉજ્જવળ અને છે. એવા પુણ્યવત, બુધ્ધિમાન અને ગુણવંત પુત્રથી માતા-પિતાનું ગૌરવ વધે છે. એવા પુત્ર માતા-પિતાને દેશેાદેશમાં એળખાવે છે. અંધુએ ! પુત્રના માહમાં પાગલ બનેલેા નાગરથિક સુલશાની સામે કેવી દલીલે કરી રહ્યો છે! એના ખેલવા ઉપરથી તમને સમજાય છે ને કે એને પુત્ર પ્રાપ્તિ માટે કેવી પ્રખળ ઈચ્છા હશે ! તુલશા અને નાગરથિક બંને વચ્ચે એટલે પ્રેમ હતા કે અને એક ખીજાની વાત માન્ય કરતા હતા. કોઈ પણ કાર્ય કરે તે એક બીજાની સલાહ લઈ ને કરતાં હતાં. તેમાં મુલશાનુ એટલુ બધુ પુણ્ય હતુ ને એના એવા આક્રેય નામ કનો ઉદય હતા કે તે જે કંઈ કહેતી તે વાત તેનો પતિ માનતા હતા, પણ પુત્રની ખાખતમાં સુલશા તેને ખૂબ સમજાવે છે છતાં એ માનતા નથી. તે વિચાર કરે. અહી' સુલશાનુ પુણ્ય ખલ:સ થઈ ગયું ? શુ' એના આદેય નામકર્મોનો અસ્ત થયા ? ના, એમ નથી પણ એના પતિને એવા જખ્ખર માહનીય ક`ના ઉદય થયા છે કે એ કાઈ ની વાત માને તેમ નથી, જેમ તીથકર ભગવાનના આદેય નામ કમ માં ક`ઇ ખામી હોય છે ? ‘ના ’. એમનાં તા જખ્ખર પુણ્ય હાય છે, છતાં અભવી જેવા જીવેના મિથ્યાત્વ માહનીય કનો એવ નેરદાર ઉદય હાય છે કે ભગવાનની અમૃતમય વાણી અને રૂચતી નથી. તે તેમાંથી કઈ ગ્રહણ કરતાં નથી, તેમ આ નાગરથિકને માટે પણ એવું જ બન્યું છે કે એને જબ્બર માહનીયનો ઉદય હાવાથી સુલશાની લાખેણી વાત માનવા તૈયાર નથી. શા.-૭૨
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy